Govinda Rani Mukerji affair : "શું ગોવિંદા અને રાની મુખર્જી બેડરૂમમાં પકડાયા હતા? ચોંકાવનારો ખુલાસો
- અભિનેતા ગોવિંદા અને રાણી મુખર્જીના અફેર અંગે ચોંકવનારો ખુલાસો (Govinda Rani Mukerji affair)
- ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ વ્લોગમાં કર્યા ખુલાસા
- ગોવિંદા પર બેવફાઈ અને ક્રૂરતાના સુનિતાએ લગાવ્યા આરોપ
- સુનિતાએ ગોવિંદાથી છૂટાછેડા લેવા કરી કોર્ટમાં અરજી
Govinda Rani Mukerji affair : બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધોની ચર્ચા ફરી એકવાર જોરશોરથી ચાલી રહી છે. સુનિતાએ પોતાના એક વ્લોગમાં પોતાના પતિ ગોવિંદા પર બેવફાઈ અને ક્રૂરતાનો આરોપ લગાવતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
યુટ્યુબ પરના પોતાના તાજેતરના વ્લોગમાં, સુનિતા આહુજાએ જણાવ્યું હતું કે તેણે ગોવિંદાથી છૂટાછેડા મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ગોવિંદાએ તેની સાથે છેતરપિંડી કરી હતી અને તેનું વર્તન ક્રૂર હતું. તેણે કોર્ટમાં આ આરોપોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુનિતાએ એમ પણ કહ્યું હતું કે બંને છેલ્લા ઘણા વર્ષોથી અલગ રહે છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે હવે તે છૂટાછેડા લેશે નહીં.
જ્યારે ગોવિંદા રાની મુખર્જી સાથે પ્રેમમાં પડ્યો
ગોવિંદા તેના કોમિક ટાઇમિંગ અને ડાન્સ માટે જાણીતા છે. તેણે કરિશ્મા કપૂર અને રવિના ટંડન જેવી ઘણી અભિનેત્રીઓ સાથે સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ એક સમય હતો જ્યારે ગોવિંદાનું નામ અભિનેત્રી રાની મુખર્જી સાથે જોડાયું હતું.
ગોવિંદાએ પત્નીને છોડી દેવાનું નક્કી કર્યુ હતુ
'હદ કર દી આપને', 'ચલો ઇશ્ક લડાયેં' અને 'પ્યાર દીવાના હોતા હૈ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે, ગોવિંદા અને રાની નજીક આવ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે ગોવિંદા રાનીના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમણે પોતાની પત્ની સુનિતાને છોડી દેવાનું પણ નક્કી કરી લીધું હતું.
શું ગોવિંદા બેડરૂમમાં પકડાઈ ગયા હતા?
એવું પણ કહેવાય છે કે એકવાર એક પત્રકારે ગોવિંદાને રાની મુખર્જીના બેડરૂમમાં નાઈટ ડ્રેસમાં જોયો હતો, જેના પછી ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી ગઈ હતી. આ સમાચારથી ગુસ્સે થઈને સુનિતા બાળકો સાથે પોતાનું ઘર છોડીને પોતાના મામાના ઘરે ગઈ હતી અને છૂટાછેડાની ધમકી પણ આપી હતી.
ગોવિંદાએ માંગી હતી માફી
પરિસ્થિતિ બગડતી જોઈને ગોવિંદાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે સુનિતાની માફી માંગી. આ પછી, તેણે રાની મુખર્જીથી પોતાને દૂર કરી દીધા અને બંનેએ પોતાનો સંબંધ સમાપ્ત કરી દીધો. સુનિતાના આ નવા ખુલાસાથી ફરી એકવાર ગોવિંદાના આ જૂના અફેરના સમાચારોને વેગ મળ્યો છે.
આ પણ વાંચો : Govinda divorce news :શું સુનિતા આહુજાએ અગાઉથી જ ગોવિંદા સાથે છૂટાછેડાના આપી દીધા હતા સંકેત? જૂઓ Video