ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BB19 વિનર ગૌરવ ખન્ના: ફર્સ્ટ રનરઅપ ફરહાનાએ કહ્યું, 'લાયક નથી'

ગૌરવ ખન્નાએ 'બિગ બોસ 19'ની ટ્રોફી અને ₹50 લાખ જીત્યા. જોકે, ફર્સ્ટ રનરઅપ ફરહાના ભટ્ટે તેની જીત પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ફરહાનાએ કહ્યું કે ગૌરવે શોમાં 'સેફ ગેમ' રમી, કોઈ સ્ટેન્ડ નહોતું અને તે જીતને લાયક નથી. ફરહાનાએ દાવો કર્યો કે ગૌરવે ટ્રોફી જીતી, પરંતુ દિલ તો તેણે જ જીત્યા છે. તેની કુલ કમાણી લગભગ ₹45 લાખ રહી હતી.
01:51 PM Dec 08, 2025 IST | Mihirr Solanki
ગૌરવ ખન્નાએ 'બિગ બોસ 19'ની ટ્રોફી અને ₹50 લાખ જીત્યા. જોકે, ફર્સ્ટ રનરઅપ ફરહાના ભટ્ટે તેની જીત પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ફરહાનાએ કહ્યું કે ગૌરવે શોમાં 'સેફ ગેમ' રમી, કોઈ સ્ટેન્ડ નહોતું અને તે જીતને લાયક નથી. ફરહાનાએ દાવો કર્યો કે ગૌરવે ટ્રોફી જીતી, પરંતુ દિલ તો તેણે જ જીત્યા છે. તેની કુલ કમાણી લગભગ ₹45 લાખ રહી હતી.

Farhana On gaurav Khanna : ગૌરવ ખન્નાએ 'બિગ બોસ 19'ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. 7 ડિસેમ્બરના રોજ ગ્રાન્ડ ફિનાલે બાદ આ શોનો પડદો પડી ગયો. શોના ફર્સ્ટ રનરઅપ ફરહાના ભટ્ટ અને સેકન્ડ રનરઅપ પ્રણિત મોરે હતા.

આ સીઝનની ટ્રોફી માટે ગૌરવ ખન્ના, તાન્યા મિત્તલ, પ્રણિત મોરે, અમાલ મલિક અને ફરહાના ભટ્ટ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ગૌરવે ટ્રોફી જીતવાની સાથે રૂ.50 લાખની રોકડ ઇનામી રકમ પણ પોતાના નામે કરી.

આ જીત બાદ હવે ફર્સ્ટ રનરઅપ ફરહાના ભટ્ટનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે સ્પષ્ટપણે કહી રહી છે કે તે ગૌરવ ખન્નાને આ જીતને લાયક માનતી નથી.

Farhana On gaurav Khanna : ગૌરવે કશું કર્યું નથી

ગૌરવ ખન્નાની જીત બાદ મીડિયા સાથે વાત કરતી વખતે ફરહાના ભટ્ટે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે વાતચીતમાં ગૌરવ ખન્નાની જીત પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું:

"મને નથી લાગતું કે તે આ ટ્રોફીને લાયક હતો. કારણ કે તેણે 'બિગ બોસ 19'માં એવું કશું કર્યું નથી. તેણે એક પણ એવી વસ્તુ કરી નથી જેનાથી તે વિજેતા દેખાય. તેનો કોઈ સ્પષ્ટ સ્ટેન્ડ નહોતો. તે હંમેશા સેફ ગેમ રમ્યો. તેણે પોતાના વર્તનથી લોકોને 'ડીમીન' (નીચા દેખાડ્યા) કર્યા, જેને મેં ઘણીવાર હાઇલાઇટ પણ કર્યું હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે વિનર બનશે."

"મેં દિલ જીત્યા, તેણે ટ્રોફી"

ફરહાના ભટ્ટે આગળ કહ્યું, "તેના પોતાના ટીવીના દર્શકો હશે, જેમણે તેને સપોર્ટ કર્યો હશે. ભલે મારા હાથમાં ટ્રોફી ન હોય, પણ આ સિઝનનો સ્ટાર તો હું જ છું."

તેમણે કહ્યું, "એક વાત ખરાબ લાગતી હતી કે સામેવાળી વ્યક્તિ જ્યારે સપોર્ટ ન કરી રહી હોય, ત્યારે તમારે એ પણ જોવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ શું કરી રહી છે, જેને મેં ખૂબ જ આકરો જવાબ આપ્યો છે."

ફરહાનાએ મીડિયા સાથે વાતચીતમાં ભાવુક થઈને કહ્યું, "મારી નજર ક્યારેય ટ્રોફી પર હતી જ નહીં. તેણે ટ્રોફી જીતી, મેં દિલ જીત્યા. 'હમકો બિકા સકે વો જમાને મેં દમ નહીં. હમસે જમાના ખુદ હૈ, હમસે જમાના નહીં'."

ફરહાના ભટ્ટની 'બિગ બોસ 19'ની સેલેરી

જો ફરહાના ભટ્ટની 'બિગ બોસ 19'ની સેલેરીની વાત કરીએ તો, તે શોની ફર્સ્ટ રનરઅપ રહી. ભલે તે વિનર ન બની શકી, પરંતુ તેણે સારી એવી રકમ કમાવી લીધી છે. ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ મુજબ, ફરહાનાને એક અઠવાડિયા માટે રૂ.1-3 લાખ રૂપિયા સેલેરી મળી હતી અને શોમાં તેની સફર કુલ 15 અઠવાડિયાની રહી હતી. આ ગણતરી પ્રમાણે, તેની કુલ કમાણી રૂ.45 લાખ રૂપિયા રહી હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો : Bigg Boss 19 નો તાજ ગૌરવ ખન્નાના શિરે, ફરહાના ભટ્ટ બની રનર અપ

Tags :
BB19 Grand FinaleBB19 SalaryBig Boss 19 WinnerCelebrity ReactionFarhana BhattGaurav KhannaPraneet Morereality show
Next Article