Urfi Javed એ પોતાની Youtube ચેનલ શરૂ કરી, પહેલા જ વીડિયોમાં કરી દીધો આ કાંડ
- ઉર્ફી જાવેદે નવી Youtube ચેનલ શરૂ કરી
- ફેશન ક્વીન ઉર્ફી જાવેદ હવે Youtube પર પણ જોવા મળશે, જુઓ તેમા તેનો ફર્સ્ટ વીડિયો
- IIFA 2025 માટે ઉર્ફીની ધમાકેદાર તૈયારી, પોતાની Youtube ચેનલ બનાવી
- ઉર્ફીની ફેશન સફર હવે Youtube પર, આ ચેનલ પર તમને જોવા મળશે BTS
Fashion queen Urfi Javed : ફેશનની દુનિયામાં પોતાની અનોખી ઓળખ બનાવનાર અને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે (Urfi Javed) તાજેતરમાં એક નવું પગલું ભર્યું છે. તેણે પોતાની પહેલી Youtube ચેનલ શરૂ કરીને Fashion અને Creativity ના ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આ નવી ચેનલ દ્વારા Urfi પોતાની ફેશનની રંગીન અને રોમાંચક સફરને દુનિયા સામે રજૂ કરવા માગે છે. આમાં તેના બોલ્ડ અને Experimental looks, બિહાઇન્ડ-ધ-સીન્સ (BTS) ક્ષણો, ફેશનના પડકારો અને તેની Creativity ની દરેક નાની-મોટી વિગતોનો સમાવેશ થશે. તેણે તેનો પહેલો Youtube વીડિયો પણ રિલીઝ કરી દીધો છે, જેમાં IIFA 2025 માટે તેની તૈયારીઓની ઝલક જોવા મળે છે.
ઉર્ફીનો ઉત્સાહ અને ફેશન પ્રત્યેનો જુસ્સો
આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરતાં ઉર્ફી જાવેદે પોતાનો ઉત્સાહ છુપાવ્યો નથી. તેણે કહ્યું, "મારી પહેલી Youtube ચેનલ શરૂ કરવી મારા માટે ખૂબ જ ખાસ અને રોમાંચક પળ છે. હું ઘણા સમયથી આવું કંઈક કરવાનું સપનું જોતી હતી, અને હવે જ્યારે તે સાકાર થયું છે, ત્યારે મારી ખુશીની કોઈ સીમા નથી. મને એવું લાગે છે કે મારી પાસે આ લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો પણ ઓછા પડી રહ્યા છે." તેણે વધુમાં જણાવ્યું કે, "મારું ઇન્સ્ટાગ્રામ પેજ મારી ફેશનની ઝલક આપે છે, પરંતુ હવે Youtube દ્વારા હું મારી આખી સફરને વધુ ઊંડાણથી શેર કરીશ. આ ચેનલ મારા ફેશનના રોલરકોસ્ટરનું સાક્ષી બનશે, જેમાં ઉતાર-ચઢાવ, નાટકીય ક્ષણો અને નિર્ભયતાનો સમાવેશ થશે. હું મારા દર્શકોને આ અનુભવમાં સામેલ કરવા માટે પૂરો પ્રયાસ કરીશ."
View this post on Instagram
પહેલા જ વીડિયોમાં આ શું કર્યું?
ઉર્ફીએ પોતાની Youtube ચેનલ બનાવી દીધી છે અને તેમા એક વીડિયો પણ અપલોડ કરી દીધો છે. આ એક વીડિયો બ્લોગ છે જેમા તે ઘરે શું કરે છે કેવી રીતે તેના સાથી મિત્રો સાથે વાર્તાલાભ કરે છે, કેવી રીતે જમવા બેસે છે અને કેવી રીતે તેના સ્ટાઇલિસ્ટ આઉટફીટ પહેરે છે તે તમામ બતાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં તે IIFA ઇવેન્ટમાં જવા રવાના થતી જોવા મળી રહી છે. દરમિયાન તે જયપુર પહોંચે છે જ્યા તેઓ થોડો સમય વિતાવવા માટે શહેરમાં ફરવાનું વિચારે છે. ત્યારબાદ બતાવવામાં આવ્યું છે કે તેઓ એક ઓપન રેસ્ટોરન્ટમાં જમવા બેસે છે, જ્યા ઉર્ફીના જમવા એક મચ્છર આવી જાય છે. સૌથી મોટી વાત એ છે કે તે આ વીડિયોમાં સ્પષ્ટપણે કહે છે કે તે મચ્છરને ખાઇ ગઇ છે.
આ પણ વાંચો : ભરૂચના હર્ષ ઉપાધ્યાયે બોલિવૂડની મ્યુઝિક દુનિયામાં બનાવી નવી ઓળખ
ફેશનની નવી વ્યાખ્યા રચતી ઉર્ફી
ઉર્ફી જાવેદે પોતાના અનોખા અને હોટ ફેશન આઉટફિટ્સ દ્વારા એક બોલ્ડ અને નિખાલસ ફેશનિસ્ટા તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. તે ફેશનને ફક્ત કપડાં કે કાપડ સુધી મર્યાદિત નથી રાખતી, પરંતુ તેની સીમાઓથી આગળ જઈને નવા પ્રયોગો કરવામાં પણ શરમાતી નથી. તેનો દરેક પોશાક ફેશનની ઊંડાઈને શોધવાનો પ્રયાસ છે, જેમાં પેટર્ન, ટેક્સચરનું મિશ્રણ, 3D તત્વોનો ઉપયોગ કે પછી કંઈક એવું જે દર્શકોને આશ્ચર્યમાં મૂકી દે. ઉર્ફીની આ Creativity અને નવીનતા તેને ફેશનની દુનિયામાં અલગ તારવે છે.
Video જોવા માટે અહીં કરો Click : https://www.youtube.com/channel/UCnytMcs0G0vBi71YH3HCM5g
આ પણ વાંચો : મેલબોર્ન કોન્સર્ટમાં Neha Kakkar ને ચાહકોની માફી માંગવી પડી, જુઓ Video