ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સલમાનની ex-girlfriend 63 વર્ષની ઉંમરે પણ અત્યારની Actress ને આપે છે ટક્કર

સલમાન ખાનની એક્સ ગર્લ્ડફ્રેન્ડ અને દિગ્ગજ અભિનેત્રી સંગીતા બિજલાની ફરી એકવાર સમાચારોમાં છે. કહેવાય છે કે, ઘણી વખત લોકોની ઉંમર વધે છે પરંતુ તેમના ચહેરાનો રંગ સમાન રહે છે. આનું ઉદાહરણ ભૂતપૂર્વ અભિનેત્રી સંગીતા બિજલાની છે. હાલમાં તેનો એક વીડિયો...
04:15 PM Aug 29, 2023 IST | Hardik Shah
સલમાન ખાનની એક્સ ગર્લ્ડફ્રેન્ડ અને દિગ્ગજ અભિનેત્રી સંગીતા બિજલાની ફરી એકવાર સમાચારોમાં છે. કહેવાય છે કે, ઘણી વખત લોકોની ઉંમર વધે છે પરંતુ તેમના ચહેરાનો રંગ સમાન રહે છે. આનું ઉદાહરણ ભૂતપૂર્વ અભિનેત્રી સંગીતા બિજલાની છે. હાલમાં તેનો એક વીડિયો...

સલમાન ખાનની એક્સ ગર્લ્ડફ્રેન્ડ અને દિગ્ગજ અભિનેત્રી સંગીતા બિજલાની ફરી એકવાર સમાચારોમાં છે. કહેવાય છે કે, ઘણી વખત લોકોની ઉંમર વધે છે પરંતુ તેમના ચહેરાનો રંગ સમાન રહે છે. આનું ઉદાહરણ ભૂતપૂર્વ અભિનેત્રી સંગીતા બિજલાની છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન સંગીતા બિજલાનીએ લોકોને વારંવાર તેનો વીડિયો જોવા માટે મજબૂર કર્યા હતા.

63 ની ઉંમરે પણ ખૂબ સુંદર લાગી રહી છે સંગીતા બિજલાની

સલમાનની એક્સ ગર્લ્ડફ્રેન્ડ તાજેતરમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી અને તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્યારથી સંગીતા બિજલાનીને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થવા લાગી છે. સંગીતા બિજલાનીની ગ્લેમરસ સ્ટાઈલ પર બધાની નજર ટકેલી હતી અને લોકો કહે છે કે 63 વર્ષની અભિનેત્રીએ ઉંમર માત્ર એક નંબર સાબિત કર્યો છે. વળી સંગીતા બિજલાનીના ચાહકો તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે અને ખૂબ ટિપ્પણી કરી રહ્યા છે. સંગીતા પહેલાની જેમ જ સુંદર અને બોલ્ડ લાગે છે. સંગીતાએ 1980માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. સંગીતા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. હાલમાં સંગીતા લાંબા સમયથી ફિલ્મી પડદાથી અંતર બનાવી રહી છે.

સંગીતા બિજલાનીએ ડીપ નેક ડ્રેસ પહેર્યો

આ દરમિયાન સંગીતાએ ગુલાબી એમ્બ્રોઇડરીનો ડીપ નેક ડ્રેસ પહેર્યો હતો, જેની સાથે તેણીએ ડાયમંડ ડેંગલર અને વીંટી પહેરીને તેના દેખાવને પૂરક બનાવ્યો હતો. આ સિવાય તેણે હળવો મેકઅપ પસંદ કર્યો. આ દરમિયાન સંગીતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એકંદરે આ લુકમાં સંગીતા ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેનો લુક જોઈને જ્યાં એક તરફ ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે તો બીજી તરફ આ ઉંમરમાં પણ તેનો ગ્લેમરસ લુક લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.

80ના દાયકાની જાણીતી અભિનેત્રી સંગીતા બિજલાની

સંગીતા બિજલાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સંગીતા તેના નવા નવા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ બની જાય છે. અભિનેત્રીની સુંદરતા સામે આજે પણ મોટી અભિનેત્રીઓ નિષ્ફળ જાય છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં તે સ્પોર્ટ થઇ હતી, જ્યા સંગીતા એટલી બોલ્ડ, હોટ અને બ્યુટીફુલ દેખાતી હતી કે તમે ચોંકી જશો. એ વાતથી કોઈ અજાણ નથી કે 80ના દાયકાની જાણીતી અભિનેત્રી સંગીતા બિજલાનીની સુંદરતાની ચર્ચા આજે પણ બોલિવૂડના કોરિડોરમાં થાય છે. આજે તે 63 વર્ષની થઈ ગઈ હોવા છતાં તેની સુંદરતા પર લોકો પોતાનું દિલ હારી રહ્યા છે. જીહા, સંગીતા 63 વર્ષની છે પરંતુ તેના લુકના કારણે લોકો ફરી પાગલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - સલમાન ખાને બોલીવુડમાં પુરા કર્યા 35 વર્ષ, ફેન્સને કહ્યું 35 વર્ષ, 35 દિવસની જેમ વીતી ગયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
actressBollywoodSalman's ex-girlfriendSangeeta Bijlani
Next Article