Payal Ghosh Depression:ફેમસ અભિનેત્રીનું છલકાયું દર્દ, કહ્યું-'ડિપ્રેશન, ચિંતા અને 2 વર્ષ સુધી...'
- ફેમસ અભિનેત્રીનું છલકાયું દર્દ
- ડિપ્રેશન અને ચિંતા સામે ઝઝૂમી અભિનેત્રી
- અભિનેત્રીએ 2 વર્ષ બાદ કર્યો ખુલાસો
Payal Ghosh Depression: ખરાબ સમય કોઈનો પણ સગો થતો નથી તે પછી ગમે તેટલી મોટી હસ્તી કેમ ના હોય. છેલ્લા 2 વર્ષથી બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી સાથે જ કંઈક આવો જ કિસ્સો બન્યો છે. આ અભિનેત્રી એટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી કે તેને તણાવ દૂર કરવા માટે દવાઓનો સહારો લેવો પડ્યો હતો. ત્યારે સવાલ એ છે કે, બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી સાથે એવું તે શું બન્યું કે તે ઘરમાં આખો દિવસ અને રાત રડતી રહી હતી.
ડિપ્રેશન અને ચિંતા સામે ઝઝૂમી અભિનેત્રી
ડિપ્રેશન અને ચિંતા સામે ઝઝૂમતી અને આખી રાત રડતી અભિનેત્રીનું નામ (actress payal ghosh)પાયલ ઘોષ છે. અભિનેત્રીએ 2 વર્ષ બાદ પોતાના જીવનમાં બનેલી ઘટનાનો અંગે ખુલાસો કર્યો છે. પાયલ ઘોષે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કામ ન મળવાને કારણે તે ડિપ્રેશન અને ચિંતા સામે ઝઝૂમી રહી હતી. આ મુશ્કેલ સમય દરમિયાન ન તો ઈન્ડસ્ટ્રીમાંથી મદદ મળી, ન તો પરિવાર કે ન તો મિત્રો તરફથી કોઈ ટેકો મળ્યો. તે સંપૂર્ણપણે એકલી હતી અને ઘણી વખત ઘરમાં બંધ રહીને રડતી હતી.
View this post on Instagram
આ પણ વાંચો -Sharmistha Panoli :ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત,કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
પાયલ ઘોષે જણાવી આપવીતી
પાયલે પોતાની માનસિક સ્થિતિને નિયંત્રિત કરવા માટે ડોકટરો અને દવાઓની મદદ લીધી હતી. તેણીએ કહ્યું હતું કે બે વર્ષ સુધી કામ ન મળવું ખૂબ જ મુશ્કેલ હતું જેના કારણે તેની બચત ખતમ થવા લાગી હતી. આ બે વર્ષમાં દરેક દિવસ મારા માટે દુઃસ્વપ્ન જેવો હતો.પોતાના સ્વાસ્થ્ય અંગે અભિનેત્રીએ કહ્યું હતું કે તે હવે ઠીક છે. ભગવાનની કૃપાથી, તેના માટે કામની તકો વધી રહી છે. જોકે ધીમે ધીમે પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સારી થઈ રહી છે. જો મને નવો પ્રોજેક્ટ મળે તો તે મારા માટે સારી વાત છે. હું નથી ઇચ્છતી કે બીજા કોઈને આ પ્રકારના તણાવ અને ચિંતામાંથી પસાર થવું પડે.