એલ્વિશ યાદવનું ટેન્શન વધ્યું, ગાઝિયાબાદ કોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ
- એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી
- ગાઝિયાબાદ કોર્ટે તેની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો
- સૌરભ ગુપ્તાની સોસાયટીમાં બળજબરીથી પ્રવેશવાનો આરોપ
Elvish yadav : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. તાજેતરમાં, ગાઝિયાબાદ કોર્ટે તેની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. તેના પર મેનકા ગાંધીના NGO પીપલ ફોર એનિમલ્સ (PFA) ના સભ્ય સૌરભ ગુપ્તાની સોસાયટીમાં બળજબરીથી પ્રવેશવાનો અને તેમનો પીછો કરવાનો આરોપ છે.
સોસાયટીમાં બળજબરીથી પ્રવેશવાનો આરોપ
મળતી માહિતી મુજબ, સૌરભ ગુપ્તાએ ગાઝિયાબાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં, એલ્વિશ યાદવ અને તેના સાથીઓ પર તેમની સોસાયટીમાં બળજબરીથી પ્રવેશવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, એલ્વિશ તેની અને તેના ભાઈ ગૌરવ ગુપ્તાની રેકી કરી રહ્યો હતો.
આ પણ વાંચો : Entertainment:કંગના રનૌતની ફિલ્મ પર વિવાદ કેમ?,જાણો શું છે મામલો
નંદગ્રામ પોલીસ સ્ટેશને ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી ન હતી
ખરેખર, આ પહેલા PFA એ નોઈડામાં એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાવી હતી. જે બાદ તેણે યુટ્યુબર પર આ આરોપો લગાવ્યા છે. આ મામલે ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. જ્યારે સ્થાનિક પોલીસે કાર્યવાહી ન કરી, ત્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો. હવે કોર્ટે આ મામલે FIR નોંધવાના નિર્દેશ આપ્યા છે.
'લાફ્ટર શેફ્સ 2' 25 જાન્યુઆરીએ કલર્સ ટીવી પર શરૂ થશે
તમને જણાવી દઈએ કે, એલ્વિશ યાદવ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ 2' માં ભાગ લઈ રહ્યો છે. આ શોનુ 25 જાન્યુઆરીએ કલર્સ ટીવી પર પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ વખતે આ શો ભારતી સિંહ હોસ્ટ કરશે, એલ્વિશ ઉપરાંત, શોમાં મન્નારા ચોપરા, અબ્દુ રોજિક, રૂબીના દિલૈક અને અન્ય કલાકારો પણ જોવા મળશે.
આ પણ વાંચો : જાણીતી અભિનેત્રી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર,સંગમમાં કરશે પિંડદાન