Ekta Kapoor :એકતા-સ્મૃતિની 25 વર્ષ જૂની અતૂટ દોસ્તી
Ekta Kapoor : એકતા કપૂરે સ્મૃતિ ઈરાની પર પ્રેમ વરસાવતા કહ્યું 'મેરી તુલસી'. જાણો તેમની અઢી દાયકા જૂની દોસ્તી અને 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીઝન 2' માં તુલસી-મિહિરની વાપસી વિશેની રસપ્રદ વાતો.
ભારતીય ટેલિવિઝન જગતમાં જ્યારે પણ સૌથી આઇકોનિક શો અને પાત્રોની વાત થાય, ત્યારે 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'Kyunki Saas Bhi Kabhi Bahu Thi અને તેની 'તુલસી' નું નામ સૌથી પહેલાં આવે. આ શોએ માત્ર દર્શકોને જ મનોરંજન નથી આપ્યું, બલકે ટીવી ક્વીન એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની(Smriti Iran)ના રૂપમાં મનોરંજન જગતને એક એવી દોસ્તી આપી છે, જે અઢી દાયકા પછી પણ અડીખમ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આ બંનેની અતૂટ મિત્રતાની એક સુંદર ઝલક જોવા મળી છે.
Ekta Kapoor : સોશિયલ મીડિયા પર છવાયો બંનેનો પ્રેમ
તાજેતરમાં સ્મૃતિ ઈરાનીએ એકતા કપૂરને તેના નવા બિઝનેસ સાહસ માટે સોશિયલ મીડિયા પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સ્મૃતિએ એકતાના વખાણ કરતાં લખ્યું હતું કે, "તમે હંમેશાં ચમકતા રહ્યા છો, એકતા કપૂર! અને આજે તમે બીજાને પણ પોતાની ચમક ફેલાવવાની તક આપી છે... વધુ એક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન ."
સ્મૃતિના આ પ્રેમાળ સંદેશનો એકતા કપૂરે પણ એટલા જ વહાલથી જવાબ આપ્યો. એકતાએ સ્મૃતિની પોસ્ટ રિશેર કરતા લખ્યું, "મેરી તુલસી... તારો સાથ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે." સાથે જ તેણે હાર્ટ (Heart) ઇમોજી મૂકીને પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરી હતી.
25 વર્ષ બાદ પરત ફરી 'તુલસી' અને 'મિહિર'ની જોડી
વર્ષ 2000માં બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા શરૂ થયેલી સિરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'એ ભારતીય ટીવી ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ શો થકી જ સ્મૃતિ ઈરાની ઘર-ઘરની માનીતી 'તુલસી વિરાની' બની ગઈ હતી.
ચાહકો માટે સૌથી મોટો ઉત્સાહ એ છે કે, પ્રથમ સીઝનના બરાબર 25 વર્ષ બાદ ઓગસ્ટ 2025માં આ શોની બીજી સીઝન (Season 2) શરૂ થઈ ચૂકી છે. આ નવી સીઝનની સૌથી ખાસ વાત એ છે કે સ્મૃતિ ઈરાની ફરી એકવાર 'તુલસી'ના આઇકોનિક કિરદારમાં જોવા મળી રહી છે, અને તેની સાથે અમર ઉપાધ્યાય(Amar Upadhyay) પણ 'મિહિર'Mihirના રોલમાં પરત ફર્યા છે. આ જોડીને ફરીથી સ્ક્રીન પર જોઈને દર્શકો જૂની યાદોમાં સરી પડ્યા છે.
દોસ્તીમાં પણ આવ્યા હતા ચઢાવ-ઉતાર
જોકે, એકતા અને સ્મૃતિનો આ સફર હંમેશાં આટલો સહેલો ન હતો. 2000ના દાયકાના મધ્યમાં, જ્યારે આ શો તેની ચરમસીમા પર હતો, ત્યારે કેટલાક રચનાત્મક મતભેદો (Creative Differences) ને કારણે સ્મૃતિ ઈરાનીએ શો છોડી દીધો હતો. તે સમયે નિર્માતાઓએ તુલસીના પાત્ર માટે અભિનેત્રી ગૌતમી કપૂરને કાસ્ટ કરી હતી.
પરંતુ, સાચી દોસ્તી ક્યારેય લાંબો સમય નારાજગી સહન કરી શકતી નથી. થોડા સમય બાદ જ બંને વચ્ચેના અણબનાવ દૂર થયા અને સ્મૃતિની શોમાં શાનદાર વાપસી થઈ.
ગ્લેમર વર્લ્ડ માટે એક મિસાલ
છેલ્લા ઘણા વર્ષોથી આ બંને ખાસ મિત્રો એકબીજાના દરેક સુખ-દુઃખ અને સિદ્ધિઓમાં પડખે ઊભા જોવા મળે છે. પછી ભલે તે રાજકારણમાં સ્મૃતિ ઈરાનીની સફળતા હોય કે પછી એકતા કપૂરના નવા પ્રોજેક્ટ્સ. થોડા સમય પહેલાં જ એકતા કપૂરના 50મા જન્મદિવસ નિમિત્તે સ્મૃતિએ એક અત્યંત ભાવુક અને લાંબી પોસ્ટ લખીને તેમની વર્ષો જૂની મિત્રતાની ઉજવણી કરી હતી.
ગ્લેમર વર્લ્ડમાં જ્યાં સંબંધો રાતોરાત બદલાતા હોય છે, ત્યાં એકતા કપૂર અને સ્મૃતિ ઈરાનીની આ 25 વર્ષથી વધુ જૂની દોસ્તી ખરેખર એક મિસાલ સમાન છે.
આ પણ વાંચો : Sadhguru Jaggi Vasudev ની શરણમાં Ranveer Singh, જાણો શુ પુછ્યું !

