Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Deva નું ટીઝર માત્ર 52 સેકેન્ડમાં તમારા રૂવાડા ઉભા કરી દેશે

Film Deva Teaser : ફિલ્મમાં Shahid Kapoor સાથે પૂજા હેગડે લીડ રોલમાં
film deva નું ટીઝર માત્ર 52 સેકેન્ડમાં તમારા રૂવાડા ઉભા કરી દેશે
Advertisement
  • ફિલ્મમાં Shahid Kapoor સાથે પૂજા હેગડે લીડ રોલમાં
  • ફાઈટ સીન અને એક્શન સીન કરતો જોવા મળી રહ્યો
  • Teaser પર કોમેન્ટ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો

Film Deva Teaser : Shahid Kapoor ની મોસ્ટ અવેટેડ Film Deva નું Teaser રિલીઝ થઈ ગયું છે. લાંબા સમય બાદ શાહિદ મોટા પડદા પર દમદાર એક્શન સાથે જોવા મળશે. ઝી સ્ટુડિયો અને રોય કપૂર પ્રોડક્શનની આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું હતું, જેમાં શાહિદ ખુંખાર લૂકમાં દેખાઈ રહ્યો હતો.

Advertisement

ફિલ્મમાં Shahid Kapoor સાથે પૂજા હેગડે લીડ રોલમાં

Film Deva ના નિર્માતાઓએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર Teaser શેર કર્યું છે. Deva નું Teaser 52 સેકન્ડનું છે, જેને લોકોએ ઘણું પસંદ કર્યું છે. તેની શરૂઆત Shahid Kapoor ની શાનદાર મૂવ્સથી થાય છે. આ ફિલ્મમાં તે પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 31 જાન્યુઆરી, 2025 ના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં Shahid Kapoor સાથે પૂજા હેગડે લીડ રોલમાં છે.

Advertisement

આ પણ વાંચો: Salman Khan ને હજુ પણ લોરેન્સ બિશ્નોઈનો ભય! જુઓ Video

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

ફાઈટ સીન અને એક્શન સીન કરતો જોવા મળી રહ્યો

શાહિદના લુકની વાત કરીએ તો, તે Deva માં ખૂબ જ તીવ્ર અવતારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ ફિલ્મ એક્શનથી ભરપૂર જોવા મળશે. આ Teaser માં શાહિદ જબરદસ્ત સ્ટંટ, ફાઈટ સીન અને એક્શન સીન કરતો જોવા મળી રહ્યો છે. Teaser ના અંતમાં દિવાલ પર બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું એક પેઇન્ટિંગ બતાવવામાં આવ્યું છે, જેની સામે શાહિદ બંદૂક સાથે જોવા મળે છે.

Teaser પર કોમેન્ટ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો

આ ફિલ્મને મલયાલમ ડિરેક્ટર રોશન એન્ડ્રુઝ ડિરેક્ટ કરી રહ્યા છે. લોકોએ Deva ના Teaser પર કોમેન્ટ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. જોકે Deva પહેલા વેલેન્ટાઈન ડેના અવસર પર રિલીઝ થવાની હતી. પરંતુ શાહિદે ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને ફિલ્મની નવી તારીખની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Sky Force Trailer:અક્ષય કુમાર પાકિસ્તાનમાં ઘુસીને દુશ્મનોનો ખાતમો બોલાવશે

Tags :
Advertisement

.

×