ગાંધીનગરમાં ભણેલી આ મોડેલના પ્રેમમાં હાર્દિક પંડ્યા ? છૂટાછેડા બાદ નવા સંબંધની ચર્ચા
- ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એક વખત પડ્યો પ્રેમમાં (Hardik Pandya New Girlfriend)
- હાર્દિક પંડ્યાનું નામનું નામ માહિકા શર્મા સાથે જોડાયુ
- ઈન્સ્ટાગ્રામ પર બંનેની પોસ્ટમાં જોવા મળી સામ્યતા
- બંનેમાંથી કોઈએ હજુ સુધી આ સંબંધની પુષ્ટિ કરી નથી
- સોશિયલ મીડિયા યૂઝર્સ બંનેની તસ્વીરો પરથી ચર્ચા કરી રહ્યા છે
Hardik Pandya New Girlfriend : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા અને મોડેલ જાસ્મીન વાલિયા સાથે બ્રેકઅપ પછી, હવે તેનું નામ બીજી મોડેલ માહિકા શર્મા સાથે જોડાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ બંને વચ્ચેના સંબંધોની ચર્ચાઓ ઝડપથી ફેલાઈ રહી છે.
આ અહેવાલો ત્યારે શરૂ થયા જ્યારે ચાહકોએ માહિકાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કેટલીક રસપ્રદ સમાનતાઓ જોઈ. તેના એક સેલ્ફીમાં, એક ઝાંખી તસવીરમાં એક પુરુષ દેખાયો, જે હાર્દિક પંડ્યા જેવો દેખાતો હતો. આ ઉપરાંત, માહિકાએ તેના એક ફોટામાં હાર્દિકના જર્સી નંબર 33 નો ઉલ્લેખ કર્યો હતો, અને બાથરોબ પણ પહેર્યો હતો, જે બિલકુલ હાર્દિકના બાથરોબ જેવો હતો. આ બધી બાબતોએ ચાહકોને એવું વિચારવા મજબૂર કર્યા છે કે બંને વચ્ચે મિત્રતા કરતાં કંઈક વધારે છે. જો કે, હાર્દિક કે માહિકા બંનેમાંથી કોઈએ હજુ સુધી આ સંબંધની પુષ્ટિ કરી નથી. જોકે, સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
માહિકાની નતાશા સાથે સરખામણી
રસપ્રદ વાત એ છે કે, ઘણા લોકો માહિકાની તુલના હાર્દિકની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે કરી રહ્યા છે. બંનેમાં ઘણી સમાનતાઓ છે, જેમ કે મોડેલિંગ કારકિર્દીની શરૂઆત અને ગ્લેમરસ શૈલી. નતાશાએ 'સત્યાગ્રહ' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે મહિકાએ કેટલાક મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે.
મહિકા શર્મા કોણ છે? (Hardik Pandya New Girlfriend)
મહિકા શર્મા એક યુવા મોડેલ અને અભિનેત્રી છે, જે હાલમાં 24 વર્ષની છે. તેણીએ દિલ્હીની નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને મેરીલેન્ડ, યુએસએમાંથી કોમ્યુનિટી સાયકોલોજીમાં ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, તેણીએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગરમાંથી અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં ડિગ્રી પણ મેળવી છે.
આ પણ વાંચો : Daya Ben comeback: દયાબેનની વાપસી પર ભાઈ મયુર વાકાણીનું મોટું નિવેદન