Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahat Fateh Ali Khan ના ધરપકડના સમાચાર Fake, વીડિયો શેર કરી સત્ય જણાવ્યું...

પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan)ની પોલીસે દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan) વિરુદ્ધ દુબઈમાં તેમના પૂર્વ મેનેજર અને પ્રખ્યાત શોબિઝ પ્રમોટર સલમાન અહેમદ દ્વારા...
rahat fateh ali khan ના ધરપકડના સમાચાર fake  વીડિયો શેર કરી સત્ય જણાવ્યું
Advertisement

પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan)ની પોલીસે દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan) વિરુદ્ધ દુબઈમાં તેમના પૂર્વ મેનેજર અને પ્રખ્યાત શોબિઝ પ્રમોટર સલમાન અહેમદ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ દુબઈ પોલીસ રાહતની પૂછપરછ કરી રહી છે. રાહત તેના સિંગિંગ શો માટે લાહોરથી દુબઈ પહોંચ્યા હતા.

રાહતે વિડિયો જાહેર કર્યો...

પોતાની ધરપકડના સમાચાર વચ્ચે રાહત ફતેહ અલી ખાને (Rahat Fateh Ali Khan) એક વીડિયો જાહેર કરીને પોતાની ધરપકડના સમાચારને નકારી કાઢ્યા છે. જોકે, તેણે આ વાત સીધી રીતે કહી ન હતી. ધરપકડના મુદ્દાને અવગણીને તેણે કહ્યું કે હું મારા ગીતો રેકોર્ડ કરવા દુબઈ આવ્યો છું, અને બધું બરાબર છે. હું તમને વિનંતી કરીશ કે આવી ખરાબ અફવાઓ પર ધ્યાન ન આપો. દુશ્મનો જે વિચારે છે તેવું કંઈ નથી. હું ટૂંક સમયમાં મારા દેશમાં પાછો ફરીશ અને એક નવા ગીત સાથે તમને મળીશ.

Advertisement

Advertisement

જાણો શું છે વિવાદ...

તમને જણાવી દઈએ કે રાહતે થોડા મહિના પહેલા વિવાદ બાદ અહેમદને બરતરફ કરી દીધો હતો. આ સિવાય રાહત અને અહેમદ બંનેએ એકબીજા પર કેસ દાખલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. રાહતે ભારતમાં ઘણું નામ કમાવ્યું છે. બોલિવૂડમાં તેના આવા ઘણા ગીતો છે, જે આજે પણ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.

આ પણ વાંચો : પાકિસ્તાની ગાયક Rahat Fateh Ali Khan ની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ...

આ પણ વાંચો : Anil Ambani-ટીના મુનીમ સાથેની અનોખી પ્રેમ કહાની

આ પણ વાંચો : Sanjay Leela Bhansali-ફિલ્મોમાં નવું જ પરિમાણ લાવનાર ગરવો ગુજરાતી

Tags :
Advertisement

.

×