Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આખરે 12 દિવસે શ્રીયુત અમિતાભ બચ્ચન બોલ્યા ખરા !!!

કાશ્મીરના પહેલગામ ખાતે 22મી એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો અને 26 પ્રવાસીને ગોળી ધરબી મારી નાખવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો અને દરેક ક્ષેત્રના લોકોએ દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો
આખરે 12 દિવસે શ્રીયુત અમિતાભ બચ્ચન બોલ્યા ખરા
Advertisement

Amitabh Bachchan: કાશ્મીરના પહેલગામ ખાતે 22મી એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો અને 26 પ્રવાસીને ગોળી ધરબી મારી નાખવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો અને દરેક ક્ષેત્રના લોકોએ દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan)આ મામલે કોઈ રિએક્શન આપ્યું ન હતું. ત્યારબાદ ઑપરેશન સિંદૂર મામલે પણ તેમની કોઈ પ્રતિક્રિયા ન હતી આવી અને પછી કઈક રહસ્યમય પોસ્ટ કરી હતી. ત્યારે હવે બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં પહેલગામ હુમલો અને ઑપરેશન સિંદૂર બન્નેનો ઉલ્લેખ છે.

X પર, અમિતાભ બચ્ચને લખ્યું, રજાઓ ગાળતા એ દંપતીમાંથી પતિને બહાર ખેંચી, નગ્ન કરી, ધર્મ પૂછીને તેને પત્નીની સામે મારી નાખ્યો. પત્નીએ ચીસ પાડીને કહ્યું કે તેને ન મારો, પણ રાક્ષસ માન્યો નહીં અને પતિને ક્રૂરતાથી મારી નાખો. પછી પત્નીએ કહ્યું, સાથે મને પણ મારી નાખો. તો રાક્ષસે કહ્યું નહીં તું જઈને કહેજે …ને. આમ લખ્યા બાદ અમિતાભે પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાની પંક્તિ મૂકી છે. લખ્યું છે દીકરીની મનઃસ્થિતિ પર મને બાબૂજીની કવિતા યાદ આવે છે. : “ है चिता की राख कर में, माँगती सिंदूर दुनिया “ .. (बाबूजी की पंक्ति) तो “ …. “ તો આપી દીધું સિંદૂર,. ઑપરેશન સિંદૂર, જય હિંદ, જય હિંદ કી સેના. ત્યારબાદ તેમણે ફરી પોતાની ફિલ્મ અગ્નિપથનો ડાયલૉગ લખ્યો છે.

Advertisement

“तू ना थमें गा कभी ; तू न मुड़ेगा कभी ; तू न झुकेगा कभी कर शपथ , कर शपथ, कर शपथ ! अग्नि पाथ! अग्नि पाथ ! अग्नि पाथ !!!”

Advertisement

બચ્ચનના આ મોડા મોડા રિએક્શન્સ બાદ નેટીઝન્સના રિએક્શન આવી રહ્યા છે. અમુક નેટીઝન્સે લોકોની ટીકા બાદ નછૂટકે ટ્વીટ કરી હોવાનું કહ્યું છે તો અમુકે વડા પ્રધાન મોદીનું નામ કેમ નથી લખ્યું તેવો સવાલ કર્યો છે. તો કોઈકે લખ્યું છે કે સીધો મેસેજ લખવાનો હતો, ડાયલૉગબાજી અને ગીત ગાવાની જરૂ ન હતી. ઉલ્લેખનીય છે કે બચ્ચન રેગ્યુલર ટ્વીટ કરતા હોય છે અને વિવિધ વિષયો પર બોલતા હોય છે, પરંતુ તાજેતરમાં દેશમાં બનેલી આટલી ગંભીર ઘટના પર તેમની કોઈ પ્રતિક્રિયા ન આવતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા અને ઘણાએ ગુસ્સો પણ ઠાલવ્યો હતો. જોકે માત્ર બીગ બી નહીં આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાને પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવાનું જરૂર સમજ્યું નથી. ગઈકાલે લોકોની ટીકા બાદ સૈફ અલી ખાને ભારતીય સેનાને બિરદાવતો મેસેજ લખ્યો હતો. અભિનેતાઓની ટ્વીટથી ભલે સ્થિતિમાં કંઈ ફરક પડતો નથી, પરંતુ લોકોની લાગણી જોડાયેલી હોય છે. આ અભિનેતાઓના એકાદ ફોટા પર લોકો કેટલાય રિએક્શન્સ આપતા હોય છે ત્યારે અભિનેતાઓએ પણ લોકોની લાગણી સમજવી જોઈએ.

અહેવાલ : કનુ જાની

Tags :
Advertisement

.

×