Entertainment:કંગના રનૌતની ફિલ્મ પર વિવાદ કેમ?,જાણો શું છે મામલો
- અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ફરી વિવાદમાં
- 'Emergency'પર બ્રિટનમાં વિરોધ
- થિયેટરોમાં ફિલ્મ સ્ક્રીનિંગમાં વિક્ષેપ
Entertainment: અભિનેત્રી (Entertainment)કંગના રનૌતની ફિલ્મ 'Emergency'પર બ્રિટનમાં શું હોબાળો છે? અને ભારત કેમ ગુસ્સે ભરાયું છે. તે મુદ્દે હવે કાર્યવાહીની માંગ કરાઇ છે. કંગનાની ફિલ્મ ઇમરજન્સીના વિરોધ મામલે યુકેના થિયેટરોમાં ફિલ્મ સ્ક્રીનિંગમાં વિક્ષેપ પડવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયે ખાલિસ્તાન સમર્થક તત્વો દ્વારા ધમકાવવાના આ કૃત્ય પર ચિંતા વ્યક્ત કરી. ફિલ્મને લઇને અનેક વિવાદોએ જોર પકડ્યો છે.
ઇમર્જન્સી' ફિલ્મનું સ્ક્રીનિંગ કેમ ખોરવાયું ?
કંગના રનૌતની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ 'ઇમર્જન્સી'નો લંડનમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે અહીં કેટલાક લોકોએ ફિલ્મ જોતા દર્શકોને ડરાવ્યા અને ધમકી આપી હતી. ભારતે આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પસંદગીપૂર્વક લાગુ કરી શકાતી નથી અને તેના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો -જાણીતી અભિનેત્રી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર,સંગમમાં કરશે પિંડદાન
ફિલ્મ વિરોધ મુદ્દે વ્યક્ત કરાઇ ચિંતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ બ્રીફિંગમાં આ ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ભારત સરકાર સતત હિંસક વિરોધ પ્રદર્શનો અને ધમકીઓનો મુદ્દો ઉઠાવી રહી છે. તેમણે કહ્યું, 'અમે એવા અહેવાલો જોયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા હોલમાં 'ઇમર્જન્સી' ફિલ્મનું સ્ક્રીનિંગ ખોરવાઈ ગયું હતું. અમે નિયમિતપણે યુકે સરકાર સમક્ષ હિંસક વિરોધ અને ધાકધમકી સંબંધિત મુદ્દાઓ ઉઠાવીએ છીએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિચારની સ્વતંત્રતા પસંદગીપૂર્વક લાગુ કરી શકાતી નથી અને જે લોકો તેમાં અવરોધ ઉભો કરી રહ્યા છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.
આ પણ વાંચો -Sky Force: રીલિઝ થતા જ Akshay Kumar ને લાગ્યો મોટો ઝટકો,આ દેશોમાં મુકાયો પ્રતિબંધ
'બ્રિટિશ સરકારે પગલાં લેવા જોઈએ'
રણધીર જયસ્વાલે આશા વ્યક્ત કરી કે યુકે સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. તેમણે કહ્યું, 'અમને આશા છે કે યુકે સરકાર આ ઘટનામાં સામેલ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરશે.' લંડનમાં અમારું હાઇ કમિશન અમારા સમુદાયના સભ્યોની સલામતી અને લાભ માટે નિયમિત સંપર્કમાં છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારત અને તેના નાગરિકો સામે આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે અને યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.
બ્રિટિશ સંસદમાં પડઘો પડ્યો
કંગના રનૌતની આ ફિલ્મનો મુદ્દો બ્રિટિશ સંસદમાં પડઘો પડ્યો છે. અહીં, વિપક્ષી સાંસદ બોબ બ્લેકમેને દાવો કર્યો હતો કે 'નકાબ પહેરેલા ખાલિસ્તાની આતંકવાદીઓ' એ ઉત્તર-પશ્ચિમ લંડનના એક થિયેટરમાં દર્શકોને ધમકી આપી હતી. જ્યાં કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી' પ્રદર્શિત કરવામાં આવી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે યુકેના ગૃહ સચિવ યવેટ કૂપરને આ મામલે હસ્તક્ષેપ કરવા અને તેના પર નિવેદન જાહેર કરવા અપીલ કરી છે.