Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Firing at Rohit Shetty's house: રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કરનાર 4ની ધરપકડ, બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો શૂટર

ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગ કરનાર 4 આરોપીની ધરપકડ કરી લીધી છે.
firing at rohit shetty s house  રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કરનાર 4ની ધરપકડ  બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો શૂટર
Advertisement
  • Firing at Rohit Shetty's house: રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારનો કેસ
  • પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
  • મુખ્ય આરોપી બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હોવાનો ખુલાસો

Firing at Rohit Shetty's house: ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે થયેલી ગોળીબારની ઘટનામાં એક મોટી અપડેટ સામે આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હરિયાણાના બહાદુરગઢમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ એક સંયુક્ત ઓપરેશન હતું, જે સફળ રહ્યું.

Firing at Rohit Shetty's house 01_GUJARAT_FIRST

Advertisement

Firing at Rohit Shetty's house: ચાર આરોપીઓની ધરપકડ

હરિયાણા એસટીએફના એસપી વિક્રાંત ભૂષણે જણાવ્યું હતું કે, "મુંબઈ પોલીસ (Mumbai Police) ના ખંડણી વિરોધી સેલે અમારો સંપર્ક કર્યો હતો. મુંબઈમાં રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર થયો હતો. હરિયાણા એસટીએફ (Haryana STF) અને મુંબઈ પોલીસે મળીને બહાદુરગઢમાં ચાર આરોપીઓની ધરપકડ (Arrest) કરી હતી. દીપક મુખ્ય શૂટર હતો અને વિદેશમાં રહેતા હરિ બોક્સર અને આરજુ બિશ્નોઈ (Arju Bishnoi ના સંપર્કમાં હતો. અમને માહિતી મળી છે કે, ગોળીબારમાં અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચારેય આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

Advertisement

આ પણ વાંચો--- Karan Johar Film Review, લખ્યું, 'BP ની દવાનો વધારાનો ડોઝ લીધો !'

Firing at Rohit Shetty's house: અગાઉ પણ આરોપીઓ પકડાયા

આરોપી દીપકે ડિરેક્ટરના ઘર પર ગોળીબાર કર્યો. તેના અન્ય સાથીઓ, સની અને સોનુએ રોહિતના ઘરની બહાર રેકી કરી. ત્યારબાદ આરોપી ઋત્વિકે દીપક અને તેના સાથીઓને છુપાવવામાં મદદ કરી. રોહિત શેટ્ટી ગોળીબાર કેસમાં અત્યાર સુધીમાં અંદાજે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતમાં, પુણે અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, 15 જાન્યુઆરીએ, હરિયાણા (Haryana) અને રાજસ્થાન (Rajasthan) ની સરહદ પર ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Firing at Rohit Shetty's house 02_GUJARAT_FIRST

Firing at Rohit Shetty's house: મુખ્ય આરોપી બિશ્નોઈ ગેંગના સંપર્કમાં

બહાદુરગઢથી ધરપકડ કરાયેલા મુખ્ય શૂટર દીપક, વિદેશમાં રહેતા લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગના ગેંગસ્ટર હરિ બોક્સર (Gangster Hari Boxer) અને અર્જુ બિશ્નોઈ સાથે સીધા સંપર્કમાં હતો. હરિ અને અર્જુએ દીપકને રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરવાનું કામ સોંપ્યું હતું. દીપકે સોશિયલ મીડિયા (Social media) દ્વારા આરજુ બિશ્નોઈનો સંપર્ક કર્યો. આરજુ બિશ્નોઈ હાલમાં વિદેશમાં છે. આરજુએ શુભમ લોંકર સાથે વાત કરી, જે બાબા સિદ્દીકી કેસમાં વોન્ટેડ છે. ત્યારબાદ રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરવાની યોજના ઘડી કાઢવામાં આવી. દીપકને ગોળીબાર માટે 50,000 રૂપિયા મળ્યા, અને પછી વધુ પૈસા મળવાના હતા.

આ કેસના આરોપીઓને હવે વધુ તપાસ માટે મુંબઈના ખંડણી વિરોધી સેલના ઇન્સ્પેક્ટર સુનિલ પવારની ટીમને સોંપવામાં આવ્યા છે. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની ઘટના 1 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે ડિરેક્ટરની સુરક્ષા વધારી દીધી હતી. હરિ બોક્સરે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે, પોલીસે હવે 15 દિવસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આગળના પગલાં જોવાનું બાકી છે.

આ પણ વાંચો--- Geeta Patnaik Death: ઓડિયા સંગીત જગતમાં શોક, લોકપ્રિય ગાયિકા Geeta Patnaikનું 73 વર્ષની વયે અવસાન

Tags :
Advertisement

.

×