Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Drishti's Daughter: દ્રષ્ટિની દીકરી લીલાની ક્યૂટ તસવીરો, જન્મના 14 મહિના પછી ફેન્સને બતાવ્યો ચહેરો

અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ પોતાની વ્હાલસોઈ દીકરીનો ચહેરો રિવિલ કરી દીધો છે. દીકરીના જન્મના 14 મહિના પછી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે. દ્રષ્ટિએ દીકરીનું નામ રાખ્યું છે લીલા...
drishti s daughter  દ્રષ્ટિની દીકરી લીલાની ક્યૂટ તસવીરો  જન્મના 14 મહિના પછી ફેન્સને બતાવ્યો ચહેરો
Advertisement
  • Drishti's Daughter: દ્રષ્ટિની ક્યૂટ દીકરી
  • 14 મહિના પછી ચહેરો કર્યો રિવિલ
  • સોશિયલ મીડિયામાં તસવીર કરી પોસ્ટ

Drishti's Daughter: અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ અંતે પોતાની નાનકડી રાજકુમારીનો ચહેરો જાહેર કરી દીધો છે. દીકરીના જન્મના 14 મહિના પછી તેની ક્યૂટ ક્યૂટ (Cute) તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તેણે પોતાની પ્રિન્સેસ (Princess) નો ચહેરો બતાવ્યો છે. નવા વર્ષ નિમિત્તે દરેક વ્યક્તિ પોતાના ચાહકોને પોતાની રીતે ભેટ આપી રહી છે. ત્યારે ટેલીવિઝન અભિનેત્રી દ્રષ્ટિ ધામી (Drashti Dhami) એ પણ પોતાના ચાહકોને ગિફ્ટ આપ્યું છે. દ્રષ્ટિએ ફેન્સને પોતાની દીકરીના ચહેરાના દર્શન કરાવ્યા છે.

Drishti's Daughter: બહુ જ ક્યૂટ છે દ્રષ્ટિની દીકરી

ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ 1 જાન્યુઆરીએ નવા વર્ષ નિમિત્તે પહેલીવાર તેની પુત્રી લીલાનો ચહેરો જાહેર કર્યો છે. અભિનેત્રીએ લીલાને સોશિયલ મીડિયામાં રિવિલ (Reveal) કરીને તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી. તેણીએ તેની પોસ્ટમાં લીલાની પહેલી ઝલક શેર કરી.

Advertisement

Advertisement

સુંદર લીલાની પહેલી તસવીર

આપને જણાવી દઈએ કે, લીલા 14 મહિનાની થઈ ગઈ છે. દ્રષ્ટિ ધામીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પર લીલાના ત્રણ ફોટા શેર કર્યા છે. આ ફોટા લીલાના પહેલા જન્મદિવસની ઉજવણીના હોય તેવું લાગે છે. આ ફોટામાં, લીલા આછા જાંબલી રંગનું સુંદર ફેરી ડ્રેસ (Fairy dress) પહેરેલો જોવા મળે છે. ફોટામાં, નાની છોકરી જાંબલી રંગનો ફ્રોક અને મેચિંગ હેરબેન્ડ (Hairband) પહેરેલી અને શણગારેલા જન્મદિવસની કેકની બાજુમાં ઉભી દેખાય છે. બેકગ્રાઉન્ડમાં જન્મદિવસની શુભેચ્છાઓ પણ લખેલી જોવા મળે છે. ફોટોઝમાં સરળ સજાવટ પણ દેખાય છે. આ ફોટા સાથે, દ્રષ્ટિએ કેપ્શનમાં લખ્યું, 'હેલો વર્લ્ડ! મળો મિસ લીલા ખેમકાને.'

આ પણ વાંચો----Bad cholesterol: શિયાળામાં જલદી વધે છે બેડ કોલેસ્ટ્રોલ!, આ 3 શાકભાજીના સેવનથી કરો કંટ્રોલ

ઓક્ટોબર 2024માં થયો હતો લીલાનો જન્મ

નોંધનીય છે કે, વર્ષ 2015માં ઉદ્યોગપતિ નીરજ ખેમકા (Neeraj Khemka) સાથે દ્રષ્ટિ ધામીના લગ્ન થયા હતા. તે ગત વર્ષે એટલે કે, 2024માં પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી. આ દંપતીએ 22 ઓક્ટોબર 2024માં પોતાની પ્રથમ સંતનના માતા-પિતા બન્યા હતા. તેમણે સંયુક્ત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ખુશખબર શેર કરી. હવે, 14 મહિના પછી, નવા વર્ષના દિવસે, આ દંપતીએ તેમની બાળકીની પહેલી ઝલક શેર કરી છે.

આ પણ વાંચો-----Bollywood New Year: નવા વર્ષની શરૂઆત સાથે સિનેમામાં દેશભક્તિની ગુંજ, અગસ્ત્ય નંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ઈક્કીસ’ને શાનદાર પ્રતિસાદ

આ પણ વાંચો-----BSNL લાવ્યું મોટું અપડેટ: Wi-Fi પરથી થશે કોલિંગ, નેટવર્ક વગર પણ વાતચીત શક્ય

Tags :
Advertisement

.

×