Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fighter Movie Trailer: હૃતિક-દીપિકાએ જગાવી દેશભક્તિની ભાવના, ડાયલોગ એવા કે...

Fighter Movie Trailer: હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારકાસ્ટ ફિલ્મ ફાઇટરનું ટ્રેલર આવી ગયું છે. ઘણા સમયની રાહ જોય બાદ આ એક્શન ફિલ્મ આવી છે જેમાં દેશભક્તિનો જોશ જોવા મળશે. સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ...
fighter movie trailer  હૃતિક દીપિકાએ જગાવી દેશભક્તિની ભાવના  ડાયલોગ એવા કે
Advertisement

Fighter Movie Trailer: હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારકાસ્ટ ફિલ્મ ફાઇટરનું ટ્રેલર આવી ગયું છે. ઘણા સમયની રાહ જોય બાદ આ એક્શન ફિલ્મ આવી છે જેમાં દેશભક્તિનો જોશ જોવા મળશે. સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું એક્શન ટ્રેલરે આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં જોરદાર ધૂમ મચાવી દીધી છે. કારણ કે, પહેલીવાર દીપિકા અને હૃતિક રોશન એક સાથે કામ કરી રહ્યા છે.

આ રોલમાં જોવા મળશે હ્રતિક અને દીપિકા

આ ફાઇટરમાં હ્રતિક રોશન સ્ક્કાડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પૈટી અને દીપિકા સક્કાડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મિનીના રોલમાં જોવા મળશે. ત્યાં આ ફિલ્મમાં અનિક કપૂર ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીની ભૂમિકામાં જોવા મળશે. ગણતંત્ર દિવસના અવસર પર આવી રહેલી આ ફિલ્મને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ કહેવામાં આવી રહી છે.

Advertisement

શરુઆતમાં જ છે હ્રતિક રોશનનો ડાયલોગ

ટ્રેલરની શરૂઆત રિતિક રોશનના ડાયલોગથી થાય છે. જેમાં તેઓ કહે છે કે, ’ફાઇટર વહ નહીં હૈ જો અપને ટારગેટ તો અચીવ કરતા હૈ, ફાઇટર વહ હૈ જો ઉન્હેં ઠોક દેતા હૈ.’ટ્રેલર પ્રમાણે ફિલ્મમાં એક ક્વિક ટીમ બનાવવામાં આવી છે. જેમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ હોય છે.

Advertisement

આ પણ વાંચો: ચીનના પ્રખર વિરોધી લાઇ બન્યા તાઇવાનના રાષ્ટ્રપતિ, ચીનની મુશ્કેલીઓ વધી

ફિલ્મ ગણતંત્રની અવસર પર થશે રિલીઝ

ફિલ્મના મોટાભાગના ડાયલોગ એવા છે તે આપણામાં દેશભક્તિનો જુસ્સો વધારી દે છે. આ ફિલ્મમાં દેશભક્તિને બખુબી બતાવવામાં આવી છે. ફિલ્મને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ગણતંત્રની અવસર પર રિલીઝ થવાની છે માટે તે સારી એવી કમાણી પણ કરી શકે છે. ફિલ્મમાં અનિક કપૂરે પણ પોતાની જોરદાર ભૂમકા અદા કરી છે માટે હજી પણ યુવાનો તેમને વધારે પસંદ કરી રહ્યા છે.

Most Anticipated Mives ની યાદીમાં મળ્યું સ્થાન

મળતી વિગતો પ્રમાણે આ ફિલ્મનું કુલ બજેટ 250 કરોડ રૂપિયા છે. જેને આઈએમડીબીની 2024ની Most Anticipated Mives ની યાદીમાં ટોચનું સ્થાન મળ્યું છે. દેશભક્તિને દર્શાવતી આ ફિલ્મમાં રિતિક અને દીપિકા સિવાય અનિક કપૂર. કરણ સિંહ ગ્રોવર, અક્ષર ઓબરોય, સંજીદા શેખ, તલત અજીજ અને સંજીવ જાયસવાલ જેવા અભિનેતાઓ જોવા મળશે.

Tags :
Advertisement

.

×