Hera Pheri-3 : ફિલ્મમાં નહિ પણ હકીકતમાં અક્ષય કુમારે પરેશ રાવલ પર 25 કરોડનો દાવો ઠોક્યો
- Hera Pheri-3 બનવાની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદોમાં સપડાયેલી રહી છે
- હવે Akshay Kumar એ પરેશ રાવલ પર 25 કરોડનો દાવો ઠોકી બેસાડ્યો છે
- Paresh Rawal અનેકવાર અનપ્રોફેશનલ બીહેવિયર કરી ચૂક્યા છે
Hera Pheri-3 : બોલીવૂડની સૌથી હિટ ફ્રેન્ચાઈઝ એટલે Hera Pheri. આ ફ્રેન્ચાઈઝના બંને પાર્ટ્સને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. 3જા પાર્ટની દર્શકો મન મુકીને રાહ જોઈ રહ્યા છે. જો કે આ ફ્રેન્ચાઈઝના 3જો ભાગની જ્યારથી બનવાની જાહેરાત થઈ છે ત્યારથી તે વિવાદોમાં સપડાયેલ છે. હવે Hera Pheri-3 વિશે નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં અક્ષય કુમારે તેના સાથી કલાકાર પરેશ રાવલ પર 25 કરોડનો દાવો ઠોકી બેસાડ્યો છે. આ ઘટનાથી બીટાઉનમાં ચકચાર મચી ગઈ છે. ફેન્સ પણ ચોંકી ગયા છે કે ખાસ મિત્રો ગણાતા Akshay Kumar અને Paresh Rawal વચ્ચે વિખવાદ કેમ થયો ?
25 કરોડનો દાવો ઠોક્યો
Hera Pheri-3 ની સ્ટારકાસ્ટ વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. અક્ષય કુમારે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડી દેવા બદલ Paresh Rawal પર 25 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ ફટકારી છે. અક્ષયનો આરોપ છે કે પરેશે અનપ્રોફેશનલ બીહેવિયર દાખવ્યું છે. અભિનેતા અક્ષય કુમારે તેમના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે. જેમાં અનપ્રોફેશનલ બીહેવિયર અપનાવીને ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડી દેવા બદલ 25 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. અક્ષય કુમાર હેરા ફેરી 3 નો નિર્માતા પણ છે, તેણે ફિરોઝ નડિયાદવાલા પાસેથી આ ફિલ્મના લીગલ રાઈટ્સ ખરીદ્યા છે. આ ફિલ્મ માટે પરેશ રાવલને તેની નિર્ધારિત ફીઝ કરતા 3 ગણી ફીઝ ચૂકવવાની તૈયારી પણ મેકર્સે દાખવી હતી. જો કે પરેશ રાવલ ન માન્યા અને ફિલ્મ છોડી દીધી છે. પરેશ રાવલે ફિલ્મ છોડી દીધા બાદ ફેન્સમાં નિરાશા વ્યાપી ગઈ છે.
આ પણ વાંચોઃ Mission Impossible : 8 બનાવશે 100 મિલિયન ડોલરની ઓપનિંગનો રેકોર્ડ
પહેલીવાર અક્ષય કુમારે દાવો કર્યો
ઉલ્લેખનીય છે કે ફિલ્મના મુખ્ય કલાકારો Akshay Kumar , સુનીલ શેટ્ટી અને પરેશે આ વર્ષે એપ્રિલમાં પ્રિયદર્શનની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. જો કે પરેશ રાવલે પ્રોફેશનાલિઝમ દાખવ્યું નથી. જો પરેશ રાવલ ફિલ્મ કરવા માંગતો ન હોત તો તેણે કાનૂની કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા અને શૂટિંગ પર આટલા પૈસા ખર્ચાતા પહેલા ફિલ્મ છોડી દેવી જોઈએ. અક્ષય કુમારના 35 વર્ષના કરિયરમાં આ પહેલી વાર છે જ્યારે તેણે કોઈ સાથી કલાકાર પર દાવો કર્યો હોય.
પરેશ રાવલનું અનપ્રોફેશનલ બીહેવિયર
પરેશે પોતે જાન્યુઆરીમાં તેના X હેન્ડલ પર Hera Pheri-3 ની જાહેરાત કરી હતી. તેણે તમામ પ્રી-પ્રોડક્શન પ્લાનિંગમાં ભાગ લીધો હતો, એક દિવસ માટે શૂટિંગ કર્યું હતું. જ્યારે તેમને ત્યારે કોઈ સમસ્યા નહોતી, ત્યારે હવે અચાનક આ ફ્રેન્ચાઈઝના નિર્માતાને નુકસાન પહોંચાડવું એ અયોગ્ય છે. બોલીવૂડમાં પરેશ રાવલ અનેકવાર અનપ્રોફેશનલ બીહેવિયર કરી ચૂક્યા છે. તેમણે 2023 માં 'ઓહ માય ગોડ 2' કરવાનો ઈનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તેને સ્ક્રિપ્ટ પસંદ નથી. 2009માં શાહરૂખ ખાનની 'બિલ્લુ બાર્બર' પણ છોડી દીધી હતી. યોગાનુયોગ આ ફિલ્મનું દિગ્દર્શન પણ પ્રિયદર્શને કર્યુ હતું.
આ પણ વાંચોઃ Rahul Vaidya એ દાખવી દેશભક્તિ, તુર્કીયેમાં પર્ફોર્મ કરવાની 'ના' પાડી