Ajay Devgnને મળી Careerની સૌથી મોટી Opening
2 ઓક્ટોબર, ગાંધી જયંતિ (Gandhi Jayanti)ના દિવસે રિલીઝ થયેલી ફિલ્મે રજાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. બોક્સ ઓફિસ ટ્રેકર Sacnilkના આંકડા મુજબ ‘Drishyam 3’એ પહેલા દિવસે ભારતમાં આશરે ₹62 કરોડનું નેટ કલેક્શન (Net Collection) કર્યું હતું, જે અજય દેવગનના કરિયરની સૌથી મોટી ઓપનિંગમાંની એક બની છે. ફિલ્મનું પ્રથમ દિવસનું Worldwide Collection લગભગ ₹95 કરોડ સુધી પહોંચ્યું હોવાનું અલગ-અલગ ટ્રેડ રિપોર્ટ્સમાં જણાવાયું છે. બોક્સ ઓફિસ આંકડા સ્ત્રોત પ્રમાણે થોડા બદલાઈ શકે છે.
![Drishyam 3 The Conclusion, Drishyam 3 box office collection, Gujarat First]()
દોઢ દિવસમાં ₹100 Crore Club પાર
શનિવારે પણ ફિલ્મે મજબૂત પકડ જાળવી. Sacnilk મુજબ બીજા દિવસે ફિલ્મે ₹53.50 કરોડનું નેટ કલેક્શન કર્યું અને માત્ર 2 દિવસમાં ભારતમાં કુલ કમાણી ₹115.50 કરોડ પર પહોંચી ગઈ. India Gross ₹138.60 કરોડ અને Overseas Collection ₹38.50 કરોડ સાથે Worldwide Collection આશરે ₹177.10 કરોડ નોંધાયું છે. આ ગતિ જોતા ફિલ્મ રવિવારે સરળતાથી ₹200 કરોડની વૈશ્વિક કમાણી પાર કરી શકે તેવી અપેક્ષા છે.
ખાસ વાત એ છે કે ‘Drishyam 3’એ માત્ર 2 દિવસમાં ‘Drishyam 2’ના પહેલા 2 Weekendના સંયુક્ત નેટ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. ‘Drishyam 2’એ પ્રથમ Weekendમાં ₹64.14 કરોડ અને બીજા Weekendમાં ₹39.24 કરોડની કમાણી કરી હતી.
2 દિવસની કમાણીમાં મોટા રેકોર્ડ
હિન્દી માર્કેટમાં 2 દિવસના મોટા કલેક્શનની વાત કરીએ તો ‘Dhurandhar: The Revenge’ ₹200 કરોડથી વધુની કમાણી સાથે ઘણું આગળ છે. ‘Pushpa 2’ના હિન્દી વર્ઝને 2 દિવસમાં અંદાજે ₹127.20 કરોડ મેળવ્યા હતા, જ્યારે હવે ‘Drishyam 3’ ₹115.50 કરોડ સાથે મજબૂત સ્થાન પર પહોંચી છે. શાહરૂખ ખાનની ‘Jawan’એ પ્રથમ 2 દિવસમાં લગભગ ₹111.73 કરોડની કમાણી કરી હતી.
![Ajay Devgn Drishyam 3, Drishyam 3 Worldwide Collection, Gujarat First]()
Saturdayની કમાણીમાં ઘટાડો
જોકે શુક્રવારના ₹62 કરોડની સરખામણીએ શનિવારનું ₹53.50 કરોડનું કલેક્શન થોડું ઓછું રહ્યું, જે ફિલ્મના જબરદસ્ત ક્રેઝ વચ્ચે થોડું આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યું છે. હવે રવિવારનું કલેક્શન અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જો ત્રીજા દિવસે પણ ફિલ્મ ₹50 કરોડથી વધુ કમાણી કરે છે તો ‘Drishyam 3’ આવનારા દિવસોમાં વધુ મોટા હિન્દી બોક્સ ઓફિસ રેકોર્ડ્સને પડકાર આપી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ફિલ્મ અજય દેવગનના કરિયરની પહેલી ₹500 કરોડ કમાવનારી ફિલ્મ બનશે કે નહીં.
આ પણ વાંચો : Chuttamalle ગીતના મૉર્ફ્ડ વીડિયો પર લાલઘૂમ JR NTR , વાયરલ ક્લિપ બનાવનારા સામે આપી કાનૂની ચેતવણી
આ પણ વાંચો :Jaya Bachchan Viral Video : કેમેરા સામે અચાનક શું બન્યું? સીડી ચડતી વખતે અમિતાભે પત્ની જયાનો હાથ પકડી સૌને ચોંકાવી દીધા!