Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Divyanka Sirohi : સોશિયલ મીડિયામાં કરતી હતી રાજ, રહસ્યમય સંજોગોમાં મોત !

Divyanka Sirohi ના અચાનક મોતથી ચાહકોમાં ગમગીની વ્યાપી જવા પામી છે, દિવ્યાંકાનાં પિતા ગજેન્દ્ર સિરોહીના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે તેણીએ તબિયત ખરાબ હોવાની ફરિયાદ કરી હતી. બપોરનું ભોજન કર્યા પછી, તે તેના રૂમમાં ગઈ હતી. તેનો ભાઈ પણ કામ માટે બહાર ગયો હતો. તે રાત્રે ભાઈ પાછો ફર્યો ત્યારે, દિવ્યાંકા બેભાન હાલતમાં પડી હતી, ત્યાર બાદ તેણીનીને હોસ્પિટલે લઇ જવાઇ હતી.
divyanka sirohi   સોશિયલ મીડિયામાં કરતી હતી રાજ  રહસ્યમય સંજોગોમાં મોત
Advertisement
  • Divyanka Sirohi ના અચાનક મોતથી ચાહકોમાં ગમગીની
  • ઘરે જ તેનું શરીર લાકડા જેવું કડક થઇ ગયું હોવાનો અહેવાલ
  • પરિવારે ભીની આંખે અંતિમ વિદાય આપી હતી

Divyanka Sirohi : સોશિયલ મીડિયાના જાણીતા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) અને હરિયાણવી ફિલ્મ અભિનેત્રી દિવ્યાંકા સિરોહીનું (Hariyanvi Film Actress Divyanka Sirohi) 21 એપ્રિલ, 2026 ના રોજ અવસાન થયું છે. 30 વર્ષીય દિવ્યાંકા મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહેરની રહેવાસી હતી. તે હાલમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતી હતી. તેના નિધનના સમાચારથી તેના લાખો ચાહકો અને હરિયાણવી સંગીત ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

Divyanka Sirohi, અગ્રણી કલાકારો જોડે કુશળતા સાબિત કરી

અહેવાલો અનુસાર, મંગળવારે મોડી રાત્રે દિવ્યાંકાનું સ્વાસ્થ્ય અચાનક બગડ્યું હતું. તેની હાલત વધુ ખરાબ થતી જોઈને તેના પરિવારે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ કમનસીબે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. દિવ્યાંકા તેની કારકિર્દીમાં 50 થી વધુ હરિયાણવી ગીતોમાં અભિનય કરી ચૂકી છે, અને માસૂમ શર્મા જેવા અગ્રણી કલાકારો સાથે તેની અભિનય કુશળતા સાબિત કરી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Divyanka (@divyankaasirohi)

Advertisement

આ પણ વાંચો ----------------- Alia Bhatt ની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા જતા Pakistani બરાબર ભેરવાયો !

Divyanka Sirohi, સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી

બુધવારે સવારે ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં હિંડોન નૂર નગર મોક્ષ સ્થળ ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના ભાઈ હિમાંશુ સિરોહીએ સવારે લગભગ 9:30 વાગ્યે અંતિમ સંસ્કાર કર્યા હતા. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી, અને લાખો દિલોને મોહી લેનાર યુવા કલાકારના અચાનક અવસાનથી બધા સ્તબ્ધ થઈ ગયા છે.

તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ

દિવ્યાંકા સિરોહીના નાના ભાઈ દીપાંશુએ મીડિયાને જણાવ્યું કે, 21 એપ્રિલ, 2026 ની રાત્રે તેની બહેન ઘરે હતી. તેને અચાનક ચક્કર આવવા લાગ્યા, અને તે જમીન પર પડી ગઈ હતી, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

ભાઇ કામ અર્થે બહાર ગયો હતો

દિવ્યાંકાનાં પિતા ગજેન્દ્ર સિરોહી અને પરિવારના અન્ય સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે તેણીએ તબિયત ખરાબ હોવાની ફરિયાદ કરી હતી. બપોરનું ભોજન કર્યા પછી, તે તેના રૂમમાં ગઈ હતી. તેનો ભાઈ પણ કામ માટે બહાર ગયો હતો. તે રાત્રે ભાઈ પાછો ફર્યો ત્યારે, દિવ્યાંકા બેભાન હાલતમાં પડી હતી. તેનું શરીર કડક હતું. તેના શરીર પર માથા પર સહેજ સોજો સિવાય અન્ય કોઈ નિશાન નહોતા. પરિવાર તેને ડૉક્ટર પાસે લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

પિતા ટ્રાન્સપોર્ટર અને માતા ગૃહિણી

દિવ્યાંકા સિરોહીનો જન્મ 19 નવેમ્બર, 1996 ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં થયો હતો. તેના પિતા ગજેન્દ્ર ટ્રાન્સપોર્ટર છે, અને તેની માતા અનિતા ગૃહિણી છે. મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી બી.કોમ પૂર્ણ કર્યા પછી, દિવ્યાંકાએ સિક્કિમથી એમબીએ અને ગુરુગ્રામથી બી.એડ. કર્યું હતું.

હરિયાણામાં મોટા ગાયકો સાથે કામ કર્યું

2018 થી હરિયાણવી સંગીત ઉદ્યોગમાં એક્ટિવ, દિવ્યાંકા સિરોહીએ 50 થી વધુ ગીતો પર કામ કર્યું છે. તેણીએ માસૂમ શર્મા, અમિત સૈની રોહતકિયા અને કેડી જેવા પ્રખ્યાત હરિયાણા ગાયકો સાથે પણ સાથે સ્ક્રીન શેર કરી છે. દિવ્યાંકાને ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન લોકો ફોલો કરે છે, અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લાખો ફોલોઅર્સ છે.

આ પણ વાંચો -----------------  Rajpal Yadav ના જેલવાસનું કારણ પૈસા નહીં...!, જાણો અભિનેતાએ શું કહ્યું

Tags :
Advertisement

.

×