ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રમોશન વગર જ ઘનુષની 'Captain Miller' એ મચાવી ધૂમ, બે દિવસમાં કરી આટલી કમાણી!

આ વર્ષે 12 જાન્યુઆરીના રોજ સાઉથના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોએ થિયેટરમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મોમાં સાઉથના એક્ટર વિજય સેતુપતિ અને કેટરિના કેફની બોલિવૂડ ફિલ્મ 'મેરી ક્રિસમસ', ધનુષની (Dhanush) મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) સામેલ છે. ધનુષની 'કેપ્ટન...
01:08 PM Jan 14, 2024 IST | Vipul Sen
આ વર્ષે 12 જાન્યુઆરીના રોજ સાઉથના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોએ થિયેટરમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મોમાં સાઉથના એક્ટર વિજય સેતુપતિ અને કેટરિના કેફની બોલિવૂડ ફિલ્મ 'મેરી ક્રિસમસ', ધનુષની (Dhanush) મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) સામેલ છે. ધનુષની 'કેપ્ટન...

આ વર્ષે 12 જાન્યુઆરીના રોજ સાઉથના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોએ થિયેટરમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મોમાં સાઉથના એક્ટર વિજય સેતુપતિ અને કેટરિના કેફની બોલિવૂડ ફિલ્મ 'મેરી ક્રિસમસ', ધનુષની (Dhanush) મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) સામેલ છે. ધનુષની 'કેપ્ટન મિલર' બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.

'કેપ્ટન મિલર'નું બ્લોકબસ્ટર ડેબ્યુ

જણાવી દઈએ કે, 'કેપ્ટન મિલર' (Captain Miller) એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન અરુણ માથેશ્વરને કર્યું છે. આ ફિલ્મ રિલીઝ થયાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે આ ફિલ્મે પહેલા દિવસે રૂ. 8.65 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે, હવે બીજા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. ધનુષની આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ, શુક્રવારની સરખામણીમાં શનિવારે ફિલ્મને નજીવું નુકસાન થયું હતું. શનિવારે ફિલ્મે રૂ. 6.75 કરોડ સુધીની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન રૂ. 15.75 કરોડ પહોંચ્યું છે.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ 'મેરી ક્રિસમસ' (Merry Christmas) અને 'અયલાન' સાથે રિલીઝ થઈ હતી. ધનુષની ફિલ્મે આ બંને ફિલ્મોને પાછળ છોડી દીધી છે. 'અયલાન' બે દિવસમાં રૂ. 6.17 કરોડનું કલેક્શન કર્યું. તે જ સમયે 'મેરી ક્રિસમસ' માત્ર રૂ. 4.98 કરોડની કમાણી જ કરી શકી હતી.

કેપ્ટન મિલરની સ્ટાર કાસ્ટ

'કેપ્ટન મિલર' (Captain Miller) ફિલ્મ એ ધનુષ અને સમગ્ર ટીમની ત્રણ વર્ષની મહેનતનું પરિણામ છે. આ ફિલ્મમાં ધનુષ સિવાય પ્રિયંકા અરુણ મોહન, સંદીપ કિશન અને શિવરાજકુમાર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. 'કેપ્ટન મિલર' ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. ફિલ્મ 'નો પ્રમોશન' સાથે દર્શકોમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મ માટે જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો - Nayanthara : ફિલ્મ ‘Annapoorani’ સામે વિરોધ ઉગ્ર થયો, અભિનેત્રી નયનતારા સહિત 7 સામે ફરિયાદ

Tags :
Ayalanbollywood-newsCaptain MillerDhanushGujarat FirstGujarati NewsMerry ChristmasVijay Sethupathi
Next Article