30 વર્ષની ઉંમરે હાર્ટ એટેક? હરિયાણવી એક્ટ્રેસ Divyanka Sirohi ના મોતે સૌને ચોંકાવ્યા
- યુવા અભિનેત્રી Divyanka Sirohi નું નિધન
- ગાઝિયાબાદ સ્થિત નિવાસસ્થાને મળી આવી મૃત હાલતમાં
- 30 વર્ષની વયે રહસ્યમય મોતથી ફેન્સ સ્તબ્ધ
- ઇન્સ્ટાગ્રામ પર હતી કરોડો લોકોની પસંદ
- Heart Attack ની પ્રબળ આશંકા
સોશિયલ મીડિયા સ્ટાર અને હરિયાણવી ગીતોની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા સિરોહી (Divyanka Sirohi) એ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. દિવ્યાંકાની મોટી બહેન આરતીએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ દુખદ જાણકારી આપી હતી. રિપોર્ટ્સ અનુસાર, દિવ્યાંકા તેના ભાઈ અને બહેન સાથે ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતી હતી.
ઘટનાના દિવસે શું થયું હતું?
પરિવારના જણાવ્યા મુજબ, મંગળવારે દિવ્યાંકાની તબિયત સામાન્ય હતી. તેણે પોતાના ભાઈ માટે જમવાનું પણ બનાવ્યું હતું. જોકે, તેણે સામાન્ય અસ્વસ્થતાની વાત કરી હતી. તેનો ભાઈ કોઈ કામ અર્થે બહાર ગયો હતો અને જ્યારે પરિવારના સભ્યો પરત ફર્યા ત્યારે દિવ્યાંકા મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતી તબક્કે હાર્ટ એટેક (Heart Attack) ની આશંકા સેવાઈ રહી છે, પરંતુ મોતનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. બુધવારે સવારે તેના વતન બુલંદશહરમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
ટિકટોકથી મળી હતી લોકપ્રિયતા
દિવ્યાંકા સિરોહી (Divyanka Sirohi) એ પોતાના કરિયરની શરૂઆત ટિકટોક વિડિયોથી કરી હતી. સુનંદા શર્માના ગીત પર બ્લૂ સૂટ પહેરીને બનાવેલા તેના એક વિડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી, જે વિડિયોને 20 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા હતા. તેણે અનેક હરિયાણવી મ્યુઝિક વિડિયો (Haryanvi Music Videos) માં કામ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા.
જૂની પોસ્ટ થઈ વાયરલ
દિવ્યાંકાના નિધન બાદ તેની એક જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે લખ્યું હતું કે, "ભગવાન શિવ મને તમારી પાસે બોલાવી લો." આજે જ્યારે તે ખરેખર દુનિયા છોડી ગઈ છે, ત્યારે તેના ફેન્સ આ પોસ્ટ જોઈને વધુ ભાવુક થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Alia Bhatt ની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા જતા Pakistani બરાબર ભેરવાયો !


