જે ફિલ્મ ભારતમાં રિલીઝ ન થઈ શકી, તેની આંતરાષ્ટ્રીય સ્તરે વાહવાહી
- All We Imagine as Light ને BAFTA માં સ્થાન મળ્યું
- આ ફિલ્મ Disney Plus Hotstar પર રિલીઝ જોઈ શકો છો
- All We Imagine as Light ને કાન્સમાં ખાસ મળ્યો એવોર્ડ
Film All We Imagine as Light : ભારતીય ફિલ્મ નિર્દેશક પાયલ કાપડિયાની ફિલ્મ All We Imagine as Light રિલીઝ થઈ ત્યારથી જ લોકપ્રિયતા મેળવી રહી છે. વિદેશોમાં આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મ Golden Globe Award માટે નોમિનેટ થઈ હતી. હવે આ ફિલ્મને વધુ એક મોટી સફળતા મળી છે.
All We Imagine as Light ને BAFTA માં સ્થાન મળ્યું
Film All We Imagine as Light ને બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA 2025) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે એક કે બે નહીં પરંતુ ત્રણ કેટેગરીમાં આ નોમિનેશન મેળવ્યું છે. તાજેતરમાં BAFTA 2025 એ 25 ફિલ્મોની યાદી જાહેર કરી છે, જેમાંથી એક પાયલ કાપડિયાની ફિલ્મ છે. Film All We Imagine as Light ને BAFTA માં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ફિલ્મ નૉટ અંગ્રેજી કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો: Box Office Collection : 'Pushpa 2- The Rule' વધુ એક નવો ઈતિહાસ રચવા તૈયાર!
All We Imagine as Light ને કાન્સમાં ખાસ મળ્યો એવોર્ડ
BAFTA 2025 ના નોમિનેશન રિલીઝ થયા બાદ પાયલ કાપડિયાની ફિલ્મ ફરી એકવાર ચર્ચાનો ભાગ બની ગઈ છે. અભિનેતા દેવ પટેલને પણ BAFTA 2025 માં સ્થાન મેળવ્યું છે. ફિલ્મ મંકી મેન માટે તેને બેસ્ટ લીડ એક્ટર કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય હિન્દી ફિલ્મ સંતોષને પણ BAFTA 2025 માં સ્થાન મળ્યું છે. ડિસેમ્બર 2024 માં Golden Globe Award એ વર્ષ 2025 માટે જાહેર કરલી યાદીમાં આ ફિલ્મે બે કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
આ ફિલ્મ Disney Plus Hotstar પર રિલીઝ જોઈ શકો છો
Film All We Imagine as Light ને તાજેતરમાં OTT પર રિલીઝ થઈ છે. જો તમે આ ફિલ્મ જોવા માંગતા હોવ તો તમે તેને Disney Plus Hotstar પર જોઈ શકો છો. આ ફિલ્મ આ એપ પર 3 જાન્યુઆરીથી સ્ટ્રીમ થઈ રહી છે. જો કે ગયા વર્ષે આ ફિલ્મે કાન્સમાં પણ ધૂમ મચાવી હતી. આ ફિલ્મે કાન્સનો બીજો સૌથી મોટો એવોર્ડ ગ્રાન્ડ પ્રિકસ જીત્યો હતો.
આ પણ વાંચો: Paatal Lok 2 Teaser: 'શું તમે વિચાર્યું કે જો તમે એક જંતુને મારી નાખો, તો બધું સમાપ્ત થઈ જશે?'
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: https://whatsapp.com/channel/0029VaZzMwJBPzjTFWWupb36