Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hera Pheri-3 : વિવાદમાં કુદી પડ્યા જોની લીવર, પરેશ રાવલને આપી દીધી 'આ' સલાહ

Hera Pheri-3 નો વિવાદ વકરતો જ જાય છે. આ વિવાદમાં હવે જોની લીવર (Johnny Lever) ની એન્ટ્રી થઈ છે. જોની લીવરે પરેશ રાવલ (Paresh Rawal) ને આ ફિલ્મ કરવાની સલાહ આપી છે. વાંચો વિગતવાર
hera pheri 3   વિવાદમાં કુદી પડ્યા જોની લીવર  પરેશ રાવલને આપી દીધી  આ  સલાહ
Advertisement
  • Hera Pheri-3 વિવાદમાં જોની લીવરની એન્ટ્રી
  • Johnny Lever એ પરેશ રાવલને ફિલ્મ કરવાની સલાહ આપી
  • Paresh Rawal એ આ ફિલ્મ કરવી જોઈએ, દર્શકો તેમને યાદ રાખશે - જોની લીવર

Hera Pheri-3 : આ ફિલ્મ બનવાની જાહેરાત થઈ ત્યારથી વિવાદોમાં સપડાતી આવી છે. એક વિવાદ શમ્યો ના હોય અને બીજો વિવાદ શરુ થઈ જાય છે. આ ફિલ્મમાંથી પરેશ રાવલે એક્ઝિટ કરી દેતા વિવાદનો વંટોળ સર્જાયો છે. આ વિવાદમાં હવે જોની લીવર (Johnny Lever) ની એન્ટ્રી થઈ છે. જોની લીવરે પરેશ રાવલને Hera Pheri-3 ફિલ્મ કરવાની સલાહ આપી છે.

Johnny Lever ની સલાહ

પરેશ રાવલે Hera Pheri-3 છોડી દીધા બાદ આ ફિલ્મ વિશે બીટાઉન જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રહેલા આ ફિલ્મના ફેન્સમાં બઝિંગ શરુ થઈ ગયું છે. Hera Pheri-3 ની લેટેસ્ટ કોન્ટ્રોવર્સી અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે ચાલી રહી હતી. જેમાં જોની લીવરે એન્ટ્રી કરી દીધી છે. જોની લીવરે પરેશ રાવલને Hera Pheri-3 માં અભિનય કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે પરેશ રાવલે Hera Pheri-3 ફિલ્મ કરવી જોઈએ. સમગ્ર વિવાદનો વાત કરીને ઉકેલ લાવવો જોઈએ. વિવાદ જલ્દી ઉકેલો કારણ કે ચાહકો ફિલ્મમાં પરેશજીને ખૂબ યાદ કરશે. તેમના વિના મજા નહીં આવે.

Advertisement

આ પણ વાંચોઃ Thuglife Controversy : કમલ હાસનની અપકમિંગ ફિલ્મને ભાષા વિવાદનો એરુ આભડ્યો

Advertisement

પરેશ રાવલે સાઈનિંગ અમાઉન્ટ પરત કરી

તાજેતરમાં જ Paresh Rawal એ સર્જનાત્મક મતભેદોને કારણે ફિલ્મ છોડી દીધી હતી. પરેશે પોતે 25 મેના રોજ એક ટ્વિટમાં લખ્યું હતું કે, મારા વકીલ અમિત નાઈકે મારા ફિલ્મમાંથી બહાર નીકળવા અંગે જવાબ મોકલ્યો છે. જ્યારે તેઓ મારો જવાબ વાંચશે, ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે.અભિનેતાએ માત્ર ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો જ નહિ પરંતુ 15% વ્યાજ સાથે એડવાન્સ સાઈનિંગ રકમ પણ પરત કરી છે.

અક્ષય કુમાર છે નિર્માતા

ઉલ્લેખનીય છે કે ફિલ્મ Hera Pheri-3 ના મેકિંગ રાઈટ્સ અક્ષય કુમારે ખરીદી લીધા છે. અક્ષયે રાઈટ્સ ખરીદ્યા બાદ જ ફિલ્મ બનાવવાનું શરુ કર્યુ છે. જો કે ફિલ્મ સતત વિવાદોમાં ઘેરાયેલ રહે છે. અક્ષયકુમાર અને પરેશ રાવલે સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. તે બંને પ્રોફેશનલી કનેક્ટેડ સેલિબ્રિટી છે.

આજે 30મી મે પરેશ રાવલનો બર્થ ડે

હેરાફેરી-3 ફિલ્મનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે 30મી મેના રોજ પરેશ રાવલનો બર્થ ડે પણ છે. રીતેશ દેશમુખ, સુનિલ શેટ્ટી સહિતના સેલીબ્રિટી પરેશ રાવલને જન્મદિવસના અભિનંદન પાઠવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ  Spirit Film Controversy : દિપીકા પાદુકોણ પર લાગ્યો સ્ટોરી લીકનો આરોપ

Tags :
Advertisement

.

×