Drishyam-3 : ઓરિજિનલ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે તો રીમેક કોણ જોશે ? અજયને સતાવતો સવાલ
Mohanlal મલયાલમ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ કરશે Drishyam - 3
Ajay Devgan પહેલેથી જ Drishyam-3ની રીમેકની જાહેરાત કરી ચૂક્યો છે
દર્શકોને હિન્દીમાં ઓરિજનલ Drishyam -3 અને રીમેક Drishyam - 3 બંને જોવા મળશે
Drishyam-3 : બોલિવૂડમાં એક સાથે અજય દેવગન (Ajay Devgan) અને મોહનલાલ (Mohanlal) ની Drishyam-3 રિલીઝ થશે. આ ઘટના અજય દેવગન માટે સંકટ સમાન છે. મોહનલાલે તાજેતરમાં Drishyam-3 ની હિન્દીભાષામાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જ્યારે Drishyam-2 રિલીઝ થઈ ત્યારે અજય દેવગન અને મેકર્સ Drishyam-3 ની જાહેરાત કરી ચૂક્યા છે. હવે મોહનલાલ અને અજય દેવગનની એમ 2 Drishyam-3 હિન્દીમાં રિલીઝ થવાના સંજોગો સર્જાયા છે.
શું છે સમગ્ર મામલો ?
તાજેતરમાં મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ (Mohanlal) એ તેમની સુપરહિટ ક્રાઈમ સસ્પેન્સ થ્રિલર Drishyam ફ્રેન્ચાઈઝના 3જા ભાગ એટલે કે Drishyam-3 ની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર મોહનલાલે તેની મૂળ Drishyam-3 મલયાલમ સહિત હિન્દીમાં સમગ્ર ભારતમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અજય દેવગન (Ajay Devgan) એ વર્ષ 2022 માં Drishyam-2 ની રિલીઝ સાથે Drishyam-3 ની પણ જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં અજય દેવગન માટે ચિંતાનો વિષય એ છે કે જ્યારે મૂળ Drishyam-3 હિન્દીમાં રિલીઝ થશે, તો પછી બીજી રીમેક Drishyam-3 હિન્દીમાં કોણ જોશે?
આ પણ વાંચોઃ Hera Pheri-3 : વિવાદમાં કુદી પડ્યા જોની લીવર, પરેશ રાવલને આપી દીધી 'આ' સલાહ
અજયની Drishyam-3
Ajay Devgan ની Drishyam-3 પેનોરમા સ્ટુડિયોઝ ઈન્ટરનેશનલ લિમિટેડ અને ડિજિટલ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે મળીને બનાવી રહ્યા છે. ભારતીય શેરબજાર પર અંકુશ રાખતા સેબીને ઔપચારિક જાહેરાતમાં પેનોરમા સ્ટુડિયોઝ (Panorama Studios International Limited) એ જણાવ્યું હતું કે, અજય દેવગણ સ્ટારર ફિલ્મ Drishyam-3 નિર્માણમાં છે. જેમાં અજય મુખ્ય પાત્ર વિજય સાલગાંવકરના પાત્રમાં પરત ફરશે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક પાઠક કરશે. જેણે Drishyam-2'નું દિગ્દર્શન કર્યુ હતું.
મોહનલાલની Drishyam-3
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મોહનલાલની Drishyam-3 ની સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે મોહનલાલે આ ફિલ્મ મલયાલમ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. મલયાલમમાં Drishyam ફ્રેન્ચાઈઝ બોલિવૂડની જેમ સુપર ડુપર હિટ રહી છે. જો મોહનલાલ અજય દેવગન પહેલા Drishyam-3 હિન્દીમાં રિલીઝ કરશે તો અજય દેવગણની રીમેક Drishyam -3 માટે સંકટ ઊભું થશે.
આ પણ વાંચોઃ Thuglife Controversy : કમલ હાસનની અપકમિંગ ફિલ્મને ભાષા વિવાદનો એરુ આભડ્યો