Fauzi Release Date Update : શું પ્રભાસની 'ફૌજી' સમયસર રિલીઝ થશે? નિર્માતાઓએ સ્પષ્ટતા કરીને ચાહકોની ચિંતા કરી દૂર
Fauzi Release Date Update : સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ફૌજી' ને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો હવે સત્તાવાર રીતે અંત આવી ગયો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પ્રભાસની આ ભવ્ય ફિલ્મ તેની નિર્ધારિત રિલીઝ તારીખ પર સિનેમાઘરોમાં નહીં આવે અને તેને મુલતવી રાખવામાં આવી શકે છે.
Advertisement
Fauzi Release Date Update : જો કે, આ અહેવાલો વચ્ચે ફિલ્મના નિર્માતાઓએ સામે આવીને આ તમામ અફવાઓનું ખંડન કર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે ફિલ્મની રિલીઝમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિર્માતા રવિશંકરે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે આ અખિલ ભારતીય રોમેન્ટિક યુદ્ધ એક્શન ડ્રામા ફિલ્મ અગાઉથી નક્કી કરાયેલી તારીખ મુજબ આગામી 3 ડિસેમ્બર, 2026 ના રોજ જ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.

