ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમે Manoj Kumarની ક્રાંતિ ફિલ્મ વિશેની આ બાબતો જાણો છો ???

ભારત કુમાર એટલે કે Manoj Kumarની ઈતિહાસમાં નોંધ Kranti filmના ઉલ્લેખ વિના અધૂરી છે. ક્રાંતિ ફિલ્મ મનોજ કુમાર સિવાય કોઈ બનાવી જ ના શકે એવું કહેવાતું હતું...આપ પણ જાણો ક્રાંતિ ફિલ્મ વિશેની અજાણી બાબતો વિશે વિગતવાર.
04:54 PM Apr 04, 2025 IST | Hardik Prajapati
ભારત કુમાર એટલે કે Manoj Kumarની ઈતિહાસમાં નોંધ Kranti filmના ઉલ્લેખ વિના અધૂરી છે. ક્રાંતિ ફિલ્મ મનોજ કુમાર સિવાય કોઈ બનાવી જ ના શકે એવું કહેવાતું હતું...આપ પણ જાણો ક્રાંતિ ફિલ્મ વિશેની અજાણી બાબતો વિશે વિગતવાર.
Manoj Kumar Kranti film Gujarat First

ક્રાંતિ ફિલ્મ વખતે

Manoj Kumar passed away: મનોજ કુમારે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આવતીકાલે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્થિત સ્મશાન ગૃહમાં બપોરના 12 કલાકે કરવામાં આવશે. મનોજ કુમાર જેમને પ્રેમથી ભારત કુમાર કહેવામાં આવે છે. તેમની સુદીર્ઘ કારકિર્દી વિશે લખવા બેસીએ તો આખુ પુસ્તક લખાઈ જાય. જો કે અહીં આપણે તેમની કારકિર્દીના સૌથી મહત્વના પ્રોજેક્ટ ક્રાંતિ વિશે વાત કરવી છે. ક્રાંતિ ફિલ્મ વર્ષ 1981માં રિલીઝ થઈ અને બ્લોકબસ્ટર સાબિત થઈ ત્યારથી લઈને આજ સુધી એવું કહેવામાં આવે છે કે ક્રાંતિ જેવી મહાન ફિલ્મ માત્ર મનોજ કુમાર જ બનાવી શકાય.

ક્રાંતિ ફિલ્મ નહિ પણ મિશન

Kranti film ભારતની આઝાદીની લડતના યુગ પર બનેલ ફિલ્મ છે. આ ફિલ્મની વિશાળ સ્ટાર કાસ્ટ, કલરફુલ કોસ્ચ્યુમ્સ, ધારદાર ડાયલોગ્સ, ઈન્ટરેસ્ટ્રિંગ સ્ટોરી લાઈન, જહાજો પર શુટિંગ આવી તો અનેક બાબતો આ ફિલ્મને ફિલ્મ નહિ પરંતુ મિશન બનાવી દીધી હતી. જો કે મનોજ કુમારે દરેક પડકારોનો હિંમતથી સામનો કરીને ક્રાંતિ ફિલ્મ પૂર્ણ કરી અને મિશન ઈમ્પોસિબલ પાર પાડી દીધું. તેથી જ ફિલ્મના એન્ડ ક્રેડિટ ટાઈટલ સીકવન્સમાં મનોજ કુમારે એ ફિલ્મ બાય મનોજ કુમાર લખવાને બદલે અ મિશન બાય મનોજ કુમાર લખાવ્યું હતું.

મુખ્ય હિરોઈન તરફથી હેરાનગતિ

મનોજ કુમારે આ લાર્જ કેન્વાસ આધારિત ફિલ્મમાં ગ્લેમરની ચમક દમક ઉમેરવા માટે તે સમયની ટોચની હિરોઈન હેમા માલીની અને પરવીન બાબીને સાઈન કર્યા હતા. જો કે હેમા માલીનીના મગજમાં તે સમયની મોટી ફિલ્મ રઝિયા સુલ્તાનની રાઈ ભરાઈ ગઈ હતી. રઝિયા સુલ્તાન હિરોઈન પ્રાધાન્યવાળી ફિલ્મ હોવાથી તેમાં હેમા માલીનીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને રોલની મહત્તમ લંબાઈ આપવામાં આવી હતી. હવે ક્રાંતિ લાર્જ સ્ટારકાસ્ટ સાથે બનેલ અને હિરો પ્રાધાન્યવાળી ફિલ્મ હતી. તેથી તેમાં હેમા માલિનીને પોતાના રોલની લંબાઈ વિશે શંકા રહેતી હતી. તેણી હંમેશા મનોજ કુમારને પોતાના રોલ બાબતે પરેશાન કરતી હતી. મનોજ કુમારને હેમા માલીનીની હેરાનગતિને લીધે ફિલ્મને પૂર્ણ કરવામાં નાકે દમ આવ્યો હતો.

Manoj Kumar Kranti film Gujarat First-2

પરવિન બાબી તરફથી હેરાનગતિ

ક્રાંતિ ફિલ્મમાં હેમા માલીની, પરવિન બાબી અને સારિકા જેવી બોલીવૂડની સુંદરીઓએ અભિનય કર્યો હતો. હવે પરવિન બાબીના મગજમાં અમિતાભની પ્રથમ પંક્તિની પ્રેમિકા હોવાની રાઈ ભરાઈ હતી. આ ઉપરાંત તે વખતે પરવિન બાબી વેસ્ટર્ન લુક માટે પ્રખ્યાત હતી. જ્યારે આ ફિલ્મમાં પરવિનને જંગલમાં રહેતા સ્વાતંત્ર્ય વીરની દીકરીનો રોલ આપવામાં આવ્યો હતો. તેથી તે તેના લુકને લઈને મનોજ કુમારને વારંવાર પરેશાન કરતી હતી. જો કે મનોજ કુમાર હેમા માલીનીથી જેટલા પરેશાન થયા તેટલા પરેશાન પરવિન બાબીથી થયા નહીં. તેમણે પરવિન બાબીની પરેશાનીનો અંત ઉકેલવા માટે જોરદાર યુક્તિ વાપરી હતી. પરવિન બાબી મનોજ કુમારને હંમેશા ફિલ્મ છોડી દેવાની ધમકી આપતી હતી. તેથી મનોજ કુમારે પરવિન બાબીના મૃત્યુનો સીન પહેલા જ શુટ કરી લીધો. હવે જેવી પરવિન બાબી ફિલ્મ છોડવાની ધમકી આપે કે તરત જ મનોજ કુમાર હામી ભરી દેતા હતા, કારણ કે પરવિન બાબીના મૃત્યુનો સીન પહેલા જ શૂટ કરી દીધો હતો.

આ પણ વાંચોઃ  Manoj kumar Passes Away : મનોજ કુમારની યાદગાર ફિલ્મો, જેને દર્શકો હંમેશા યાદ રાખશે

ગાયકો રફી અને નીતિન મુકેશ વચ્ચેનો કિસ્સો

ક્રાંતિ ફિલ્મમાં એક ગીત દરમિયાન બોલીવૂડના મશહૂર ગાયક મોહમ્મદ રફી અને નીતિન મુકેશને સાથે ગાવાનું હતું. જેમાં મોહમ્મદ રફીએ દિલીપ કુમાર માટે અને નીતિન મુકેશે મનોજ કુમાર માટે ગાવાનું હતું. જો કે નીતિન મુકેશ સોન્ગ રેકોર્ડિંગ વખતે ખૂબ નર્વસ થઈ ગયા હતા અને મોહમ્મદ રફી સાથે તાલ મીલાવીને ગાઈ શકતા નહતા. આ પડકાર મનોજ કુમાર પાસે આવ્યો...જો કે મનોજ કુમારની આ સમસ્યા મોહમ્મદ રફીએ ઉકેલી દીધી હતી. રફીએ નીતિન મુકેશનો આત્મ વિશ્વાસ વધાર્યો અને થોડા રીટેક બાદ સોન્ગ રેકોર્ડિંગ પૂર્ણ થઈ ગયું હતું.

Manoj Kumar Kranti film Gujarat First-3

શત્રુઘન સિંહા પર મનોજ કુમારની કોમેન્ટ

શત્રુઘન સિંહા તે દિવસોમાં સતત 3 શિફ્ટમાં શૂટિંગ કરી રહ્યો હતો. તે ઘણીવાર ક્રાંતિના શૂટિંગમાં લેટ આવતો હતો. કંટાળીને મનોજ કુમારે શત્રુઘન સિંહા પર એક અન ફોરગેટેબલ અને પરફેક્ટ કોમેન્ટ કરી હતી. મનોજ કુમારે શત્રુઘન સિંહાની લેટ લતીફીને લઈને કહ્યું હતું કે, આ શત્રુઘન સિંહા જો લેટ આવવાની આદત ન રાખતો હોત તો રામાયણ નામક તેના બંગલામાં રામ બનીને જન્મ લેતો. લેટલતીફીને લીધે ચાર ભાઈઓમાંથી ત્રીજા ભાઈ તરીકે જન્મ્યો છે. શત્રુઘન સિંહા પોતે નેશનલ મીડિયામાં મનોજ કુમારની આ કોમેન્ટનો અનેકવાર ઉલ્લેખ કરી ચૂક્યા છે.

દિલીપ કુમારનું કાસ્ટિંગ એક ગુરુ દક્ષિણા

ક્રાંતિ ફિલ્મનો સૌથી મહત્વનો રોલ એવો રાણા સાંગાનો રોલ મનોજ કુમારે દિલીપ કુમારને આપ્યો હતો. આખી દુનિયા જાણે છે કે મનોજ કુમાર દિલીપ કુમારના એકલવ્ય જેવા શીષ્ય હતા. નાનપણમાં દિલીપ કુમારની ફિલ્મ જોઈને મનોજ કુમારે ફિલ્મમાં આવવાનો નિર્ણય લીધો હતો એટલું જ નહીં પરંતુ મનોજ કુમારે પોતાનું ફિલ્મની નામ મનોજ પણ દિલીપ કુમારે ભજવેલા એક પાત્રના નામ પરથી રાખ્યું હતું. ક્રાંતિ ફિલ્મમાં મનોજ કુમારે દિલીપ કુમારને યોગ્ય લંબાઈનો રોલ, પોતાના પિતાનું પાત્ર તેમજ પૂરતા અભિનયની તક આપીને પોતાની ગુરુ દક્ષિણા આપ્યા હોવાનું કહેવાય છે.

Manoj Kumar Kranti film Gujarat First-4

આ પણ વાંચોઃ  Manoj Kumar Death Reason: મનોજ કુમારનું મૃત્યુ કેવી રીતે થયું, આખરે 'ભરત કુમાર'ને શું થયું હતુ?

Tags :
A Mission by Manoj KumarBharat KumarDilip KumarFilm creditsFilm historyFreedom struggle eraGUJARAT FIRST NEWSGuru DakshinaHarassment during shootingHema MaliniJuhu bungalow saleKranti filmManoj KumarMission ImpossibleMohammed RafiNitin MukeshParveen BabiRazia Sultan Death scene shooting Gujarat FirstStar cast
Next Article