ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રિલીઝ પહેલા જ Fighter એ બનાવ્યા નવા રેકોર્ડ્સ, વાંચો અહેવાલ

ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદે પઠાણથી વર્ષ 2023 ની ધમાકેદાર શુરૂઆત કરી હતી. હવે તેઓ ફરી એક વખત વર્ષ 2024 માં પણ જાન્યુઆરી મહીનામાં વર્ષની પહેલી સુપર હિટ આપવા માટે તૈયાર છે. બોલિવૂડના ડેશિંગ એક્ટર રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'Fighter'...
10:02 AM Jan 21, 2024 IST | Harsh Bhatt
ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદે પઠાણથી વર્ષ 2023 ની ધમાકેદાર શુરૂઆત કરી હતી. હવે તેઓ ફરી એક વખત વર્ષ 2024 માં પણ જાન્યુઆરી મહીનામાં વર્ષની પહેલી સુપર હિટ આપવા માટે તૈયાર છે. બોલિવૂડના ડેશિંગ એક્ટર રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'Fighter'...

ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદે પઠાણથી વર્ષ 2023 ની ધમાકેદાર શુરૂઆત કરી હતી. હવે તેઓ ફરી એક વખત વર્ષ 2024 માં પણ જાન્યુઆરી મહીનામાં વર્ષની પહેલી સુપર હિટ આપવા માટે તૈયાર છે. બોલિવૂડના ડેશિંગ એક્ટર રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'Fighter' 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ આ ફિલ્મ પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. હવે આ ફિલ્મને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Fighter ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને એક ચોંકાવનારો રેકોર્ડ સામે આવ્યો છે.  રિતિક રોશન અને દીપિકા પાદુકોણની આ ફિલ્મે માત્ર 12 કલાકમાં એક કરોડથી વધુ ટિકિટો વેચી દીધી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે દર્શકોમાં ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે અને તેઓ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા રિલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.

Fighter પહેલા જ દિવસે થયું પાસ 

 

'Fighter'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને તે કમાલ કમાણી કરી રહ્યું છે. પ્રાપ્ત થતાં રિપોર્ટ અનુસાર, 'Fighter' એ પહેલા દિવસે જ એડવાન્સ બુકિંગ 70.85 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જોકે, રિલીઝમાં હજુ ઘણો સમય બાકી છે જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ એડવાન્સ બુકિંગમાં વધુ નોટો છાપશે.

તૂટશે જૂના રેકોર્ડ્સ 

પ્રાપ્ત થતા રિપોર્ટ અનુસાર, 'Fighter'એ એડવાન્સ બુકિંગમાં 37,452 ટિકિટ વેચી છે. ફિલ્મે પ્રથમ દિવસે કુલ 1.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય ફિલ્મે હિન્દી 2Dમાં 13,576 ટિકિટ, 3Dમાં 2585 ટિકિટ અને 4Dમાં 624 ટિકિટ વેચી છે. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે બમ્પર ઓપનિંગ કરી શકે છે. એવી પણ અપેક્ષા છે કે રિતિક રોશન પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર તેની ફિલ્મ બેંગ-બેંગનો રેકોર્ડ તોડી શકે છે.

25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી Fighter

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'Fighter' આ મહિને 25મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં દીપિકા અને રિતિકની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ સિવાય 'શેર ખુલ ગયે' અને 'ઈશ્ક જૈસા કુછ' ગીતો પણ દર્શકોને પસંદ આવ્યા છે.

આ પણ વાંચો -- Bade Miyan Chote Miyan ને લઈને સામે આવ્યા આ મોટા સમાચાર

Tags :
anil kapoorbookingsDeepika PadukoneFighterhritikHRITIK ROSHANRecordssid anandYRF
Next Article