Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Govinda એ છૂટાછેડાની વાતનો કર્યો સ્વિકાર, કહ્યું મને સુનિતા તરફથી નોટિસ મળી

Govinda Divorce News : ગોવિંદા પોતાની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં છે. સમાચાર છે કે, ગોવિંદા પોતાની પત્ની સુનીતા આહુજા સાથે છૂટાછેડા લેવા જઇ રહ્યા છે.
govinda એ છૂટાછેડાની વાતનો કર્યો સ્વિકાર  કહ્યું મને સુનિતા તરફથી નોટિસ મળી
Advertisement
  • ગોવિંદાએ છુટાછેડાની નોટિસ મળી હોવાનો કર્યો સ્વિકાર
  • જો કે સમાધાન માટે વાતચીત ચાલુ હોવાનો પણ એકરાર કર્યો
  • 30 વર્ષીય મરાઠી અભિનેત્રીના કારણે લગ્નજીવનમાં ભંગાણની વકી

Govinda Divorce News : અભિનેતા ગોવિંદાએ 1987 માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેની લવ લાઇફ ખુબ જ ફિલ્મી છે. બંન્નેની જોડીને ફેન્સ ખુબ જ પસંદ કરે છે. તેમનું બોન્ડિંગ ચર્ચામાં રહે છ. જો કે હવે સમાચાર છે કે, બંન્નેના લગ્નજીવમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંન્ને ટુંક જ સમયમાં છૂટાછેડા લેવાનાં છે. રિપોર્ટ છે કે, ગોવિંદાનું એક 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું છે.

Advertisement

ગોવિંદાએ આપ્યું રિએક્શન

આ તમામ સમાચારો વચ્ચે હવે ગોવિંદાનો પરિવાર તરફથી રિએક્શન સામે આવ્યું છે. ઇટી ટાઇમ્સે ગોવિદાના પરિવારના ક્લોઝ સોર્સના હવાલાથી લખ્યું કે, સુનિતાએ થોડા મહિના પહેલા સેપરેશન અંગેની નોટિસ મોકલી હતી, જો કે ત્યાર બાદ કોઇ મુવમેન્ટ નથી.

Advertisement

આ પણ વાંચો : Surat : રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ

Advertisement

હાલ તો હું બિઝનેસ અંગેની વાતચીતમાં વ્યસ્ત

જ્યારે ગોવિંદાને આ અંગે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, હાલ માત્ર બિઝનેસ અંગે વાતચીત ચાલી રહી છે. હું મારી ફિલ્મ શરુ કરવાની પ્રોસેસમાં છું. જો કે સુનિતાએ હજી સુધી આ સમાચારો અંગે રિએક્ટ નથી કર્યું.

પરિવારના લોકોના કારણે થઇ બોલાચાલી

આ ઉપરાંત ગોવિંદાના મેનેજર Shashi Sinha એ કહ્યું કે, પરિવારના કેટલાક મેંબર્સે નિવેદનો આપ્યા છે જેના કારણે ગોવિદા અને સુનિતા વચ્ચે મતભેદ થઇ ગયા. તેના કરતા વધારે કંઇ જ નથી. ગોવિંદા એક ફિલ્મ શરૂ કરવાની પ્રોસેસમાં છે જેના માટે આર્ટિસ્ટ અમારી ઓફીસ આવી રહ્યા છે. અમે તેને ઉકેલવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : અમેરિકામાં એલોન મસ્કની મનમાની સામે બળાપો, DOGE માંથી 21 કર્મચારીઓના સામૂહિક રાજીનામા

રેડિટ પર વાયરલ થઇ હતી પોસ્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતાની પર્સનલ લાઇફ અંગે રેડિમાં પોસ્ટ વાયરલ થઇ હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે, ગોવિંદા અને સુનીતા છૂટાછેડા લઇ રહ્યા છે. ગોવિંદાની 30 વર્ષની મરાઠી અભિનેત્રીની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : Gold Card: અમેરિકાએ ગ્રીન કાર્ડ વેચવા કાઢ્યા! જાણો કઇ રીતે કરી શકશો એપ્લાય

Tags :
Advertisement

.

×