ખામેનીના નિધન પર ફરહાના ભટ્ટ ભાવુક થતા હિના ખાનના પતિ રોકી જયસ્વાલ ભડક્યા, જાણો શું કહ્યું....
- ફરહાના ભટ્ટે ઈરાની નેતા ખામેનીને 'મસીહા' કહેતા સોશિયલ મીડિયા પર વિવાદ (Farhana Bhatt Controversy)
- રોકી જયસ્વાલનો કટાક્ષ: "તમે દેશના રક્ષકોની પીઠમાં જ છરો મારો છો"
- ખામેનીના મોત બાદ ગલ્ફ દેશોમાં હાલ પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના ચોથા દિવસે સ્થિતિ વધુ ગંભીર બની છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં (Riyadh) સ્થિત અમેરિકી દૂતાવાસ (US Embassy) ના પરિસરમાં ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આ આંતરરાષ્ટ્રીય તણાવની અસર હવે ભારતીય મનોરંજન જગત (Entertainment Industry) પર પણ જોવા મળી રહી છે. "બિગ બોસ 19" (Bigg Boss 19) ની લોકપ્રિય સ્ટાર્સ ફરહાના ભટ્ટ (Farhana Bhatt) દ્વારા ઈરાની નેતા આયાતુલ્લા અલી ખામેનીના (Ayatollah Ali Khamenei) મૃત્યુ પર શોક વ્યક્ત કરાતા મોટો વિવાદ સર્જાયો છે. ફરહાના ભટ્ટે ખામેનીના મોત પર શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયમાં ભારે ટ્રોલ થઇ હતી અને હિનાખાનના પતિ તેમના પર ભડક્યા હતા
Farhana Bhatt Controversy રોકી જયસ્વાલનો ફરહાના ભટ્ટ પર આકરો પ્રહાર
હિના ખાનના (Hina Khan) પતિ રોકી જયસ્વાલે (Rocky Jaiswal) ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને ફરહાના ભટ્ટની આકરી ટીકા કરી છે. ફરહાનાએ ખામેનીને "મસીહા" ગણાવ્યા હતા, જેના જવાબમાં રોકીએ કટાક્ષ કરતા લખ્યું કે, "તમે લોકો તમારી રક્ષા કરનારાઓની પીઠમાં જ છરા મારશો." તેમણે વધુમાં ઉમેર્યું કે, "તમે ખાનગીમાં કોનો શોક કરો છો તેની મને પરવા નથી, પરંતુ જો તમે તેને જાહેર કરો છો, તો તમારી ટીકા થવી સ્વાભાવિક છે."
દેશભક્તિ અને વિદેશી નેતા પ્રત્યેના પ્રેમ પર સવાલો
રોકી જયસ્વાલે પોતાની પોસ્ટમાં ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, "મેં ક્યારેય આ શોકગ્રસ્તોને ભારતીય સેના (Indian Army), પોલીસ કે પીડિતો માટે આંસુ વહાવતા જોયા નથી. આપણા મહાન ડૉ. એપીજે અબ્દુલ કલામ (APJ Abdul Kalam) માટે પણ તમે પ્રેમ વ્યક્ત નથી કર્યો. તમે તમારા પોતાના દેશ વિરુદ્ધ જઈને વિદેશીઓ માટે ઉભા રહો છો." આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
જ્યાં ઘણા લોકો રોકી જયસ્વાલના દેશપ્રેમ અને તર્કને ટેકો આપી રહ્યા છે, ત્યાં કેટલાક યુઝર્સ ફરહાના ભટ્ટના સમર્થનમાં આવ્યા છે. કેટલાક લોકો રોકી પર માત્ર 'લાઈમલાઈટ' (Limelight) મેળવવા માટે આવા નિવેદનો કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: Nora Fatehi reaction : "હું અંદરથી હચમચી ગઈ છું", યુદ્ધના ભય વચ્ચે નોરાનો ભાવુક વીડિયો


