Genelia Dsouza એ પતિ રીતેશ દેશમુખ માટે રાખ્યું વટ સાવિત્રીનું વ્રત, ફેન્સે કરી પ્રશંસા
- Genelia Dsouza એ પતિ રીતેશ દેશમુખ માટે રાખ્યું વટ સાવિત્રીનું વ્રત
- પરંપરાગત પૂજા-અર્ચના કરી અને વડના ઝાડ આસપાસ સુતરનો દોરો વીંટ્યો
- સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ, ફેન્સે Genelia Dsouza ની કરી પ્રશંસા
Genelia Dsouza : બોલિવૂડના જાણીતા અભિનેતા રીતેશ દેશમુખ (Riteish Deshmukh) અને તેની પત્ની જેનેલિયા ડિસોઝા (Genelia Dsouza) બીટાઉનના હેપીલી મેરિડ કપલ પૈકીના એક ગણાય છે. આજે સોશિયલ મીડિયામાં જેનેલિયા ડિસોઝાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેનેલિયાએ પતિ રીતેશ દેશમુખ માટે વટ સાવિત્રીનું વ્રત કરતી જણાય છે. જેનેલિયાએ વ્રતની પૂજા કરી અને વડના ઝાડની આસપાસ સુતરનો દોરો પણ વીંટ્યો છે.
પતિના લાંબા આયુષ્ય માટે રાખ્યું વ્રત
હાઉસફુલ ફ્રેન્ચાઈઝના એક્ટર રીતેશ દેશમુખ (Riteish Deshmukh) ની પત્ની જેનેલિયાએ વટ સાવિત્રીનું વ્રત રાખ્યું છે. જેમાં તેણીએ પતિ રીતેશ દેશમુખના લાંબા આયુષ્ય માટે પૂજા પ્રાર્થના કરી અને વડના ઝાડની આસપાસ સુતરનો દોરો પણ વીંટ્યો છે. વટ સાવિત્રી વ્રત પર પરિણીત હિન્દુ મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરે છે. જેનેલિયાએ પણ આ પૂજા પૂર્ણ ભક્તિભાવથી કરી હતી. જેનેલિયાનો આ વીડિઓ Riteish Deshmukh એ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, મારી પ્રિય પત્ની જેનેલિયા, હું ખરેખર ધન્ય છું કે તું મારા જીવનમાં છે. તું મારી શક્તિ છે, મારી હિંમત છે, મારું જીવન છે - હું તને પ્રેમ કરું છું. રીતેશ દેશમુખની આ પોસ્ટ પર ફેન્સ જેનેલિયાની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, પત્ની આવી હોવી જોઈએ. બીજા યુઝરે લખ્યું કે, અમારામાં સ્ત્રીઓ માથા પર દુપટ્ટો કે આંચલ રાખીને આ વ્રતની પૂજા કરે છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Sudha Murty એ ફિલ્મ સિતારે જમીન પરનો રીવ્યૂ આપ્યો, જાણો શું કહ્યું દેશની આ અગ્રણી મહિલાએ ?
જેનેલિયા ડિસોઝાનું વર્કફ્રન્ટ
અભિનેત્રી જેનેલિયા ડિસોઝા (Genelia Dsouza) ના વર્કફ્રન્ટની વાત કરીએ તો 20મી જૂને સિતારે જમીન પર ફિલ્મમાં આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. જેનેલિયાએ આ ફિલ્મમાં 60 વર્ષીય આમિર ખાનની પત્નીની ભૂમિકા ભજવી છે. જેનેલિયા ડિસોઝાએ આમિર ખાનના ભાણીયા ઈમરાન ખાન સાથે જાને તુ યા જાને ના ફિલ્મ, પતિ રીતેશ દેશમુખ સાથે મસ્તી ફિલ્મ અને અક્ષય ખન્ના સાથે મેરે બાપ પહેલે આપ જેવી બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
આ પણ વાંચોઃ Aamir Khan નો રોડ પર વડાપાવ બનાવતો વીડિયો થયો વાયરલ, ફેન્સે આપી મિશ્ર પ્રતિક્રિયા