Farah Khan : બૉલીવુડની ટોપની કોરિયગ્રાફર અને ડિરેક્ટર
Farah Khan-બૉલીવુડની સફળ કોરીઓગ્રાફર.ઐશ્વર્યા રાય-બચ્ચન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન સહિતના અનેક સેલિબ્રિટીઓને પોતાની આંગળીનો નચાવવા માટે સક્ષમ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બિગ બોસ તરીકેનો ઓળખ ધરાવતી ફેમસ કોરિયગ્રાફર ફરાહ ખાન (Farah Khan)નો આજે જન્મદિવસ છે.
ફરાહે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ઊભી કરી છે અને આ દરમિયાન જ તેણે અનેક ચઢાવૃ-ઉતારનો સામનો પણ કર્યો છે. ફરાહના જન્મદિવસે ચાલો જાણીએ તેની સ્ટ્રગલ બટ સક્સેસ સ્ટોરી-
નવમી જાન્યુઆરીના જન્મેલી ફરાહ ખાને ખૂબ જ નાની વયે ગરીબી, પિતાનું નિધન જેવી અનેક સમસ્યાોનો સામનો કર્યો પણ તેણે ક્યારેય પોતાની અને સફળતાની વચ્ચે આ અવરોધોને આવવા નથી દીધા. આજે ફરાહની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટોપની કોરિયગ્રાફર અને ડિરેક્ટરમાં કરવામાં આવે છે.
પિતા કામરાન ખાન ફિલ્મ ડિરેક્ટર
Farah Khan-ફરાહના પિતા કામરાન ખાન ફિલ્મ ડિરેક્ટર હતા અને ખૂબ જ ધનવાન હતા. જીવનની ગાડી એકદમ સ્મુધલી આગળ વધી રહી હતી પરંતુ અચાનક પરિસ્થિતિ પલટાઈ અને અમીરીમાં જીવી રહેલો ફરાહનો પરિવાર એક ફિલ્મને કારણે રસ્તા પર આવી ગયો. કામરાને પોતાની બધી સેવિંગ એક ફિલ્મમાં લગાવી દીધી, પરંતુ આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ.કામરાન દારૂના નશામાં ચૂર રહેવા લાગ્યા અને આખરે તેમનું નિધન થઈ ગયું. આખો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, પરંતુ ફરાહ ખાને હવે પરિવારની બાગડોર પોતાના હાથમાં લીધી અને સખત પરિશ્રમ અને મહેનતથી આખરે સફળતા મેળવીને જ રાહતનો શ્વાસ લીધો.
40 વર્ષની ઉંમરમાં પોતાનાથી 9 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન
વાત કરીએ ફરાહ ખાનની પર્સનલ લાઈફની તો ફરાહ ખાને 40 વર્ષની ઉંમરમાં પોતાનાથી 9 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા. બંનેનો ધર્મ અલગ છે. શિરીષને ફરાહ પર ખૂબ જ પહેલાંથી ક્રશ હતો અને 2004માં ફિલ્મ 'મૈં હૂં ના'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું જેની ડિરેક્ટર ફરાહ હતી.
ફરાહ ખાને ખુદ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગ્નના બે વર્ષ સુધી તેણે નેચરલી કન્સિવ કરવાની ટ્રાય કરી, પણ તેમાં સફળતા ન મળતા આખરે 42 વર્ષની ઉંમરે આઈવીએફથી તે પ્રેગ્નન્ટ થઈ. એક મહિના બાદ તેમને જાણ થઈ કે તેમને એક નહીં પણ ત્રણ સંતાનો થશે. ટ્રિપ્લેટ્સની વાત સાંભળીને ફરાહ ચોંકી ઉઠી હતી. ફરાહના ત્રણે સંતાનો હવે 17 વર્ષના થઈ ગયા છે.
Farah Khan- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ રૂતબો
આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરાહ ખાનનો એક અલગ જ રૂતબો છે અને લોકો એના નામથી જ છે. સલમાન ખાન અને ફરાહ વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અને આ જ કારણે તે અવારનવાર સલમાન ખાનની ગેરહાજરીમાં રિયાલિટી ટીવી શો બિગ બોસ પણ હોસ્ટ કરતી જોવા મળે છે. પોતાના કામમાં અવ્વલ હોવાની સાથે સાથે જ ફરાહ ખૂબ જ સ્ટ્રિક્ટ પણ છે એટલે જ લોકો તેનાથી ડરે છે.
આ પણ વાંચો-ઈમરજન્સીના વિવાદોથી થાકી Kangana Ranaut! ક્યારેય રાજકીય ફિલ્મ ન બનાવવાનો કર્યો નિર્ણય