Govinda-Sunita ના છુટાછેડાની અફવાઓ પર લાગ્યો પૂર્ણવિરામ !
- Govinda-Sunita ના છુટાછેડાની અફવાઓ પર બ્રેક
- ગોવિંદા અને સુનીતા આહુજા ફરી એક સાથે જોવા મળ્યા
- એક સાથે ગણેશ ચતુર્થીની કરી ઉજવણી
Govinda-Sunita : ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર બોલીવુડ એક્ટર ગોવિંદા અને સુનીતા (Govinda-Sunita )આહુજા ફરી એક સાથે જોવા મળ્યા છે. છુટાછેડાના સમાચાર વચ્ચે કપલે એક સાથે ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું અને સાથે મળીને પાપારાજીને મીઠાઇ વહેંચી હતી. આટલું જ નહીં, બન્નેએ સાથે પોઝ પણ આપ્યા હતા.
ગોવિંદા-સુનીતાના છુટાછેડાના સમાચાર પર બ્રેક
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સુનીતા આહુજાએ ગોવિંદા પર ચીટિંગનો આરોપ લગાવતા છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ હવે ગણેશ ચતુર્થીના પ્રસંગે સુનીતા અને ગોવિંદા એક સાથે જોવા મળ્યા છે.ગોવિંદા અને સુનીતાએ એક સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી અને બન્નેએ મળીને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. કપલે ખાસ પ્રસંગે પાપારાજીને મીઠાઇ પણ વહેંચી હતી. તસવીરોમાં બન્નેના ચહેરા પર તહેવારની ખુશી જોવા મળતી હતી.
આ પણ વાંચો -Govinda-Sunita : લગ્નનાં 37 વર્ષ બાદ Govinda-Sunita ના છૂટાછેડા ફાઇનલ?
છૂટાછેડાના સમાચાર પર ગોવિંદા અને સુનિતાએ શું કહ્યું?
ગોવિંદા અને સુનિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે જોવા મળે છે અને તે મીડિયા સાથે વાત કરતા પણ જોવા મળે છે. જ્યારે મીડિયા તેમને તેમના છૂટાછેડાની અફવાઓ વિશે પ્રશ્નો પૂછે છે, ત્યારે સુનિતા પોતાની મજેદાર શૈલીમાં કહે છે - શું તમે લોકો વિવાદ સાંભળવા આવ્યા છો, કે બાપ્પાના આશીર્વાદ લેવા આવ્યા છો. કોઈ વિવાદ નથી. ઉપરાંત, ગોવિંદા આ દરમિયાન મોટેથી બાપ્પાના નામનો પ્રચાર કરતો જોવા મળે છે.
આ પણ વાંચો -Tamil actress : શિક્ષિકામાંથી અભિનેત્રી બની, સોશિયલ મીડિયાથી કરે છે લાખોની કમાણી
આ કપલે 1987 માં લગ્ન કર્યા હતા
આ વીડિયો જોયા પછી, ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે સુનિતા અને ગોવિંદાના છૂટાછેડાની અફવાઓ સામે આવી હોય. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. જોકે, દર વખતે તે અફવા જ સાબિત થાય છે. તેમના સંબંધો વિશે વાત કરીએ તો, સુનિતા અને ગોવિંદાએ 1987 માં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે.