Oscar Awards 2025: અમેલિયા પેરેઝની ઝો સલ્ડાનાએ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો, સ્ટેજ પર થઇ ભાવુક
- 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂઆત થઇ
- આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાઈ રહ્યો છે
- આ વખતે એકેડેમી એવોર્ડ્સનું આયોજન કોનન ઓ'બ્રાયન કરી રહ્યા છે
Oscar Awards 2025: 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ ગઈ છે. આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાઈ રહ્યો છે. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું આયોજન કોનન ઓ'બ્રાયન કરી રહ્યા છે. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી છે. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સનો કરિશ્મા પણ જોવા મળ્યો. ચાલો જાણીએ કે અત્યાર સુધી કોણે એવોર્ડ જીત્યા છે.
શ્રેષ્ઠ સહાયક અભિનેતા - કિરન કલ્કિન (અ રીઅલ પેઈન)
શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીતવાની રેસમાં કિરન કલ્કિને એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને હરાવ્યા છે. એવોર્ડ જીત્યા પછી તેમણે બધાનો આભાર માન્યો છે. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - ઝો સલ્ડાના (એમિલિયા પેરેઝ)
એવોર્ડ જીત્યા પછી જોય ભાવુક થઈ ગઇ. સ્ટેજ પર આવીને તેમણે ફિલ્મના કલાકારો, ક્રૂ અને પરિવારનો આભાર માન્યો.
શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ - ધ સબસ્ટન્સ
શ્રેષ્ઠ અનુકૂલિત પટકથા - કોન્ક્લેવ
શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ - ફ્લો
શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન - પોલ ટેઝવેલ (વિકેડ)
શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ - અનોરા (સીન બેકર)
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન - વિકેડ
શ્રેષ્ઠ મૂળ ગીત - એલ માલ (એમિલિયા પેરેઝ)
શ્રેષ્ઠ દસ્તાવેજી ટૂંકી ફિલ્મ - ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા
શ્રેષ્ઠ દસ્તાવેજી ફીચર ફિલ્મ - નો અધર લેન્ડ
આ પણ વાંચો: Himachal : ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ, જાણો ક્યારે હવામાન સાફ રહેશે?