Entertainment: તારા સુતરિયા અને વીરનું થઈ ગયું બ્રેકઅપ? એપી ધિલ્લોનનો કોન્સર્ટ બન્યું કારણ?
- Student of the Year ગર્લ તારા સુતરિયાનું બ્રેકઅપ
- વીર પહાડિયા સાથે તૂટ્યો પ્રેમસંબંધ
- એપી ધિલ્લોનના કોન્સર્ટ પછી થયો વિવાદ?
Entertainment: બોલિવૂડ (Bollywood) ના સૌથી પ્રખ્યાત કપલ્સ (Couples) માંથી એક તારા સુતારિયા (Tara Sutaria) અને વીર પહાડિયા એ તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. આ સમાચાર ચાહકો માટે આશ્ચર્યજનક છે. તાજેતરમાં જ બંનેએ પોતાના પ્રેમસંબંધને જાહેર કર્યો હતો. અને થોડા જ સમયમાં બંને વિખૂટા પડી ગયા છે. મળતી માહિતી અનુસાર, તારા અને વીર વર્ષ 2025 ની શરૂઆતથી જ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેના સંબંધોને લઈને ફેન્સે (Fence) ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. જો કે, બંનેની કેમિસ્ટ્રી (Chemistry) ઝડપથી સ્પષ્ટ થઈ ગઈ હતી. અને વર્ષ 2025ના મધ્યમાં બંનેએ તેમના સંબંધને સત્તાવાર જાહેર કર્યો હતો.
Entertainment: બ્રેકઅપ (Breakup) નું કારણ એપી ધિલ્લોન?
થોડા દિવસો પહેલા જ આ કપલ સોશિયલ મીડિયા પર સમાચારમાં હતું. તારા અને વીર પહારિયા એપી ધિલ્લોન (AP Dhillon) ના મુંબઈ કોન્સર્ટ (Concert) માં જોવા મળ્યા હતા. તારા એપી ધિલ્લોન પાસે સ્ટેજ પર ગઈ હતી. આ દરમિયાન સિંગર એપી ધિલ્લોને તારાના ગાલ પર ચુંબન કર્યું હતું. તે સમયે તેનો બોયફ્રેન્ડ (Boyfriend) વીર સ્ટેજ નજીક ઉભો હતો. તારાને એપીના નજીક જોઈને તેના હાવભાવ બદલાઈ ગયા હતા. વીર પહાડિયાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ચર્ચા એવી હતી કે, આ ઘટનાથી તે ખૂબ જ નારાજ હતો. જેના કારણે ઘણો વિવાદ થયો હતો. વીડિયો વાયરલ થયા પછી તારાએ સ્પષ્ટતા કરી હતી કે, આ ખોટી વાત છે. વીરે પણ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતુ કે, તેમની વાયરલ પ્રતિક્રિયા એક અલગ ગીત પ્રત્યે હતી.
Entertainment: વીર અને તારાનું બ્રેકઅપ
હવે સૂત્રો કહે છે કે આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે, બ્રેકઅપનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. તારા કે વીરે તેમના કથિત બ્રેકઅપ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.
રસપ્રદ વાત એ છે કે, બંને કલાકારોએ અગાઉના ઇન્ટરવ્યુ (Interview) માં તેમના સંબંધ વિશે જાહેરમાં વાત કરી હતી. વીરે તેમની પહેલી ડેટનો ઉલ્લેખ પણ કર્યો હતો. જ્યાં તે પિયાનો વગાડતો હતો અને તારા માટે સૂર્યોદય સુધી ગાયું હતું. હાલમાં બંનેમાંથી કોઈએ પણ તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો------ 20 મિનિટ સુધી વિચાર્યા બાદ અભિનેત્રીએ ટેકરી પરથી લગાવી છલાંગ
આ પણ વાંચો-----Gulf Countries માં Dhurandhar ફિલ્મ પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ, IMPPA નો PM મોદીને પત્ર


