ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

HBD...Remo D'Souza: નેશનલ એવોર્ડ વિનર Remoના 3 બેસ્ટ કોરિયોગ્રાફ્ડ સોન્ગ્સ વિશે જાણો

બોલીવૂડના ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર Remo D'Souzaનો આજે જન્મદિવસ છે. રેમો આજે 51 વર્ષનો થયો. આજે અમે આપને જણાવીશું નેશનલ એવોર્ડ વિનર રેમોના 3 બેસ્ટ કોરિયોગ્રાફ્ડ સોન્ગ્સ વિશે.
05:31 PM Apr 02, 2025 IST | Hardik Prajapati
બોલીવૂડના ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર Remo D'Souzaનો આજે જન્મદિવસ છે. રેમો આજે 51 વર્ષનો થયો. આજે અમે આપને જણાવીશું નેશનલ એવોર્ડ વિનર રેમોના 3 બેસ્ટ કોરિયોગ્રાફ્ડ સોન્ગ્સ વિશે.
Remo D'Souza birthday Gujarat First

Mumbai: આજે 2 એપ્રિલે રેમો ડિસોઝાનો જન્મદિવસ છે. રેમો બોલીવૂડનો ખ્યાતનામ કોરિયોગ્રાફર અને ડાયરેકટર છે. જે પોતાની ડાન્સ સ્કીલ્સથી ઓડિયન્સને એન્ટરટેઈન કરી રહ્યો છે. રેમો પોતાની ડાન્સ સ્કીલને લીધે એક મોટા ડાન્સ રિયાલિટી શોનો જજ પણ છે. રેમોએ મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સને પોતાની આંગળી પર નચાવ્યા છે.

રેમો ડિસોઝા એટલે રમેશ ગોપી નાયર

રેમોનું સાચું નામ રમેશ ગોપી નાયર છે અને તેનો જન્મ બેંગાલુરૂમાં થયો હતો. રેમોનો જન્મ પલક્કડ (કેરળ)ના એક હિન્દુ પરિવારમાં થયો હતો. તેના પિતા રમેશ નાયર ભારતીય વાયુસેનામાં સર્વિસ કરી ચૂક્યા છે. લગ્ન પછી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ રમેશે પોતાનું નામ બદલી રેમો કર્યુ હતું.

દિવાની મસ્તાની...(Bajirao Mastani-2015)

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું હિટ ગીત 'દીવાની મસ્તાની' રેમો દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું. જેમાં દીપિકા પાદુકોણે ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે. આ ગીતને શ્રેયા ઘોષાલે પોતાનો મખમલી અવાજમાં ગાયું હતું. આ કોરિયોગ્રાફી માટે રેમોને શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન માટે 63મો National Award મળ્યો હતો.

આ પણ વાંચોઃ  Background dancer : સંઘર્ષ પછી સફળતાની સીડી ચડ્યા છે આ કલાકારો…

બદતમીઝ દિલ....(Yeh Jawaani Hai Deewani-2013)

યે જવાની હૈ દીવાની ફિલ્મનું રણબીર કપૂર સ્ટારર ગીત બદતમીઝ દિલ..... એક કંપ્લીટ પાર્ટી સોન્ગ છે. આ ગીત હજુ પણ હિટ છે અને રણબીર કપૂરના ચાહકો આ ગીતના સ્ટેપ પર જ્યારે મોકો મળે ત્યારે નાચે છે. આ ગીત દરેક પાર્ટીમાં વાગતું જોવા મળે છે. અનેક ગેટ ટુ ગેધર અને વરઘોડામાં પણ આ ગીત પર લોકો મસ્તીથી ઝુમતા જોવા મળે છે.

ડિસ્કો દિવાને.... (Student of the Year-1-2012)

2012માં રિલીઝ થયેલી આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરનું ગીત ડિસ્કો દીવાને... પણ રેમો દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું. કોલેજ પાર્ટી થીમ સોંગમાં આલિયા, વરુણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના કોલેજના મિત્રો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ગીત માત્ર તે વર્ષ જ નહિ પરંતુ આખા દસકાનું શ્રેષ્ઠ ટીનેજર ડાન્સ સોન્ગ ગણાય છે.

આ પણ વાંચોઃ  હોલીવૂડ દિગ્ગજ એક્ટર Val Kilmerનું દુઃખદ અવસાન, જાણો શું હતું ઓમ પુરી સાથેનું કનેક્શન ?

Tags :
Badtameez DilBajirao MastaniBest choreographed songs by Remo D'SouzaBollywood choreographerDeewani MastaniDisco DeewaneGujarat FirstGUJARAT FIRST NEWSNational Award for choreographyRemo D'Souza birthdayRemo DSouzaStudent of the YearYeh Jawaani Hai Deewani
Next Article