Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળી બાદ પણ ચાલુ રહી 'TIGER 3' ની ધમાલ, JAWAN અને GADAR 2 નો તોડ્યો રેકોર્ડ

સલમાન ખાનની ફિલ્મ 'TIGER 3'નો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. આ ફિલ્મને રિલીઝ થયાને ત્રણ દિવસ થયા છે અને બીજા દિવસનું કલેક્શન શાનદાર સામે આવ્યું છે. બીજા દિવસે ફિલ્મે બમ્પર કમાણી કરીને 'જવાન', 'પઠાણ' અને 'ગદર 2' સહિતની તમામ...
દિવાળી બાદ પણ ચાલુ રહી  tiger 3  ની ધમાલ  jawan અને gadar 2 નો તોડ્યો રેકોર્ડ
Advertisement

સલમાન ખાનની ફિલ્મ 'TIGER 3'નો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. આ ફિલ્મને રિલીઝ થયાને ત્રણ દિવસ થયા છે અને બીજા દિવસનું કલેક્શન શાનદાર સામે આવ્યું છે. બીજા દિવસે ફિલ્મે બમ્પર કમાણી કરીને 'જવાન', 'પઠાણ' અને 'ગદર 2' સહિતની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જાણો બીજા દિવસે આ ફિલ્મનું કલેક્શન શું હતું.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ફિલ્મ 'TIGER 3' એ બીજા દિવસે લગભગ 57.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે પહેલા દિવસનું કલેક્શન 43 કરોડ હતું. આવી સ્થિતિમાં એકંદરે આ ફિલ્મે માત્ર બે દિવસમાં 100.5 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

Advertisement

BAAHUBALI 2, JAWAN અને GADAR 2 નો રેકોર્ડ તોડ્યો 

TIGER 3 ફિલ્મના જબરદસ્ત કલેક્શનને જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મ રિલીઝના બીજા દિવસે ઘણી ફિલ્મોને પછાડીને બીજા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. 'બાહુબલી 2'એ 40.25 કરોડ, 'ગદર'એ 38.7 કરોડ, 'ટાઈગર ઝિંદા હૈ'એ 36.54 કરોડ, 'જવાન'એ 30.5 કરોડ, 'બજરંગી ભાઈજાને 27.05 કરોડ, 'KGF ચેપ્ટર 2' 5.25 કરોડની કમાણી કરી હતી.

શાહરૂખની એન્ટ્રીએ દિલ જીતી લીધું

શાહરૂખ ખાનની એન્ટ્રીએ બધાને પ્રભાવિત કર્યા છે. જો કે આ એન્ટ્રી બાદ ઘણા સિનેમાઘરોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેના પર સલમાન ખાને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સાથે તેણે ટ્વીટ કરીને લોકોને કહ્યું કે આવા ફટાકડા ખતરનાક બની શકે છે. આવું ન કરો અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખો. સલમાનનું આ ટ્વીટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયું. ફિલ્મની વાત કરીએ તો તેને ચારે બાજુથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો -- Tiger 3 : સલમાન ખાનની એન્ટ્રી થતા જ થિયેટરમાં થયું કંઇક એવું કે લોકો જોતા રહી ગયા, Viral Video

Tags :
Advertisement

.

×