Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Don 3 controversy: ફિલ્મ ડોન-3ના વિવાદમાં સમાધાન નિષ્ફળ, રણવીર સિંહ-ફરહાન અખ્તર વચ્ચે ‘વોર’!

ફિલ્મ "ડોન 3" ને લઈને બે અભિનાતે વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. ધુરંધર એક્ટર રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચેનો વિવાદ ઉકેલવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે હવે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ પણ હાથ ઉંચ્ચા કરી દીધા છે. અને બંનેને કોર્ડમાં જવાની સલાહ પણ આપી છે.
don 3 controversy  ફિલ્મ ડોન 3ના વિવાદમાં સમાધાન નિષ્ફળ  રણવીર સિંહ ફરહાન અખ્તર વચ્ચે ‘વોર’
Advertisement
  • Don 3 controversy: ફિલ્મ ડોન-3નો વિવાદ
  • બે એક્ટર બની રહ્યા એકબીજાના દુશ્મન?
  • કણવીરે કેમ છોડી 'ડોન 3'? ફરહાન સાથે આરપારની લડાઈ
  • આમિર ખાનના ઘરે થયેલી મીટિંગ કેમ નિષ્ફળ ગઈ?
  • રણવીરે ફરહાનને કહ્યા 'ગેરહાજર ડિરેક્ટર'!
  • પ્રોડ્યુસર્સ ગિલ્ડે આપી છેલ્લી ચેતવણી - "હવે કોર્ટમાં જાવ!"

Don 3 controversy: બોલિવૂડ અભિનેતા (Bollywood actor) રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે "ડોન 3" ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ હવે કોર્ટમાં જાય તો નવાઈ નથી. જ્યારે "ધરંધર" ફિલ્મના અભિનેતાએ ફિલ્મ છોડી દીધી, ત્યારે ફરહાન અખ્તર (Farhan Akhtar) ની ટીમે વિકાસ ખર્ચ અને સમયને લઈને 40 કરોડના વળતરની માંગણી કરી. જ્યારે મામલો ઉકેલાવાને બદલે વધુ વકરી રહ્યો છે. ત્યારે તેને પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા (Producers Guild of India) સમક્ષ ઉકેલ માટે લઈ જવામાં આવ્યો. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે, ગિલ્ડે પણ બંને પક્ષોને કાનૂની આશરો લેવાની સલાહ આપી છે.

Don 3 controversy 01_GUJARAT_FIRST

Advertisement

Don 3 controversy: ગિલ્ડ પણ સમાધાનમાં નિષ્ફળ

એક અહેવાલમાં જણાવાયું છે કે ગિલ્ડને લાગ્યું કે તે આ મુદ્દાને ઉકેલી શકશે નહીં. કારણ કે કોઈ પણ પક્ષ સમાધાન કરવા તૈયાર નથી. લગભગ બે અઠવાડિયા પહેલા, કરણ જોહર (Karan Johar), સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala), એકતા કપૂર (Ekta Kapoor), ઝોયા અખ્તર (Zoya Akhtar) અને પુનિત ગોએન્કા (Punit Goenka) સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ મુંબઈમાં આમિર ખાન (Aamir Khan) ના ઘરે સર્વસંમતિ સાધવાના પ્રયાસ માટે એકત્ર થયા હતા.

Advertisement

આ પણ વાંચો---- Malaika Arora ના જીવનમાં રોમાન્સની વાપસી, 'મિસ્ટ્રી મેન' સાથે દેખાઇ !

એવું કહેવાય છે કે ઘણા નિર્માતાઓ (Producers) ને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર થોડા જ હાજર રહ્યા. બંને પક્ષોએ વિગતવાર દલીલો રજૂ કરી. આ દરમિયાન રણવીર પોતાના કેસને ટેકો આપવા માટે ઇમેઇલ અને વોટ્સએપ વાતચીતનો ડોઝિયર (Dossier) લઈને આવ્યો. ફરહાન અને તેના બિઝનેસ પાર્ટનર (Business partner), રિતેશ સિધવાની (Ritesh Sidhwani)એ તેમના નાણાકીય દાવા રજૂ કર્યા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરહાન અને રિતેશ વળતરની માંગ પર અડગ છે, જ્યારે રણવીર પણ વળતર ના આપવાની વાત પર ટકી રહ્યો છે. જેના કારણે સમાધાન મુશ્કેલ બન્યું.

Don 3 controversy 03_GUJARAT_FIRST

નોંધનીય છે કે, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા માત્ર અમુક હદ સુધી જ હસ્તક્ષેપ કરી શકે છે. બંને પક્ષો પોતાના વલણ પર અડગ હોવાથી, ગિલ્ડના સભ્યોએ તેમને સલાહ આપી કે તેઓ તેમની કાનૂની ટીમોને સામેલ કરે અને યોગ્ય કાનૂની માધ્યમો (Legal means) દ્વારા આ મામલાનો ઉકેલ લાવે.

આ પણ વાંચો---- Actress Sargun Mehta ગુસ્સાથી લાલચોળ, કહ્યું, 'હું બે વર્ષથી પ્રેગનેન્ટ છું !'

ફરહાનને ગેરહાજર ડિરેક્ટર કહેવામાં આવ્યો

ગિલ્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવેલી આ મીટિંગ દરમિયાન રણવીરનો પક્ષ પણ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ (Excel Entertainment) પર બિનવ્યાવસાયિક વર્તનનો આરોપ લગાવ્યો હતો અને ફરહાનને ગેરહાજર ડિરેક્ટર (Absent Director) ગણાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ નિર્માતા અન્ય પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત હતા. અને ડોન 3ના કામ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરતા નહોતા. વધુમાં રણવીરે દાવો કર્યો હતો કે, પ્રોડક્શન હાઉસે ધુરંધરની સફળતા પછી ઋતિક રોશનને ભૂમિકા માટે કાસ્ટ કરવાનું વિચાર્યું હતું.

Don 3 controversy: રણવીર રકમ ચૂકવવા તૈયાર નથી

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે "ધૂરંધર" ની રજૂઆતના લગભગ બે અઠવાડિયા પહેલા સુધી રણવીર ફરહાન સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારબાદ તેણે પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો, જોકે અભિનેતાએ "ડોન 3" ના પ્રી-પ્રોડક્શન (Pre-production) અને ડેવલપમેન્ટ (Development) તબક્કા દરમિયાન થયેલા નુકસાનને કવર કરવાની વાત કરી હતી.

Don 3 controversy 02_GUJARAT_FIRST

એક સૂત્રએ જણાવ્યું હતું કે, રણવીર તે રકમ ચૂકવવા તૈયાર ન હતો કારણ કે તેની પાસે નુકસાન માટે કોઈ નાણાકીય જવાબદારી નહોતી. તે ફક્ત સદ્ભાવના તરીકે ચોક્કસ રકમ ચૂકવવા તૈયાર હતો, જેને ફરહાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો----- Rajpal Yadav જેલવાસની કડવી યાદોને પાછળ છોડી આગળ વધ્યા ! 

Tags :
Advertisement

.

×