Bollywood : અમેરિકામાં ઋતિક રોશનના કાર્યક્રમથી વિવાદ, રામનવમીએ બીફ સમોસા, દારૂ પીરસ્યાનો દાવો
- 6 એપ્રિલના રોજ હ્યુસ્ટનમાં યોજાયો હતો કાર્યક્રમ
- સોશિયલ મીડિયામાં ઋતિક રોશનનો ઉગ્ર વિરોધ
- કાર્યક્રમના આયોજકો પાકિસ્તાની હોવાનો દાવો
Bollywood : બોલિવૂડ અભિનેતા ઋતિક રોશન વિવાદમાં સપડાયા છે. અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા ઋત્વિક રોશનના કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. 6 એપ્રિલે રામનવમીએ યોજાયેલા કાર્યક્રમમાં બીફ સમોસા અને દારૂ પીરસવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં અનેક યુઝર્સે આ મુદ્દે ઋતિક રોશનની ટિકા કરી છે અને તેની સ્પષ્ટતા માગી છે. મામલો એટલો ગરમાયો કે પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે "અમેરિકામાં રામ નવમીના પવિત્ર અવસર પર ઋત્વિક રોશનના શો દરમિયાન બેશરમીથી માંસ અને દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું."
હવે 12 એપ્રિલે શિકાગો અને 13 એપ્રિલે બે એરિયામાં કાર્યક્રમ થશે
આયોજકો પાકિસ્તાની અને ISI એજન્ટની નજીકના હોવાનો પણ કેટલાક યુઝર્સ દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઋતિક રોશન અમેરિકા પ્રવાસે છે અને વિવિધ શહેરોમાં મીટ એન્ડ ગ્રીટ ઈવેન્ટ કરી રહ્યો છે. પહેલી ઈવેન્ટ એટલાન્ટા શહેરમાં હતી ત્યારબાદ 6 એપ્રિલે ડલ્લાસ અને હ્યુસ્ટનમાં કાર્યક્રમ યોજાયો હતો. હવે 12 એપ્રિલે શિકાગો અને 13 એપ્રિલે બે એરિયામાં કાર્યક્રમ થશે.
થોડા સમય પહેલા, ઋતિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી
થોડા સમય પહેલા, ઋતિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે અમેરિકાના વિવિધ શહેરોમાં મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટ કરી રહ્યો છે, જ્યાં તે ચાહકોને મળશે. 6 એપ્રિલે હ્યુસ્ટનમાં તેમનો એક કાર્યક્રમ હતો. હવે, સોશિયલ મીડિયા પર કેટલાક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રામ નવમીના દિવસે આયોજિત આ કાર્યક્રમમાં બીફ સમોસા અને દારૂ વેચવામાં આવ્યો હતો. હવે ઋતિકને સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્યક્રમના આયોજકો પાકિસ્તાની છે અને ભારતમાં બ્લેકલિસ્ટ કરાયેલા ISI એજન્ટની નજીક છે.
આ બધી બાબતોને લઈને સોશિયલ મીડિયા પર લોકો ઋત્વિક રોશનથી ગુસ્સે છે.
આ બધી બાબતોને લઈને સોશિયલ મીડિયા પર લોકો ઋત્વિક રોશનથી ગુસ્સે છે. યુઝર્સનું કહેવું છે કે ઋત્વિકે આ અંગે સ્પષ્ટતા આપવી જોઈએ. થોડા સમય પહેલા ઋતિકે સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટ અંગે જે પોસ્ટ કરી હતી તે મુજબ, આ ઇવેન્ટ 4 એપ્રિલે શરૂ થઈ હતી. પહેલી ઇવેન્ટ એટલાન્ટા શહેરમાં હતી. ત્યારબાદ આ કાર્યક્રમ ડલ્લાસ અને હ્યુસ્ટનમાં યોજાયો.
આ પણ વાંચો: Rajkot : કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી ગરમાયું રાજકારણ