Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

'The Kerala Story 2' ના ટ્રેલરે મચાવી ધૂમ, લવ જેહાદના એજન્ડાનો થશે પર્દાફાશ!

વિપુલ અમૃતલાલ શાહની વર્ષ 2022ની સુપરહિટ ફિલ્મની સિક્વલ 'ધ કેરલા સ્ટોરી ૨ - ગોઝ બિયોન્ડ' નું હચમચાવી દેતું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માત્ર કેરળ જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સક્રિય લવ જેહાદ અને ધર્મ પરિવર્તનના કથિત નેટવર્કને ખુલ્લું પાડવામાં આવ્યું છે. ત્રણ યુવતીઓના સંઘર્ષની આ વાર્તા શું સાચું સત્ય બહાર લાવશે? તે માટે વાંચો સંપૂર્ણ અહેવાલ.
 the kerala story 2  ના ટ્રેલરે મચાવી ધૂમ  લવ જેહાદના એજન્ડાનો થશે પર્દાફાશ
Advertisement
  • 'The Kerala Story 2' નું ટ્રેલર રિલીઝ: લવ જેહાદ પર મોટો ખુલાસો!
  • વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મની સિક્વલ 'ધ કેરલા સ્ટોરી ૨' નું ટ્રેલર આઉટ
  • રાજસ્થાન, એમપી અને કેરળની ત્રણ યુવતીઓના ધર્મ પરિવર્તનની કરુણ વાર્તા
  • ટ્રેલરમાં ભારતને ૨૫ વર્ષમાં ઈસ્લામિક સ્ટેટ બનાવવાની ધમકીનો અપાયો સંદર્ભ
  • કામાખ્યા નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 27 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

The Kerala Story 2 : વર્ષ 2022માં સમગ્ર દેશમાં સનસનાટી મચાવનાર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' બાદ હવે ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહ (Vipul Amrutlal Shah) તેની સિક્વલ 'ધ કેરલા સ્ટોરી ૨ - ગોઝ બિયોન્ડ' (The Kerala Story 2 - Goes Beyond) સાથે પરત ફર્યા છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર (Trailer) રિલીઝ કરવામાં આવ્યું છે, જે પ્રથમ ભાગ કરતા પણ વધુ ગંભીર અને ચોંકાવનારું હોવાનું જણાઈ રહ્યું છે.

The Kerala Story 2 માં ત્રણ રાજ્યોની હૃદયદ્રાવક વાર્તા

ફિલ્મનું ટ્રેલર એક ગંભીર ચેતવણી સાથે શરૂ થાય છે, જેમાં આગામી સમયમાં ભારતના સામાજિક માળખામાં આવનારા સંભવિત પરિવર્તનો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વાર્તા ત્રણ અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલી છે:

Advertisement

રાજસ્થાન (Rajasthan): એક પરિવાર તેમની સગીર દીકરીના કથિત રીતે જબરન ધર્મ પરિવર્તન (Forced Religious Conversion) અંગે પોલીસ ફરિયાદ નોંધાવે છે.

Advertisement

મધ્ય પ્રદેશ (Madhya Pradesh): લગ્નના બહાને છેતરપિંડી અને ત્યારબાદ ધર્મ બદલવા માટે યુવતી પર કરવામાં આવતા માનસિક અને શારીરિક દબાણને ભાવનાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે.

કેરળ (Kerala): એક આંતરધાર્મિક સંબંધ (Inter-religious Relationship) કેવી રીતે ઓળખ અને આસ્થાના ટકરાવમાં ફેરવાય છે તેની વાર્તા અહીં વણાયેલી છે.

સ્ટાર કાસ્ટ અને ડિરેક્શન

આ ફિલ્મનું નિર્દેશન કામાખ્યા નારાયણ સિંહ (Kamakhya Narayan Singh) દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા (Ulka Gupta), અદિતિ ભાટિયા (Aditi Bhatia) અને ઐશ્વર્યા ઓઝા (Aishwarya Ojha) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વાર્તા ત્રણ યુવતીઓ અને તેમની જિંદગીમાં આવતા ખૌફનાક વળાંકની આસપાસ ફરે છે, જ્યારે તેમને ત્રણ યુવકો સાથે પ્રેમ થાય છે અને ત્યારબાદ ધર્મ પરિવર્તનનું એક સુવિયોજિત એજન્ડા (Conversion Agenda) સામે આવે છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : Salim Khan Hospitalized: સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ, સલમાન ખાન સહિત સમગ્ર પરિવાર લીલાવતી પહોંચ્યો

Tags :
Advertisement

.

×