Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Golmaal 5 : અજય દેવગણ કરતા અક્ષય કુમારને વધુ ફી ચૂકવાઇ, જાણો ગણતરી !

Golmaal 5 ના શૂટિગ વચ્ચે અંદરની વાત બહાર આવી છે, પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રએ અક્ષયની ફીનો ખુલાસો કરતા ચર્ચા જાગી છે. તેમણે કહ્યું, "અક્ષય કુમાર 18 થી 22 દિવસનું શૂટિંગ કરી રહ્યો છે, અને તેને લગભગ રૂ. 35-40 કરોડ મળે છે, જે અજય દેવગણની શરૂઆતની ફી કરતાં વધુ છે, કારણ કે, તેને નફાની વહેંચણીના ધોરણે ચૂકવણી કરવામાં આવી રહી છે.
golmaal 5   અજય દેવગણ કરતા અક્ષય કુમારને વધુ ફી ચૂકવાઇ  જાણો ગણતરી
Advertisement
  • Golmaal 5 ના શૂટિગ વચ્ચે અંદરની વાત બહાર આવી છે
  • ફિલ્મ જોડે જોડાયેલા સુત્રએ અક્ષય કુમારની ફી અંગે રાઝ ખોલ્યો
  • અજય દેવગણની ફ્રેન્ચાઇઝ ફિલ્મમાં પહેલી વખત અક્ષયની એન્ટ્રી

Golmaal 5 : અજય દેવગનની કોમેડી ફ્રેન્ચાઇઝ ફિલ્મ (Ajay Devgan - Comedy Franchise Film) 'ગોલમાલ'નો પાંચમો ભાગ ખૂબ જ ચર્ચામાં છે. ચાહકોનો ઉત્સાહ પણ એટલો જ છે કે, અક્ષય કુમાર (Akshay Kumar) પણ સત્તાવાર રીતે ફિલ્મમાં જોડાઈ ગયો છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, 'ગોલમાલ 5' સંબંધિત એક અપડેટ આવી છે કે, અક્ષય લગભગ 18 થી 22 દિવસના શૂટિંગ માટે મોટી ફી વસૂલ કરી રહ્યો છે, જે અજયની એડવાન્સ ફી કરતાં વધુ છે. આ વાતે ચાહકોમાં ભારે ચર્ચા જગાવી છે. અત્રો નોંધનીય છે કે, અક્ષય કુમાર પહેલી વખત આ ફિલ્મનો હિસ્સો બની રહ્યો છે.

આ પણ વાંચો - SRK New Car : Shah Rukh Khan એ ખરીદી મોંઘીદાટ લક્ઝરી કાર, કિંમત જાણીને દંગ રહી જશો

Advertisement

Golmaal 5, 22 દિવસના શૂટિગ માટે કરોડોની ફી

મીડિયા સાથે વાત કરતા, પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ અક્ષયની ફીનો ખુલાસો કરતા ચર્ચા જાગી છે. તેમણે કહ્યું, "અક્ષય કુમાર 18 થી 22 દિવસનું શૂટિંગ કરી રહ્યો છે, અને તેને લગભગ રૂ. 35-40 કરોડ મળે છે, જે અજય દેવગણની શરૂઆતની ફી કરતાં વધુ છે, કારણ કે, તેને નફાની વહેંચણીના ધોરણે ચૂકવણી કરવામાં આવી રહી છે." તમને જણાવી દઈએ કે, દિગ્દર્શક રોહિત શેટ્ટીએ (Film Director - Rohit Shetty) તેમના 52મા જન્મદિવસ, એટલે કે, 14 માર્ચે જાહેરાત કરી હતી કે, અક્ષય પણ આ ફિલ્મમાં હશે.

Advertisement

Golmaal 5, ફિલ્મ 2027 માં સિનેમાઘરોમાં આવી શકે છે

તાજેતરમાં, અજયે ઉટીમાં ફિલ્માંકનના સેટ પરથી એક મોન્ટેજ વીડિયો શેર કર્યો હતો. આમાં તેની સાથે અરશદ વારસી, તુષાર કપૂર, શર્મન જોશી, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમુ પણ જોવા મળ્યા હતા. રોહિતે 'ગોલમાલ: ફન અનલિમિટેડ' માંથી અરશદ અને શરમનના આઇકોનિક કાર રેસિંગ સીનને પણ રિક્રિએટ કર્યું, અને ચાહકોને વચન આપ્યું કે, આ સીન 'ગોલમાલ 5' માં ફરીથી જોવા મળશે. આ ફિલ્મ 2027 માં સિનેમાઘરોમાં આવી શકે છે.

આ પણ વાંચો - Cannes 2026 : તુલસી માળા અને ગીતા સાથે ગાયિકા 'સંસ્કારી' બની પહોંચી

Tags :
Advertisement

.

×