ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hina Khan Update: સ્તન કેન્સરથી ઝઝુમી રહી હીના ખાને ચાહકોને આપી Good News

Hina Khan Update: ટીવી એક્ટ્રેસ Hina Khan બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. Hina Khan બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. Hina Khan આ આખી સફર પોતાના ફેન્સ સાથે શેર કરી રહી છે અને હાલમાં...
10:49 PM Jul 06, 2024 IST | Aviraj Bagda
Hina Khan Update: ટીવી એક્ટ્રેસ Hina Khan બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. Hina Khan બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. Hina Khan આ આખી સફર પોતાના ફેન્સ સાથે શેર કરી રહી છે અને હાલમાં...
Hina Khan embraces her cancer scars They are the first sign of the progress I deserve

Hina Khan Update: ટીવી એક્ટ્રેસ Hina Khan બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. Hina Khan બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. Hina Khan આ આખી સફર પોતાના ફેન્સ સાથે શેર કરી રહી છે અને હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના વાળ કાપતી જોવા મળી રહી છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક અન્ય પોસ્ટ શેર કરીને, તે સારવાર દરમિયાન તેના શરીર પરના નિશાનો વિશે વાત કરતી જોવા મળે છે. Hina Khan એ પોસ્ટમાં તેની સેલ્ફી શેર કરી છે, જેના વિશે તે વાત કરી રહી છે. Hina Khan એ તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, સેલ્ફીમાં તે હસતી અને વિવિધ પોઝ આપી રહી છે. ફોટાના કેપ્શનમાં Hina Khan એ લખ્યું, તમે આ ફોટામાં શું જુઓ છો? મારા શરીર પર ડાઘ કે આંખોમાં આશા? આ માર્કસ મારા છે, હું તેમને પ્રેમથી સ્વીકારું છું કારણ કે આ મારી પ્રગતિની પ્રથમ નિશાની છે.

હું અંધકારમય ગુફાના છેડે પ્રકાશ જોઈ શકું છું

Hina Khan એ કહ્યું કે સારવાર ચાલી રહી છે. મારી આંખોમાં ચમક દર્શાવે છે કે હું કેટલી મજબૂત છું અને મારો આત્મા કેવો છે. હું અંધકારમય ગુફાના છેડે પ્રકાશ જોઈ શકું છું. હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમે પણ સાજા થાઓ. હું પપ્પાની મજબૂત દીકરી છું. Hina Khan એ 4 જુલાઈએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતે પોતાના વાળ કાપતી જોવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં તેની માતાનો રડવાનો અવાજ સંભળાય છે.

Hina Khan માતાને નહીં રડવાની વિનંતી કરે છે

તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. હવે Hina Khan ના કીમોથેરાપી સેશન શરૂ થઈ ગયા છે. Hina Khan ની માતાને સમજાવે છે કે આ ફક્ત વાળ છે, કપાયા પછી ફરીથી નવા ઉગશે. ચિંતા કરશો નહીં, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડશે. તે Hina Khan માતાને નહીં રડવાની વિનંતી કરે છે.

આ પણ વાંચો: Karan Johar Disease: આખરે કરણ જોહરે જાહેર કર્યો એ રાજ, જે 8 વર્ષની ઉંમરથી તેમણે અકબંધ રાખેલો

Tags :
actress Hina KhanBollywoodbreast cancercancerchemotherapyGujarat FirstHina Khanhina khan breast cancerhina khan cancerhina khan cancer updateHina Khan chemotherapyHina Khan Update
Next Article