Bollywood: ધુરંધરે કાર્તિક-અનન્યાની ફિલ્મને આપી ધોબીપછાડ, પહેલા દિવસે જ ફિલ્મનું ખરાબ પ્રદર્શન!
- Bollywood: ‘ધુરંધર’ આગળ બધી જ ફિલ્મ ફેલ!
- કાર્તિક આર્યનની ફિલ્મને દર્શકોએ નકરી!
- દર્શકો ધુરંધર નિહાળવામાં વ્યક્ત!
- ‘તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી’ફિલ્મનું સુરસૂરિયું!
Bollywood: કાર્તિક આર્યન (Kartik Aaryan) અને અનન્યા પાંડે (Ananya Pandey) ની ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ને બોક્સ ઓફિસમાં જોઈએ તેવો પ્રતિસાદ નથી મળ્યો. ધુરંધરના તોફાનમાં કાર્તિક આર્યનની ફિલ્મ સારું પ્રદર્શન નથી કરી શકી. રણવીરસિંહની ધુરંધર જોવામાં મસ્ત દર્શકોને ઝકડી રાખવામાં કાર્તિક આર્યનની ફિલ્મ સફળ નથી રહી. કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને પહેલા દિવસે જ નિષ્ફળતાનો કડવો સ્વાદ ચાખવો પડ્યો છે.
Bollywood: કાર્તિક-અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અભિનિત રોમેન્ટિક-કોમેડી (Romantic-comedy) ફિલ્મે પહેલા ખૂબ જ ચર્ચા જગાવી હતી. સ્ટાર કાસ્ટે ફિલ્મનું વ્યાપક પ્રમોશન (Promotion) કર્યું, પરંતુ તે હજુ પણ તેના શરૂઆતના દિવસે ખાસ અસર નથી કરી શકી. નાતાલની રજાઓ દરમિયાન રિલીઝ (Release) થયેલી કાર્તિકની ફિલ્મને રણવીર સિંહની "ધુરંધર"એ ટક્કર આપી છે. આપને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની જોડી લોકપ્રિય જોડીઓમાંથી એક છે. તેમણે અગાઉ પણ સાથે કામ કર્યું છે. પરંતુ આ વખતે તેમની જોડીએ અપેક્ષિત જાદુ ચલાવી શકી નથી.
પહેલા દિવસે ફિલ્મનું કલેક્શન
તું મેરી મેં તેરા મેં તેરા તું મેરીના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ તો, પહેલા દિવસે માત્ર 7.50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના એડવાન્સ બુકિંગથી (Advance booking) આ ફિલ્મની કમાણીમાં ખાસ વધારો થયો નથી. સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં થોડો વધારો થશે તેવી મેકર્સને આશા છે.
ધુરંધરના તોફાનથી ફિલ્મ ઉડી ગઈ
રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' ઘણા સમયથી બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી રહી છે. બીજી કોઈ ફિલ્મ તેની બરાબરી કરી શકી નથી. નાતાલ (Christmas) ની રજાઓ દરમિયાન ધુરંધરે જંગી કમાણી કરી હતી. નાતાલના દિવસે ફિલ્મે 26.50 કરોડની કમાણી કરી હતી. જે 'તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી'ના કલેક્શન કરતા ત્રણ ગણી વધારે છે.
તું મેરી મેં તેરા મેં તેરા તું મેરીની વાત કરીએ તો, તેમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે, જેકી શ્રોફ (Jackie Shroff) અને નીના ગુપ્તા (Neena Gupta) પણ છે.
આ પણ વાંચો--- Perfect Masala Chai: જીવનનું અમૃત ‘ચા’, ક્યાક તમે પણ ખોટી પદ્ધતિથી નથી બનાવતા ને, શીખી લો પરફેક્ટ રીત...
આ પણ વાંચો--- Udaipur: ચાલતી કારમાં મહિલા મેનેજર પર ગેંગરેપ, IT કંપનીના CEO સહિત 3 લોકોની ધરપકડ


