ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અશ્લીલ કન્ટેન્ટ પીરસતી APPs સામે સરકારની લાલ આંખ,ALT બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર કાર્યવાહી  ઍપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું Govt Banned Soft Porn Apps: કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરું(Ministry of Information and Broadcasting – MIB) વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT, દેશીફ્લિક્સ,...
03:29 PM Jul 25, 2025 IST | Hiren Dave
કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર કાર્યવાહી  ઍપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું Govt Banned Soft Porn Apps: કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરું(Ministry of Information and Broadcasting – MIB) વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT, દેશીફ્લિક્સ,...
Govt Banned Soft Porn Apps

Govt Banned Soft Porn Apps: કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરું(Ministry of Information and Broadcasting – MIB) વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT, દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ જેવી અનેક ઍપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

 કેમ  પ્રતિબંધ લાદવામાં આવ્યો?

નોટિફિકેશન અનુસાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દેશભરમાં આ પ્રકારની સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઇટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક કરવામાં આવે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીના મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબસીરિઝ એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ઉલ્લુ, અલ્ટ, અને દેશીફ્લિક્સ સહિતના 25 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવા આદેશ અપાયો છે.

આ પણ  વાંચો -TV ની દુનિયા છોડતા જ એક્ટ્રેસની કિસ્મત ચમકી, આજે રૂ. 1200 કરોડની માલિકણ બની

નોટિફિકેશનમાં ભાર મૂકવામાં આવ્યો

નોટિફિકેશનમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઍક્ટ 2000 અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી રૂલ્સ, 2021 હેઠળ ગેરકાયદે ગણાતી માહિતી અને દૃશ્યોને દૂર કરવાની જવાબદારી મધ્યસ્થીઓની છે.

આ પણ  વાંચો -સૈયારાએ ગુજરાતને કર્યું ગાંડુ, ફિલ્મમાં એવું શું છે કે બધાને ચોંકાવી દીધા

અશ્લીલ સામગ્રી દર્શાવતી આ એપ્સ પર બૅન

બિગ શોટ્સ એપ, બુમેક્સ, નવરસા લાઇટ, ગુલાબ એપ, કંગન એપ, બુલ એપ, જલવા એપ, વાઉ એન્ટરટેઇનમેન્ટ, લુક એન્ટરટેઇનમેન્ટ, હિટપ્રાઇમ, ફેનિયો, શોએક્સ, સોલ ટોકિઝ, હોટએક્સ વીઆઈપી, હલચલ એપ, મુડ એક્સ, નિયો એક્સ વીઆઈપી, ફુગી, મોજફિક્સ, ટ્રિફ્લિક્સ, ઉલ્લુ, અલ્ટ બાલાજી, દેશીફ્લિક્સ.

માર્ચમાં પણ મૂક્યો હતો પ્રતિબંધ

અશ્લીલ સામગ્રી દર્શાવતા ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ લાદવા માર્ચમાં મંત્રાલયે 19 વેબસાઇટ, 10 એપ્સ, અને 18 ઓટીટી પ્લેટફોર્મ્સના 57 સોશિયલ મીડિયા હેન્ડલર્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Tags :
ALTT banBig Shots banDesiflix banGovt bans 25 OTT appsGovt bans ALTT ULLU BigShots like 25 OTT apps for bold contentsUllu banwhy Govt bans 25 OTT apps
Next Article