ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Farah Khan એ માલદીવ વેકેશનનો ફોટો કર્યો શેર અને વાયરલ થયો તેનો કૂક દિલીપ, જાણો કેમ ?

બોલિવૂડની જાણીતી ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર Farah Khan એ માલદીવ વેકેશનનો ફોટો શેર કર્યો અને સોશિયલ મીડિયામાં તેનો કૂક દિલીપ (Dilip) વાયરલ થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
12:00 PM Jun 08, 2025 IST | Hardik Prajapati
બોલિવૂડની જાણીતી ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર Farah Khan એ માલદીવ વેકેશનનો ફોટો શેર કર્યો અને સોશિયલ મીડિયામાં તેનો કૂક દિલીપ (Dilip) વાયરલ થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
Farah Khan Gujarat First

Farah Khan : બોલિવૂડની જાણીતી ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan) અત્યારે માલદીવ વેકેશન ગાળી રહી છે. માલદીવમાંથી ફરાહે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ઈઝીવેરમાં ચીલ કરતી જણાય છે. આ ફોટો પોસ્ટ કર્યા બાદ નેટિઝન્સ અને ફેન્સ તો ઠીક પણ સેલીબ્રિટી પણ પુછી રહ્યા છે કે તમારો કૂક દિલીપ ક્યાં છે ? કેમ નેટિઝન્સ અને સેલીબ્રિટી ફરાહને તેના કૂક વિશે પુછી રહ્યા છે આવો તે જાણીએ.

થોડા દિવસ પહેલાની ઘટના

ફરાહ ખાન અને તેના કૂકનો એરપોર્ટ પરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આ કૂક તેની પહેલી ઈન્ટરનેશનલ ટૂર બદલ પાપારાઝીને મીઠાઈ વહેંચી રહ્યો હતો. આ વીડિયો બાદ ફરાહ ખાને માલદીવ વેકેશનનો ફોટો શેર કર્યો છે. જેમાં તે એકલી ઈઝીવેરમાં ચીલ કરતી જણાય છે. તેથી જ ફેન્સ અને સેલીબ્રિટી પુછી રહ્યા છે કે કૂક દિલીપ ક્યાં છે ?

આ પણ વાંચોઃ  Rajpal Yadav એ દોડીને ધર્મેન્દ્રના કર્યા ચરણ સ્પર્શ , ફેન્સે છોટે પંડિતના કર્યા ભરપેટ વખાણ

ફરાહનો રમૂજી જવાબ

બોલિવૂડની જાણીતી ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને માલદીવ વેકેશનનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો પોસ્ટ થયા બાદ બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) જે ફરાહ ખાનની સારી મિત્ર પણ છે તેને ફરાહને પૂછી લીધું કે, તારો કૂક દિલીપ (Celebrity chef Dilip) ક્યાં છે ? મલાઈકાએ ઓપ્શન પણ આપ્યા શું તે સ્વિમિંગ કરી રહ્યો છે કે સનબાથ લઈ રહ્યો છે ? મલાઈકા અરોરાને ફરાહ ખાને રમૂજી અંદાજમાં જવાબ આપ્યો કે, દિલીપ અત્યારે મસાજ કરાવી રહ્યો છે.

દિલીપ પણ છે પોપ્યુલર

જ્યારથી ફરાહ ખાને તેની કૂકિંગ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, ત્યારથી તેના રસોઈયા દિલીપની ફેન ફોલોઈંગ ખૂબ વધી ગઈ છે. દિલીપ સામાન્ય લોકોથી લઈને સેલીબ્રિટી સુધી બધાને ખબર છે. Farah Khan તેના વ્લોગમાં કૂક દિલીપ સાથે સેલીબ્રિટીના ઘરે કે હોટલમાં જાય છે. દિલીપે તાજેતરમાં શાહરૂખ ખાન સાથે એક જાહેરાત શૂટ કરી હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  Bhojpuri Cinema : ભોજપુરી ગીત 'ચુમ્મા દે દે' એ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી

Next Article