Govinda ને પત્ની અને સંતાનો હોવા છતાં કેમ આલિશાન બંગલામાં એકલો રહે છે?
- પત્ની અને બાળકો સાથે એક એપાર્ટમેન્ટમાં રહે છે
- અમે લોકો ઓછી વાત કરવાનું પસંદ કરીએ છીએ
- 60 વર્ષની ઉંમર પછી લોકો પાગલ બની જાય છે
Govinda's Wife Sunita Ahuja : હવે, 90 ના દાયકાના સુપરસ્ટાર Govinda હવે ફિલ્મોમાં જોવા નથી મળતા. પરંતુ તે ઘણીવાર તેના અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. હવે તેની પત્ની સુનિત આહુજાએ ખુલાસો કર્યો છે કે બંને મોટાભાગે એક જ ઘરમાં સાથે નથી રહેતા, પરંતુ બંને અલગ-અલગ ઘરમાં રહે છે.
પત્ની અને બાળકો સાથે એક એપાર્ટમેન્ટમાં રહે છે
ત્યારે આ વાતનો ખુલાસો કરતા Govinda ની પત્ની Sunita Ahujaએ જણાવ્યું હતું કે, બંને સાથે રહેતા નથી કારણ કે Govinda ને લોકોને ભેગા કરવા અને તેમની સાથે વાત કરવાનું પસંદ છે. હું ઓછી વાત કરવાનું પસંદ કરું છે. Govinda ની પત્ની અને બાળકો સાથે એક એપાર્ટમેન્ટમાં રહે છે, ત્યારે આ એપાર્ટમેન્ટની સામે આવેલા બંગોલમાં Govinda રહે છે.
આ પણ વાંચો: Allu Arjun ને સંધ્યા થિયેટર કેસમાં કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા
અમે લોકો ઓછી વાત કરવાનું પસંદ કરીએ છીએ
Sunita Ahuja એ વધુમાં જણાવ્યું કે, તે મીટિંગ લાંબી ચાલતી હોય છે, કારણ કે... તેને વાતો કરવાનો શોખ છે. તે દસ માણસોને એકસાથે બોલાવીને કલાકો સુધી વાતો કરે છે. ત્યારે હું મારા દીકરા અને દીકરી સાથે રહું છું. અમે લોકો ઓછી વાત કરવાનું પસંદ કરીએ છીએ. માને છે કે વધુ પડતી વાતો કરીને તમે તમારી શક્તિનો વ્યય કરો છો. મને બહાર જવાનું અને ફરવું ગમે છે, પરંતુ Govinda પાસે આ વસ્તુઓ માટે સમય નથી. તેઓ વેકેશન નથી કરતા. Govinda એ પોતાનો મોટાભાગનો સમય પોતાના કામ માટે ફાળવ્યો છે.
60 વર્ષની ઉંમર પછી લોકો પાગલ બની જાય છે
Sunita Ahuja એ રમૂજી અંદાજમાં કહ્યું કે, પહેલાં હું મારા લગ્નજીવનમાં ખૂબ જ સિક્યોર હતી, પણ હવે હું નથી. 60 વર્ષની ઉંમર પછી લોકો પાગલ બની જાય છે, અને તે 60 વર્ષનો થઈ ગયો છે. મને પહેલા તો વાંધો નહોતો. તે ખૂબ કામ કરતો હતો, પરંતુ હવે મને ડર લાગે છે કારણ કે હવે તે બેકાર બેસી રહ્યો છે, કંઈ કરી રહ્યો નથી.
આ પણ વાંચો: યજુવેન્દ્ર ચહલે ધનશ્રીને અનફોલો કરીને તમામ તસ્વીરો હટાવી, બંન્ને છૂટાછેડા લગભગ નિશ્ચિત