Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બોલિવૂડનું સૌથી મોટું રીયુનિયન: ગોવિંદા-કૃષ્ણાના '7 વર્ષના યુદ્ધ'નો આવ્યો અંત!

ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચેનો 7 વર્ષ જૂનો વિવાદ આખરે પૂરો થયો છે. એક કાર્યક્રમમાં સુનીતા આહુજા અને કૃષ્ણા સાથે જોવા મળ્યા હતા, જ્યાં મામીએ આ મિલનને '14 વર્ષના વનવાસનો અંત' ગણાવ્યો હતો. Govinda and Krushna Patch Up થતા ફેન્સમાં ભારે ખુશી છે, જોકે ગોવિંદા અને સુનીતાના અંગત સંબંધોમાં તિરાડ હોવાની અફવાઓએ પણ જોર પકડ્યું છે.
બોલિવૂડનું સૌથી મોટું રીયુનિયન  ગોવિંદા કૃષ્ણાના  7 વર્ષના યુદ્ધ નો આવ્યો અંત
Advertisement
  • ગોવિંદાના પરિવારમાં 7 વર્ષ બાદ છવાઈ ખુશી!
  • કૃષ્ણા અભિષેક અને મામી સુનીતા આહુજા વચ્ચે થયો પેચ-અપ
  • "14 વર્ષનો વનવાસ પૂરો થયો" – સુનીતા આહુજાનું મોટું નિવેદન
  • રિયાલિટી શોના સેટ પર આખું પરિવાર એકસાથે જોવા મળ્યું
  • કશ્મીરા શાહ અને સુનીતા વચ્ચેના વિવાદોનો પણ આવ્યો અંત
  • મામા ગોવિંદા સાથેના સંબંધો પણ જલ્દી સુધરવાની આશા

Govinda and Krushna Patch Up  : છેલ્લા સાત વર્ષથી જેમના ઝઘડાની ચર્ચાઓ બોલિવૂડના ગલીયારાઓમાં ગુંજતી હતી, તે ગોવિંદા અને કૃષ્ણા અભિષેક હવે ફરી એક થવા જઈ રહ્યા છે.  પેચઅપની વાતો માત્ર અફવા નથી, પણ હકીકત છે, કારણ કે તાજેતરમાં જ સુનીતા આહુજા અને કૃષ્ણા વચ્ચેની કેમેસ્ટ્રીએ બધું જ સ્પષ્ટ કરી દીધું છે.

Govinda and Krushna Patch Up  : કેવી રીતે ઓગળી કડવાશ?

જ્યારે કૃષ્ણા અભિષેકે મીડિયા સામે મામી સુનીતાના પગે લાગીને આશીર્વાદ લીધા, ત્યારે હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

Advertisement

  • સુનીતાનું નિવેદન: "આખરે આ લોકોનો વનવાસ પૂરો થયો."

    Advertisement

  • પરિવારનો સાથ: કશ્મીરા શાહ જે સુનીતા સામે અવારનવાર નિવેદનો આપતી હતી, તે પણ આ વખતે મામીને ગળે લગાડતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શું કહેવું છે ચાહકોનું?

સોશિયલ મીડિયા પર આ રીયુનિયનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે ગોવિંદા વિના કૃષ્ણા અધૂરો છે અને કૃષ્ણા વિના ગોવિંદાની કોમેડી! હવે માત્ર એ જોવાની રાહ છે કે ક્યારે ગોવિંદા પોતે કૃષ્ણા સાથે સ્ટેજ શેર કરશે.

ગોવિંદા-સુનીતા વચ્ચે શું ચાલી રહ્યું છે?

પરિવાર તો એક થયો, પણ ગોવિંદા અને સુનીતાના અંગત જીવનમાં બધું ઠીક નથી તેવી ચર્ચાઓ પણ જોરમાં છે. શું ખરેખર તેમના સંબંધોમાં તિરાડ પડી છે કે આ માત્ર ગોસિપ છે? આ સવાલનો જવાબ હજુ મળવાનો બાકી છે.

તમારી શું રાય છે, શું આ પરિવાર ફરી ક્યારેય પહેલા જેવું થઈ શકશે?

આ પણ વાંચો : Viral video: મિત્રતા કે મર્યાદાનો ભંગ? મુસ્લિમ એક્ટરે હિન્દુ અભિનેત્રીને બીફ ખાવા કર્યું દબાણ, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×