Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Drishyam 3: કહાની હજુ બાકી છે! વિજય સાળગાંવકર અને પોલીસની છેલ્લી ટક્કર

અજય દેવગનની હિટ ફ્રેન્ચાઇઝી 'Drishyam 3' ની સત્તાવાર જાહેરાત ફિલ્મનું પ્રથમ દમદાર ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ તબુ, શ્રેયા સરન અને ઈશિતા દત્તા ફરી જૂના અંદાજમાં દેખાશે વિજય સાળગાંવકરની વાર્તાનો આ...
drishyam 3  કહાની હજુ બાકી છે  વિજય સાળગાંવકર અને પોલીસની છેલ્લી ટક્કર
Advertisement
  • અજય દેવગનની હિટ ફ્રેન્ચાઇઝી 'Drishyam 3' ની સત્તાવાર જાહેરાત
  • ફિલ્મનું પ્રથમ દમદાર ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ
  • 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
  • તબુ, શ્રેયા સરન અને ઈશિતા દત્તા ફરી જૂના અંદાજમાં દેખાશે
  • વિજય સાળગાંવકરની વાર્તાનો આ અંતિમ પડાવ હોવાની પુષ્ટિ

Drishyam 3 : અજય દેવગનની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'દ્રશ્યમ'ના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ ફિલ્મની પ્રથમ ઝલક પણ રિલીઝ થઈ છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. વિજય સાળગાંવકર અને તેના પરિવારની આ રોમાંચક સસ્પેન્સ ડ્રામાનો અંતિમ પડાવ હવે પ્રેક્ષકો સમક્ષ આવવા જઈ રહ્યો છે.

અજય દેવગનની ' Drishyam 3' ની જાહેરાત

રિલીઝ કરવામાં આવેલા ૧ મિનિટ ૧૩ સેકન્ડના ટીઝર વીડિયોમાં વિજય સાળગાંવકર ફરી એકવાર પોતાના પરિવારની ઢાલ બનીને ઉભેલો જોવા મળે છે. વીડિયોની સૌથી આકર્ષક બાબત અજય દેવગનનો દમદાર અવાજ છે, જે બેકગ્રાઉન્ડમાં કહે છે, "દુનિયા મને ગમે તે નામે બોલાવે તેનાથી મને ફરક નથી પડતો. છેલ્લા ૭ વર્ષમાં જે કંઈ થયું અને જે મેં કર્યું, તેનાથી મને એક વાત સમજાઈ ગઈ છે કે આ દુનિયામાં દરેકનું સત્ય અલગ હોય છે." તે વધુમાં કહે છે કે, "જ્યાં સુધી બધા હારી ન જાય ત્યાં સુધી હું અહીં ચોકીદાર બનીને ઉભો છું, કારણ કે વાર્તા હજુ પૂરી થઈ નથી, છેલ્લો ભાગ હજુ બાકી છે."

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Star Studio18 (@starstudio18)

Advertisement

દ્રશ્યમ 3 ની સ્ટારકાસ્ટ અને સસ્પેન્સ

સ્ટારકાસ્ટની વાત કરીએ તો, અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે શ્રેયા સરન તેની પત્ની નંદિનીના રોલમાં પરત ફરશે. ઈશિતા દત્તા તેમની પુત્રી અંજુના રોલમાં જોવા મળશે, જે ૭ વર્ષમાં હવે મોટી થઈ ગઈ છે. તબુ ફરી એકવાર તે જ કડક પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક પાઠક, કુમાર મંગત અને આલોક જૈન જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

વિજય સાળગાંવકરની વાર્તાનો અંતિમ પડાવ

'દ્રશ્યમ'નો પ્રથમ ભાગ વર્ષ ૨૦૧૫માં આવ્યો હતો જે બ્લોકબસ્ટર રહ્યો હતો, ત્યારબાદ ૨૦૨૨માં બીજો ભાગ પણ દર્શકોને ખૂબ ગમ્યો હતો. હવે આ સસ્પેન્સથી ભરેલી સફરનો ત્રીજો અને અંતિમ ભાગ ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મોહનલાલની મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ'ની ઓફિશિયલ રિમેક છે.

દ્રશ્યમ 3 રિલીઝ ડેટ અને ચાહકોનો ઉત્સાહ

ગૃહ મંત્રાલય અને પોલીસને થાપ આપી પોતાના પરિવારને બચાવતા વિજય સાળગાંવકરની આ વાર્તા હવે કયા વળાંક પર પૂરી થશે તે જોવું રસપ્રદ રહેશે. ૨ ઓક્ટોબરના ખાસ દિવસે જ ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ આ ફિલ્મની કહાની સાથે વર્ષોથી જોડાયેલી છે

આ પણ વાંચો : 1300 કરોડના બજેટમાં બની રહી છે 'વારાણસી', રાજામૌલીએ પ્રિયંકાને કેટલી ફી આપી?

Tags :
Advertisement

.

×