ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TMKOC માં રોશન સિંહ સોઢી તરીકે જાણીતા થયેલા ગુરુચરણ સિંહને શું થયું? ફેન્સ ચિંતિત

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં રોશન સિંહ સોઢી તરીકે જાણીતા ગુરુચરણ સિંહે તેમના ચાહકોને યાદ કર્યા છે અને આ સાથે તેમણે ગુરુ ગોવિંદ સિંહ જયંતિની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર જોવા મળ્યા હતા.
01:48 PM Jan 08, 2025 IST | Hardik Shah
"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં રોશન સિંહ સોઢી તરીકે જાણીતા ગુરુચરણ સિંહે તેમના ચાહકોને યાદ કર્યા છે અને આ સાથે તેમણે ગુરુ ગોવિંદ સિંહ જયંતિની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર જોવા મળ્યા હતા.
Gurucharan Singh share Video from Hospital

Gurucharan Singh share Video from Hospital : "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં રોશન સિંહ સોઢી તરીકે જાણીતા ગુરુચરણ સિંહ હાલમાં પંજાબની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમના ચાહકો માટે આ સમાચાર ચોંકાવનારા છે કારણ કે અભિનેતા હાલ સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. તબિયત બગડી હોવા છતાં, ગુરુચરણે તેમના ચાહકોને યાદ કર્યા છે અને આ સાથે તેમણે ગુરુ ગોવિંદ સિંહ જયંતિની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર જોવા મળ્યા હતા.

વીડિયો દ્વારા અભિવાદન અને આભાર

ગુરુચરણ સિંહે (Gurucharan Singh)પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયો સાથે એક લાંબી નોટ પણ લખી છે, જેમાં તે ગુરુ ગોવિંદ સિંહના પાવન દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમણે આગળ લખ્યું: લાખ લાખ કરોડ કરોડ વધૈયા જી કલ ગુરુ પર્વ તે ગુરુ સાહેબ જી એ મને નવું જીવન આપ્યું, ગુરુ સાહેબ જી એ મને આપ્યું. અમર્યાદિત અનંત વખત ધન્યવદ જી તે એપ સારિયાનુ જિન્ના દે ગુરુ સાહેબ જી દી કિરપા સદકે આજ આપ જી દે સામને ઝિંદા હા, સબનુ દિલો નમસ્કાર તે ધનવાદ. બધાનો આભાર, રબ રખા જી તે વાહેગુરુ જી મહેર કરણ જી વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતેહ જી.

જણાવી દઇએ કે, ગુરુચરણ સિંહના સ્વાસ્થ્ય અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ અગાઉ સામે આવેલા અહેવાલ મુજબ, ગુરુચરણ થોડા સમય પહેલાં કંઈક અંગત અને વ્યાવસાયિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે DCP રોહિત મીણાએ જણાવ્યું હતું કે, ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ હતા અને 25 એપ્રિલે પરત ફર્યા હતા અને ત્યારબાદમાં જાણવા મળ્યું કે, તેઓ આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા.

'તારક મહેતા'માં અભિનય અને દૂર થયા પછીનું જીવન

ગુરુચરણ સિંહ એક જાણીતું પાત્ર રોશન સિંહ સોઢી તરીકે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં જોવા મળ્યા હતા. આ પાત્ર દ્વારા તેઓ ઘર ઘરમાં જાણીતા થયા હતા. તેમ છતાં, તેઓ થોડા સમય પછી આ શો છોડીને ગૂમ થઈ ગયા હતા. ગુરુચરણની જગ્યાએ બલવિંદર સિંહ સૂરીને તેમની જગ્યા લીધી હતી. ગુરુચરણ સિંહના પ્રશંસકો તેમના સ્વાસ્થ્ય વિશે ઘણી બધી ચિંતા કરી રહ્યા છે. ત્યારે હવે તેમની તબિયત સ્થિર થવામાં કેટલો સમય લાગશે અને શું ગુરુચરણ સિંહને દર્શકો એકવાર ફરી એક્ટિંગની દુનિયામાં પરત ફરતા જોઇ શકશે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચો:  TMKOC: 25 દિવસ બાદ ગુરુચરણ સિંહે પોતે ઘરે પરત ફર્યા, કહી આ વાત

Tags :
Actor Health IssuesFamous actor HospitalisedGujarat FirstGUJARAT FIRST NEWSGURUCHARAN SINGHGurucharan Singh Instagram VideoGurucharan Singh share Video from HospitalHardik ShahRoshan Singh SodiRoshan Singh's Health UpdateTaarak Mehta Ka Ooltah ChashmahTaarak Mehta Ka Ooltah Chashmah Actor Health News
Next Article