Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Hera Pheri 3 : અક્ષય કુમાર બાદ હવે પરેશ રાવલ પણ ફિલ્મથી દૂર? હેરા ફેરી પર સંકટ

'હેરા ફેરી 3' ફિલ્મમાંથી પરેશ રાવલ બહાર હોવાના અહેવાલો છે. ફી પેમેન્ટની શરતો બાબતે મેકર્સ સાથેના વિવાદને કારણે તેમણે 15% વ્યાજ સાથે એડવાન્સ ફી પરત કરી દીધી છે. અક્ષય કુમારે અગાઉ ફિલ્મની અનિશ્ચિતતા વિશે વાત કરી હતી, અને હવે બાબુભૈયાના આ નિર્ણયથી આઈકોનિક કોમેડી ફ્રેન્ચાઈઝીનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે.
hera pheri 3   અક્ષય કુમાર બાદ હવે પરેશ રાવલ પણ ફિલ્મથી દૂર  હેરા ફેરી પર સંકટ
Advertisement
  • Hera Pheri 3 : પરેશ રાવલે મેકર્સને સાઈનિંગ ફી 15% વ્યાજ સાથે પરત કરી
  • ફી પેમેન્ટની શરતોને લઈને અભિનેતા અને મેકર્સ વચ્ચે વિવાદ
  • ફિલ્મ રિલીઝના એક મહિના બાદ મળનારા પૈસાથી પરેશ રાવલ હતા નારાજ
  • અક્ષય કુમારે અગાઉ કહ્યું હતું- 'ફિલ્મ હાલમાં બની રહી નથી'
  • આઈકોનિક ત્રિપુટીની કેમિસ્ટ્રી પર હવે સવાલોના ઘેરા

 Hera Pheri 3 : 'હેરા ફેરી' (Hera Pheri) બોલિવૂડની એક એવી આઈકોનિક કોમેડી ફ્રેન્ચાઈઝી છે, જેના સંવાદો અને પાત્રો આજે પણ લોકોના મનમાં જીવંત છે. બાબુરાવ ગણપતરાવ આપ્ટે (Baburao Ganpatrao Apte), રાજુ અને શ્યામની તે જાદુઈ ત્રિપુટીએ દર્શકોને હસાવી-હસાવીને લોથપોથ કરી દીધા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી 'હેરા ફેરી 3' (Hera Pheri 3) ને લઈને ચાલી રહેલા વિવાદો અને અનિશ્ચિતતાઓએ ચાહકોના ઉત્સાહ પર ઠંડુ પાણી ફેરવી દીધું છે. તાજેતરના અહેવાલો મુજબ, આ ફિલ્મમાંથી બાબુભૈયાનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) બહાર થઈ ગયા છે, જેણે બોલિવૂડના ગલિયારામાં ખળભળાટ મચાવી દીધો છે.

 Hera Pheri 3 : શું છે આખો વિવાદ?

સોશિયલ મીડિયા અને ફિલ્મી કોરિડોરમાં ચર્ચાઈ રહ્યું છે કે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આર્થિક અસંતોષ છે. અહેવાલો અનુસાર, પરેશ રાવલની આ ફિલ્મ માટે 15 કરોડ રૂપિયાની ફી નક્કી કરવામાં આવી હતી. જોકે, પેમેન્ટની જે શરતો નક્કી કરવામાં આવી હતી, તેમાં અભિનેતાને માત્ર નજીવી રકમ એડવાન્સમાં મળવાની હતી અને બાકીના 14.89 કરોડ રૂપિયા ફિલ્મ રિલીઝ થયાના એક મહિના પછી મળવાના હતા. આ શરત પરેશ રાવલને મંજૂર નહોતી. કારણ કે ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થવામાં વાર હતી અને ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શનનો સમય જોતા, તેમણે પોતાની મહેનતની રકમ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે તેમ હતું. પોતાની વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓ અને યોગ્ય વળતરને લઈને તેમણે મેકર્સ સાથે વાતચીત કરી હશે, પરંતુ તેમાં કોઈ સમાધાન ન નીકળતા તેમણે અંતે સાઈનિંગ ફી (Signing Fee) 15% વ્યાજ સાથે પરત કરી દીધી છે.

Advertisement

Advertisement

અક્ષય કુમારનું નિવેદન અને ફિલ્મનું ભવિષ્ય

આ વિવાદ વચ્ચે અક્ષય કુમાર (Akshay Kumar) ના નિવેદને પણ ચાહકોને ચિંતામાં મૂક્યા છે. એક ઈન્ટરવ્યુમાં અક્ષયે ખૂબ જ સ્પષ્ટતાથી કહ્યું હતું કે 'હેરા ફેરી 3' હાલમાં બની રહી નથી અને તેના માટે કોઈ ચમત્કારની જરૂર છે. જ્યારે અક્ષય, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જેવા કલાકારો જેની આત્મા સમાન છે, તેઓ જ આ પ્રોજેક્ટથી અલગ થઈ રહ્યા છે, ત્યારે ફિલ્મના ભવિષ્ય સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો લાગી ગયા છે. 'હેરા ફેરી' ની સફળતાનું સૌથી મોટું કારણ આ ત્રણેય કલાકારો વચ્ચેની કેમિસ્ટ્રી (Chemistry) હતી. જો બાબુભૈયા વગર આ ફિલ્મ બને, તો શું તે જૂની 'હેરા ફેરી' જેવો જાદુ જગાવી શકશે? આ સવાલ દરેક ચાહકના મનમાં છે.

પરેશ રાવલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં

હાલમાં તો મેકર્સ કે પરેશ રાવલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન (Official Statement) આપવામાં આવ્યું નથી, પરંતુ આ ઘટનાક્રમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર ફી અને પેમેન્ટ સ્ટ્રક્ચરને લઈને નવી ચર્ચા જગાવી છે. ચાહકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે કદાચ કોઈ સમજૂતી થાય અને બાબુભૈયા ફરી એકવાર તેમનો પ્રખ્યાત અંદાજ લઈને મોટા પડદા પર પાછા ફરે. ત્યાં સુધી તો 'હેરા ફેરી 3' ની રાહ માત્ર એક અનંત પ્રતીક્ષા બની ગઈ છે.

આ પણ વાંચો : Bold Actress ના જીવનમાં 'મિસ્ટ્રી મેન'નું આગમન, ઇન્સ્ટા પોસ્ટની ચર્ચા !

Tags :
Advertisement

.

×