Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Video: 'હદમાં રહો' પત્ની સુનિતાના 'શુગર ડેડી' નિવેદન પર ભડ્યા ગોવિદાં, કહ્યું "તે કોઈ કસર છોડી રહી નથી."

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં એરપોર્ટ પર એક યુવા અભિનેત્રી સાથે દેખાયા બાદ ઉડેલી ડેટિંગની અફવાઓ અને પત્ની સુનીતા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ 'શુગર ડેડી' નિવેદન પર હવે ખુદ ગોવિંદાએ મૌન તોડીને કડક પ્રતિક્રિયા આપી છે.
video   હદમાં રહો  પત્ની સુનિતાના  શુગર ડેડી  નિવેદન પર ભડ્યા ગોવિદાં  કહ્યું  તે કોઈ કસર છોડી રહી નથી
Advertisement

Govinda Sunita Ahuja Controversy: બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા (Govinda) અને તેમના પત્ની સુનીતા આહુજા (Sunita Ahuja) છેલ્લા એક વર્ષથી પોતાના અંગત સંબંધો અને વિવિધ નિવેદનોના કારણે લાઈમલાઈટમાં રહ્યા છે. આ જોડી વચ્ચે સૌથી વધુ ચર્ચા એક્ટરના એક્સ્ટ્રા મેરિટલ અફેરની અફવાઓને લઈને થઈ રહી છે. તાજેતરમાં ગોવિંદાનું નામ એક યુવા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર (Komal Rani Swarnkar) સાથે જોડવામાં આવ્યું હતું, અને આ અફવાઓને ખુદ સુનીતા આહુજાએ પણ પોતાના બેબાક નિવેદનો દ્વારા હવા આપી હતી. પત્ની દ્વારા આપવામાં આવેલા આક્રમક નિવેદનો બાદ હવે આખરે અભિનેતા ગોવિંદાએ પોતાની ચૂપ્પી તોડી છે અને સણસણતો જવાબ આપ્યો છે.

Tags :
Advertisement

.

×