Gurugram : બોલિવૂડ એક્ટર Chandrachur Singh ના બંગલા પર ગરજ્યું બુલડોઝર! જાણો શું છે સમગ્ર મામલો
Gurugram : હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ડીએલએફ ફેઝ 3માં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીટીપીના બુલડોઝર દ્વારા બોલિવૂડ એક્ટર ચંદ્રચૂડ સિંહના બંગલા બહાર પાર્કિંગ એરિયામાં થયેલું ગેરકાયદેસર દબાણ તોડી પડાયું છે. અગાઉથી કાનૂની નોટિસ અપાઈ હોવા છતાં કોઈ જવાબ ન મળતા આ કડક એક્શન લેવાયું હતું. જોકે, કાર્યવાહી દરમિયાન અભિનેતા શાંતિથી અધિકારીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
Advertisement
Gurugram : હરિયાણાના ગુરુગ્રામ (Gurugram) થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રશાસને ગેરકાયદેસર બાંધકામ (Illegal Construction) સામે અત્યંત કડક અને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુરુગ્રામના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક ગણાતા ડીએલએફ ફેઝ 3 (DLF Phase 3) માં શુક્રવારે ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર એટલે કે ડીટીપી (DTP) નું બુલડોઝર (Bulldozer) ગરજ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ રહ્યો કે બોલિવૂડના જાણીતા અભિનેતા ચંદ્રચૂડ સિંહ (Chandrachur Singh) ના ઘરનો અમુક હિસ્સો પણ આ કાર્યવાહીની ઝપેટમાં આવી ગયો.

